મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ દંપતીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીની પ્રેરણાદાયી પહેલ માળીયા (મી) તાલુકામાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ ફાયનાન્સ પેઢીના સંચાલક સહિત 6 આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના વાવડી ગામે દુકાને જઈને મહિલા વેપારીને ધમકાવનાર બંને આરોપીઓએ હાથ જોડીને જાહેરમાં લોકોની માફી માંગી ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો
Breaking news
Morbi Today

મોરબીમાં પ્રોપેન ગેસ ન મળતા સિરામિક કારખાનાઓ બંધ : શ્રમિકોને રહેવા-રાશનની વ્યવસ્થા કરાવતા કારખાનેદારો-કોન્ટ્રાકટરો


SHARE













મોરબીમાં પ્રોપેન ગેસ ન મળવાના લીધે સિરામિકના કારખાનાઓ ક્રમશઃ બંધ થવાનું શરૂ: શ્રમિકોને રહેવા-રાશનની વ્યવસ્થા કરાવતા કારખાનેદારો-કોન્ટ્રાકટરો

મોરબીની આસપાસના વિસ્તારમાં આવેલા સીરામીક કારખાનાઓમાંથી પ્રોપેન ગેસનો ઉપયોગ કરીને સીરામીક પ્રોડક્ટનું ઉત્પાદન કરતા કારખાનેદારોને હવે પ્રોપેન ગેસ મળવાનું બંધ થયું છે જેથી ના છૂટકે ક્રમશઃ સીરામીકના કારખાનાઓ બંધ થવા લાગ્યા છે જોકે, ગેસની સપ્લાય પુનઃ નિયમિત રીતે શરૂ કરવામાં આવે ત્યાં સુધી શ્રમિકો કે તેઓના પરિવારજનો હેરાન ન થાય તેના માટેની વ્યવસ્થા કારખાનેદારો કે પછી કોન્ટ્રાકટરો દ્વારા કરવામાં આવી રહી છે જેથી શ્રમિકો તેઓના વતનમાં હાલમાં જશે નહીં અને જયારે કારખાના શરૂ કરવાના હશે ત્યારે કારખાનેદારો કે પછી કોન્ટ્રાકટરોને શ્રમિકોને શોધવા સહિતનું મુશ્કેલીઓનો સામનો કરવો પડશે નહીં. 

ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે જે યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેના કારણે ભારતના ઘણા બધા ઉદ્યોગોને બહુ મોટા પ્રમાણમાં અસર જોવા મળી રહી છે ત્યારે જો મોરબી ખાતે આવેલ વિશ્વના બીજા નંબરના સૌથી મોટા સીરામીક ઉદ્યોગની તો સીરામીક ઉદ્યોગમાં નેચરલ ગેસ અને પ્રોપેન ગેસનો ઉપયોગ કરીને સીરામીક પ્રોડક્ટનું ઉત્પાદન કરવામાં આવે છે જોકે પ્રોપેન ગેસની સપ્લાય છેલ્લા બે દિવસથી બંધ થઈ ગઈ હોવાના કારણે કારખાનેદારો પાસે પ્રોપેન ગેસનું જે સ્ટોરેજ હતું તેનો ઉપયોગ કરીને સીરામીક પ્રોડક્ટનું ઉત્પાદન થઈ ગયું છે અને હવે ગેસ ન હોવાના કારણે ક્રમશઃ મોરબીના જુદા જુદા વિસ્તારની અંદર સીરામીકના કારખાના બંધ થવા લાગ્યા છે અને અત્યારે બંધ થતા સિરામિકના કારખાના પુનઃ ક્યારે શરૂ થશે તે હાલમાં કહેવું મુશ્કેલ છે કારણ કે ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે જે યુદ્ધની સ્થિતિ છે તે જોતા પરિસ્થિતિ થાળે પડે અને પુનઃ પ્રોપેન ગેસની સપ્લાયની ગાડી પાટે ચડે ત્યાર પછી જ મોરબીના સીરામીક ઉદ્યોગની ગાડી પાટે ચડશે તેવું કહીએ તો તેમાં જરા પણ અતિશયોક્તિ નથી. 

મોરબીના સીરામીક ઉદ્યોગપતિ હિતેશભાઈ દેત્રોજાએ માહિતી આપતો જણાવ્યું હતું કે મોરબીની આસપાસમાં જે સીરામીકના કારખાના આવેલા છે તેમાં પ્રત્યેક કારખાનામાં સરેરાશ 250 થી 300 જેટલા લોકોને રોજગારી મળતી હોય છે જોકે હાલની પરિસ્થિતિમાં ગેસ ન મળવાના કારણે પ્રોપેન ગેસ આધારિત સિરામિક કારખાના બંધ થવા લાગ્યા છે પરંતુ ત્યાં રોજગારી મેળવતા શ્રમિકો અને તેના પરિવારજનો હેરાન ન થાય તે માટે કારખાનેદારો અને કારખાનામાં જુદી જુદી કામગીરી માટે કોન્ટ્રાક્ટ રાખનારા કોન્ટ્રાક્ટર દ્વારા તેઓના શ્રમિકો માટે રહેવા માટેની અને રાશનની વ્યવસ્થા કરવામાં આવેલ છે કેમકે શ્રમિકો અત્યારે કારખાના બંધ થાય છે ત્યારે જો પોતાના વતનમાં જતા રહે તો ત્યાંથી પરત આવતા ઓછામાં ઓછા 30 થી 40 દિવસ જેટલો સમય લાગે છે અને જો તે દરમિયાન ગેસનો પુરવઠો મળતો થાય અને કારખાના શરૂ કરવા હોય તો શ્રમિકોના અભાવે કારખાના શરૂ ન થાય તેવી સ્થિતિ ઉદ્ભવી શકે છે જેથી શ્રમિકો મોરબીથી પલાયન ન કરે અને તેઓને રહેવા તેમજ જમવામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે કારખાનાની અંદર જ વ્યવસ્થા કરવામાં આવેલ છે. 

અત્રે ઉલ્લેખની છે કે, મોરબીના સીરામીક કારખાનાઓમાં રોજગારી મેળવવા માટે ગુજરાતના જુદા જુદા જિલ્લાઓ તથા દેશના જુદા જુદા રાજ્યમાંથી શ્રમિકો પોતાના પરિવાર સાથે આવતા હોય છે અને તેઓને રહેવા માટે જે તે કારખાનાની લેબર કોલોનીમાં કવાર્ટર આપવામાં આવતા હોય છે જોકે, હાલમાં કારખાના બંધ થયા છે ત્યારે શ્રમિકોની આવક બંધ થઈ છે પરંતુ કારખાના બંધ હોવા છતાં શ્રમિકો તેઓના લેબર કવાર્ટરમાં રહી શકે અને તેઓને જીવન જરૂરિયાત માટે જરૂરી રાશન મળી રહે તેના માટેની વસ્તુઓએ શ્રમિકો કારખાનાની આસપાસમાં આવેલ જે દુકાનેથી માલ લેતા હોય છે ત્યાંથી તેઓને રાશન સહિતની વસ્તુઓ મળતી રહે તેના માટેની વ્યવસ્થા કારખાનેદાર કે પછી કોન્ટ્રાક્ટર દ્વારા કરી આપવામાં આવેલ છે. જોકે, હાલમાં ગેસ ન મળવાના કારણે જે સીરામીકના કારખાના બંધ થયા છે તે પુનઃ ક્યારે શરૂ થશે તે તો આગામી સમય જ બતાવશે.






Latest News