મોરબી ફાયરની ટીમે રાત્રે ૧૨ વાગ્યે મહેન્દ્રનગર નજીક લીફ્ટમાં ફસાયેલા છ લોકોનું કર્યુ રેક્સ્યું મોરબીમાં વૈભવ હોટલ નીચે આવેલ ઓફિસમાં જુગાર રમતા ત્રણ શખ્સ ઝડપાયા મોરબીના ટિંબડી નજીક લેબર કોલોનીમાં પગથિયાં ઉપરની લપસી પડતાં ઇજા પામેલા યુવાનનું મોત: બેલા નજીક કારખાનામાં શૉટ લગતા યુવાનનું મોત ટંકારાના સરાયા ગામ પાસે કૂવાના પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત તું અમને જોઈતી નથી અને તને રાખવી નથી તેવું પતિએ કહેતા ટંકારામાં પરિણીતા એસિડ પી ગઈ: 5 સામે ફરિયાદ વાંકાનેરના સરધારકા ગામે ઘેટા બકરાને કેમ ચલાવતો નથી કહીને આધેડને પાઇપ વડે માર માર્યો જમીન કૌભાંડ: હળવદના કાવડિયા ગામે 1990 માં અવસાન પામેલા અપરણિત વૃદ્ધની 2025 માં પૌત્રી પ્રગટ થઈ ! મોરબીમાં મહિલાની સાથે માથાકૂટ કરીને ઝાપટો મારીને હાથની આંગળીમાં બચકું ભરી લીધું
Breaking news
Morbi Today

મોરબી માળિયા હાઇવે રોડ ઉપરથી પસાર થતી કારમાં આગ લાગતા કાર બળીને ખાખ


SHARE







મોરબી માળિયા હાઇવે રોડ ઉપરથી પસાર થતી કારમાં આગ લાગતા કાર બળીને ખાખ

મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ ટીંબડી ગામના પાટીયા પાસેથી વહેલી સવારે સ્વીફટ કાર પસાર થઈ રહી હતી ત્યારે કોઈ કારણોસર અકસ્માતે તે કારમાં આગ લાગી હતી અને આ બનાવની મોરબી મહાનગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરતા ફાયરની ટીમ ત્યાં પહોંચી હતી અને કારમાં લાગેલી આગને કાબુમાં લેવા માટેના પ્રયત્નો શરૂ કર્યા હતા જોકે કારમાં લાગેલી આગ કાબુમાં આવી ત્યાં સુધીમાં કાર સંપૂર્ણ બળીને ખાખ થઇ ગઇ હતી.

હાલમાં ફાયર વિભાગના અધિકારી સૂત્રો પાસેથી મળતી વિગત પ્રમાણે વહેલી સવારે ચારેક વાગ્યે મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ ટીંબડી ગામના પાટીયા પાસેથી સ્વીફટ કાર નંબર જીજે 36 એજે 2116 પસાર થઈ રહી હતી તે કારમાં કોઈ કારણોસર આગ લાગી હોવાની ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી જેથી ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચીને કારમાં લાગેલી આગને કાબુમાં લેવા માટેના પ્રયત્નો શરૂ કર્યા હતા અને કારમાં લાગેલી આગ કાબુમાં આવી ત્યાં સુધીમાં કાર બળૂને સંપૂર્ણ ખાખ થઈ ગઈ હતી જોકે કારમાં આગ લાગતાની સાથે જ કારમાં બેઠેલ વ્યક્તિ નીચે ઉતરી ગઈ હોવાના કારણે આ બનાવની અંદર કોઈ જાનહાની થયેલ નથી.






Latest News