મોરબી ફાયરની ટીમે રાત્રે ૧૨ વાગ્યે મહેન્દ્રનગર નજીક લીફ્ટમાં ફસાયેલા છ લોકોનું કર્યુ રેક્સ્યું મોરબીમાં વૈભવ હોટલ નીચે આવેલ ઓફિસમાં જુગાર રમતા ત્રણ શખ્સ ઝડપાયા મોરબીના ટિંબડી નજીક લેબર કોલોનીમાં પગથિયાં ઉપરની લપસી પડતાં ઇજા પામેલા યુવાનનું મોત: બેલા નજીક કારખાનામાં શૉટ લગતા યુવાનનું મોત ટંકારાના સરાયા ગામ પાસે કૂવાના પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત તું અમને જોઈતી નથી અને તને રાખવી નથી તેવું પતિએ કહેતા ટંકારામાં પરિણીતા એસિડ પી ગઈ: 5 સામે ફરિયાદ વાંકાનેરના સરધારકા ગામે ઘેટા બકરાને કેમ ચલાવતો નથી કહીને આધેડને પાઇપ વડે માર માર્યો જમીન કૌભાંડ: હળવદના કાવડિયા ગામે 1990 માં અવસાન પામેલા અપરણિત વૃદ્ધની 2025 માં પૌત્રી પ્રગટ થઈ ! મોરબીમાં મહિલાની સાથે માથાકૂટ કરીને ઝાપટો મારીને હાથની આંગળીમાં બચકું ભરી લીધું
Breaking news
Morbi Today

મોરબી મનપાની એસ્ટેટ શાખા એ શહેરના જુદા જુદા વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણો દૂર કર્યા


SHARE







મોરબી મનપાની એસ્ટેટ શાખા એ શહેરના જુદા જુદા વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણો દૂર કર્યા

મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરના હદમાં આવતા વિસ્તારોને અનઅધિકૃત દબાણથી મુક્ત કરવા એસ્ટેટ શાખાની  ટીમ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી, જે કામગીરી અંતર્ગત મોરબી મનપાની દબાણ શાખાએ શક્તિ ચોકથી ગાંધી ચોક (મહાનગરપાલિકાની મુખ્ય ઓફીસ)સુધી, પંચાસર રોડ, વાવડી રોડ મહિતના વિસ્તારો પર ગેરકાયદેસર દબાણ દૂર કર્યા હતા.

મોરબી મનપાની એસ્ટેટ અને દબાણ શાખા દ્વારા શહેરના જાહેર માર્ગો પર કોઈ પણ પ્રકારની અડચણ ઊભી ન થાય શહેરમાં વાહન વ્યવહાર સરળ અને સુગમ રહે તે માટે ગેરકાયદેસર દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી, મોરબી મનપાની એસ્ટેટ શાખાએ શહેરના હાદ સમા જાહેર માર્ગો પરથી અનઅધિકૃત દબાણો દુર કર્યા હતા, જે કામગીરી અંતર્ગત એસ્ટેટ શાખાએ શક્તિ ચોકથી ગાંધી ચોક સુધી, પંચાસર રોડ, વાવડી રોડ પરના નગરના હાદ સમા વિસ્તાર પર વાહન વ્યવહારની અડચણરૂપ ગેરકાયદેસર દબાણ દૂર કર્યા હતા. અને એસ્ટેટ શાખાની આ કામગીરી દરમિયાન જાહેર માર્ગો પર દબાણ કરતાં વેપારીઓ પાસેથી અંદાજિત 11,300 નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. વધુમાં તાજેતરના હોળી અને ધૂળેટીના પવિત્ર તહેવારને ધ્યાનમાં રાખીને, શ્રદ્ધાળુઓ અને નાગરિકોને તહેવારની સામગ્રી સરળતાથી મળી રહે તે માટે એસ્ટેટ વિભાગ દ્વારા શહેરના નિર્ધારિત વિવિધ રોડ પર શરતોને આધીન રહીને હંગામી સ્ટોલ ઉભા કરવાની મંજૂરી આપવામાં આવી છે.






Latest News