મોરબી : જાગો ગ્રાહક જાગો યોજનાની સાર્થક કરવા ન્યાયમૂર્તિ પી.સી.રાવલને એક્ષટેન્શન આપવા માંગ રાજકોટથી મોરબી આવી રહેલા કાર રોડ ઉપર 8થી 10 પલટી ખાઈ જતાં કારમાં બેઠેલા 3 પૈકીનાં 2 યુવાનોના મોત પ્રમાણિક્તા: મોરબીમાં રોકડ-દાગીના ભરેલ થૈલી પરત કરી મોરબીમાં પેટ્રોલ પંપ ગાડી આગળ લેવાનું કહેતા કર્મચારીને 4 શખ્સોએ ધોકા વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી મોરબીમાં વિજય ટોકીઝ પાસે 108 અને કાર વચ્ચે અકસ્માત થતાં ઇએમટી મહિલા કર્મચારીને માથામાં ગંભીર ઇજા-મણકામાં ફેક્ચર મોરબીનું માર્કેટ યાર્ડ આજેથી ફરી ધમધમતું: મહુર્તના સોદામાં કપાસના 1900, મગફળીના 1600 અને જીરૂના 5400 નો ભાવ આવ્યો મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના નિવાસ સ્થાને સ્નેહ મિલનના કાર્યક્રમનું આયોજન મોરબી જીલ્લાની 349 ગ્રામ પંચાયતના સરપંચ પદ માટે અનામત બેઠકોનું જાહેરનામું પ્રસિદ્ધ
Breaking news
Morbi Today

મોરબી પેપર મિલ્સ એસો.ની જીએમડીસી સમક્ષ મુશ્કેલીના સમયમાં લિગ્નાઈટના ભાવમાં સ્થિરતા જાળવવાની માંગ


SHARE































મોરબી પેપર મિલ્સ એસો.ની જીએમડીસી સમક્ષ મુશ્કેલીના સમયમાં લિગ્નાઈટના ભાવમાં સ્થિરતા જાળવવાની માંગ

વર્તમાન વૈશ્વિક યુદ્ધ જેવી પરિસ્થિતિને કારણે ઉદ્યોગોને ઊભી થયેલી પડકારજનક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર તથા Gujarat Mineral Development Corporation (GMDC) દ્વારા ઉદ્યોગો સાથે સક્રિય સંવાદ શરૂ કરવામાં આવ્યો છે. આ સંદર્ભમાં મોરબી ખાતે મોરબી પેપર મિલ્સ એસોસિએશન અને GMDC વચ્ચે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં GMDC તરફથી ડેપ્યુટી જનરલ મેનેજર (કોલ) નીરજ પરીક અને GMDC મોરબી તરફથી ડી.કે. જૈન ઉપસ્થિત રહ્યા હતા. મોરબી પેપર મિલ્સ એસોસિએશન તરફથી પ્રમુખ શૈલેશ દેત્રોજા, ઉપપ્રમુખ દિનેશ હરિપરા તથા એસો.ના અન્ય સભ્યો હાજર રહ્યા હતા.

આ બેઠક દરમિયાન હાલ ચાલી રહેલી વૈશ્વિક પરિસ્થિતિને કારણે પેપર ઉદ્યોગ સામે ઊભી થયેલી સમસ્યાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને આયાતી વેસ્ટ પેપરના વધતા ભાવ, સમુદ્રી ભાડામાં થયેલા વધારા અને સપ્લાય ચેઇનમાં આવેલા વિક્ષેપને કારણે પેપર ઉદ્યોગ પર વધારાનો આર્થિક બોજ પડી રહ્યો છે. કારણ કે ભારતના મોટા ભાગના પેપર મિલો આયાતી વેસ્ટ પેપર પર આધારિત છે.

આ પરિસ્થિતિમાં મોરબી પેપર મિલ્સ એસોસિએશને GMDC સમક્ષ કેટલીક મહત્વપૂર્ણ રજૂઆતો કરી હતી, જેમાં ખાસ કરીને મુશ્કેલ સમયગાળામાં લિગ્નાઇટના ભાવમાં સ્થિરતા જાળવવા, નિયમિત ખરીદદારોને પ્રાથમિકતા સાથે એલોકેશન આપવાનું ચાલુ રાખવા તથા લિગ્નાઇટની ગુણવત્તામાં સ્થિરતા જાળવવા જેવી માંગણીઓ સામેલ છે.

મોરબીનો પેપર ઉદ્યોગ પ્રદેશમાં મોટા પાયે રોજગારી ઊભી કરતો મહત્વનો ઉત્પાદન ક્ષેત્ર છે અને તેની સ્થિરતા માટે ઊર્જા પુરવઠો ખૂબ જ મહત્વપૂર્ણ છે. GMDC અને પેપર ઉદ્યોગ બંને એક જ ઔદ્યોગિક વ્યવસ્થાનો ભાગ હોવાથી પરસ્પર સહકાર દ્વારા ઉદ્યોગના વિકાસને વધુ મજબૂત બનાવી શકાય છે.

મોરબી પેપર મિલ્સ એસોસિએશન ગુજરાત સરકાર, મોરબી વિસ્તારના ધારાસભ્યો દુલર્ભજીભાઈ દેથરિયા અને ધારાસભ્ય તેમજ મંત્રી કાંતિભાઈ અમૃતિયા તથા GMDCના અધિકારીઓનો આભાર વ્યક્ત કરે છે કે તેઓએ ઉદ્યોગોની સમસ્યાઓને ગંભીરતાથી સાંભળી અને આ મુશ્કેલ સમયમાં ઉદ્યોગોને સહકાર આપવા માટે સકારાત્મક અભિગમ દર્શાવ્યો છે.

એસોસિએશનને આશા છે કે સરકાર અને GMDC તરફથી મળતા સહકારથી મોરબીનો પેપર ઉદ્યોગ આ પડકારજનક સમયગાળામાં પણ સ્થિર રીતે આગળ વધશે અને પ્રદેશના ઔદ્યોગિક વિકાસમાં યોગદાન આપતો રહેશે.












Latest News