મોરબીમાં રહેતા યુવાન સાથે ઈન્સ્ટાગ્રામમાં મેસેજથી વાતચીત કર્યા બાદ યુવતી સહિત કુલ 5 વ્યક્તિઓ દ્વારા 12 લાખની માંગણી ! વાંકાનેરમાં બંધ મકાનને નિશાન બનાવીને રોકડ તથા સોના-ચાંદીના દાગીના મળી 3.55 લાખના મુદ્દામાલની ચોરી વાંકાનેરના લાલપર પાસે કાર ચાલકે સ્કૂટીને પાછળથી ટક્કર મારતા યુવાનને માથામાં હેમરેજ અને ફ્રેક્ચર જેવી ગંભીર ઇજા ટંકારા નજીક કાર પલટી જતા સર્જાયેલ અકસ્માતમાં 2 યુવાનોના મોત મામલે મૃતક કાર ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં રેલવેના પાટા ક્રોસ કરતા વૃદ્ધ ટ્રેનની ઝડપે ચડી જતા મોત મોરબીના ડાયમંડનગર પાસેથી જુદી જુદી 2 બોલેરો ગાડીમાંથી 16 નંગ પાડા-પાડીને કતલખાને લઈ જતા બચાવ્યા મોરબી : જાગો ગ્રાહક જાગો યોજનાની સાર્થક કરવા ન્યાયમૂર્તિ પી.સી.રાવલને એક્ષટેન્શન આપવા માંગ રાજકોટથી મોરબી આવી રહેલા કાર રોડ ઉપર 8થી 10 પલટી ખાઈ જતાં કારમાં બેઠેલા 3 પૈકીનાં 2 યુવાનોના મોત
Breaking news
Morbi Today

પાયલોટિંગ સાથે અબોલજીવને કતલખાને લઈ જવાનો મામલો: મોરબીમાં રાજકોટના બે સહિત 5 શખ્સો સામે ગુનો નોંધાયો, 4.51 લાખનો મુદામાલ કબ્જે


SHARE































પાયલોટિંગ સાથે અબોલજીવને કતલખાને લઈ જવાનો મામલો: મોરબીમાં રાજકોટના બે સહિત 5 શખ્સો સામે ગુનો નોંધાયો, 4.51 લાખનો મુદામાલ કબ્જે

કચ્છ બાજુથી  માળીયા થઈને મોરબી તરફ આવી રહેલા વાહનામાં ક્રૂરતાપૂર્વક અબોલજીવને બાંધીને કતલખાને લઈ જવામાં આવી રહ્યા છે તેવી માહિતી મોરબીના ગૌરક્ષકોને મળી હતી જેથી વાહનની વોચ રાખવામા આવી હતી અને મળેલ બાતમી મુજબના વાહનનો પીછો કરીને મોરબીની દલવાડી ચોકડી પાસે અશોક બડા દોસ્ત ગાડીને રોકીને પોલીસની હાજરીમાં ચેક કરી હતી ત્યારે તેમાંથી કતલખાને લઈ જવાતા 17 પાડા મળી આવ્યા હતા જેથી પાડા અને વાહન મળીને 4.51 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો અને હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે 5 શખ્સોની સામે ગુનો નોંધાયો છે.

વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, અખિલ વિશ્વ ગૌસંવર્ધન પરિષદ દિલ્હી ગુજરાત, હિન્દુ યુવા વાહિની ગૌરક્ષાને બાતમી મળી હતી કે, કચ્છથી મીતાણા બાજુ કતલ કરવાના ઇરાદે 17 અબોલજીવને અશોક બડા દોસ્ત ગાડી નંબર જીજે 36 વી 3801 ગાડીમાં ભરીને લઈ જવામા આવી રહ્યા છે જેથી કરીને ગૌરક્ષકની ટિમ દ્વારા વોચ રાખવામા આવી હતી અને મળેલ બાતમી મુજબની ગાડીનો પીછો કરીને મોરબી બાયપાસ રોડ ઉપર આવેલ દલવાડી સર્કલ નજીક રોકવામાં આવી હતી અને પોલીસની હાજરીમાં તે ગાડીને ચેક કરવામાં આવતા તેમાંથી ક્રૂરતાપૂર્વક બાંધેલી હાલતમાં 17 પાડા મળી આવ્યા હતા જેથી કરીને વાહન ચાલકની પૂછપરછ કરતા તેની પાસે કોઈ પણ પરમિટ ન હોવાનું સામે આવ્યું હતું અને કચ્છથી ભરેલા અબોલજીવને રાજકોટ ભાવિન પટેલને ત્યાં અને તેનો સાથી અરમાન અને આશિફ રહે. રાજકોટ ઉતારવાના હતા અને તે બંને સાથે પોત પોતાની ગાડી લઈને પાયોટીંગ આપતા  હતા અને જે પૈકીની એક કાર ભાવિન પટેલ અને બીજી કાર અરમાન ચલાવી રહ્યો હતો જે તે સમયે પોલીસે પાડા ભરેલા વાહન સાથે અનવર સલીમભાઈ શેખને પકડીને 51 હજાર રૂપિયાની કિંમતના પાડા તથા 4 લાખ રૂપિયાની કિંમતનું વાહન આમ કુલ મળીને 4,51,000 ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને આ બનાવ સંદર્ભે મોરબીના પીપળી ગામે રહેતા વૈભવભાઈ જીતેશભાઈ ઝાલરીયાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અનવર સલીમભાઈ શેખ રહે. રણછોડનગર મોરબી, ફરહાન ઉર્ફે તોફિક અનવરભાઈ પીલુડિયા રહે. ટંકારા, અરમાન કુરેશી રહે. રાજકોટ, સાહિલ કુરેશી રહે.રાજકોટ તથા ભાવિનભાઈ ઘનશ્યામભાઈ પટેલ રહે.રાજકોટ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.












Latest News