મોરબી ફાયરની ટીમે રાત્રે ૧૨ વાગ્યે મહેન્દ્રનગર નજીક લીફ્ટમાં ફસાયેલા છ લોકોનું કર્યુ રેક્સ્યું મોરબીમાં વૈભવ હોટલ નીચે આવેલ ઓફિસમાં જુગાર રમતા ત્રણ શખ્સ ઝડપાયા મોરબીના ટિંબડી નજીક લેબર કોલોનીમાં પગથિયાં ઉપરની લપસી પડતાં ઇજા પામેલા યુવાનનું મોત: બેલા નજીક કારખાનામાં શૉટ લગતા યુવાનનું મોત ટંકારાના સરાયા ગામ પાસે કૂવાના પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત તું અમને જોઈતી નથી અને તને રાખવી નથી તેવું પતિએ કહેતા ટંકારામાં પરિણીતા એસિડ પી ગઈ: 5 સામે ફરિયાદ વાંકાનેરના સરધારકા ગામે ઘેટા બકરાને કેમ ચલાવતો નથી કહીને આધેડને પાઇપ વડે માર માર્યો જમીન કૌભાંડ: હળવદના કાવડિયા ગામે 1990 માં અવસાન પામેલા અપરણિત વૃદ્ધની 2025 માં પૌત્રી પ્રગટ થઈ ! મોરબીમાં મહિલાની સાથે માથાકૂટ કરીને ઝાપટો મારીને હાથની આંગળીમાં બચકું ભરી લીધું
Breaking news
Morbi Today

મોરબીમાં અગાઉ થયેલ માથાકૂટનું સમાધાન કરવા માટે બોલાવીને યુવાનને લોખંડના પાઇપ વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી


SHARE







મોરબીમાં અગાઉ થયેલ માથાકૂટનું સમાધાન કરવા માટે બોલાવીને યુવાનને લોખંડના પાઇપ વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી

મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા યુવાનને અગાઉ થયેલ માથાકૂટ બાબતે સમાધાન કરવા માટે ચાર ગોદામ પાસે બોલાવ્યો હતો અને ત્યારબાદ ત્યાં તેને લોખંડના પાઇપ વડે પગ અને વાસામાં માર મારવામાં આવ્યો હતો તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી જા પામેલા યુવાને સારવાર લીધા બાદ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મહિલા સહિત કુલ ત્રણ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવી શરૂ કરેલ છે

મોરબીના વીસીપરા વિસ્તારમાં ધોળેશ્વર રોડ ઉપર કેશવાનંદ બાપુના આશ્રમની સામેના ભાગમાં આવેલ કુલીનગર-1 માં રહેતા ઇમરાનભાઈ હનીફભાઈ સુમરા (35) હાલમાં આસીફભાઇ હુશેનભાઇ સુમરા, અરબાઝભાઇ હુશેનભાઇ સુમરા અને સલમાબેન હુસેનભાઈ સુમરા રહે.બધા વીસીપરા ચાર ગોદામ પાસે મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે અગાઉ તેને સલમાબેન સાથે માથાકૂટ થઈ હતી જે બાબતે સમાધાન કરવા માટે આશિફભાઈ અને અરબાઝભાઈએ ફરિયાદીને બોલાવ્યો હતો જેથી તે ચાર ગોદામ પાસે ગયો હતો ત્યારે ફરિયાદી યુવાનને પીઠના ભાગે લોખંડના પાઇપ વડે મારમારીને ઇજા કરવામાં આવી હતી તેમજ બંને પગ ઉપર લોખંડના પાઇપ મારવામાં આવ્યા હતા તથા સલમાબેન દ્વારા યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ હાલમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મહિલા સહિત કુલ ત્રણ વ્યક્તિઓ સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મારામારીમાં ઇજા

મોરબીના વીસીપરા વિસ્તારમાં મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં ઇમરાન હનીફભાઈ (35) નામના યુવાનને ઇજા થઈ હતી જેથી કરીને તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

છરી-ધોકા વડે મારમાર્યો

મોરબીમાં આવેલ કુબેર ટોકીઝ પાસે પાણીના ટાંકા નજીક મારામારીનો બનાવ કર્યો હતો જે બનાવમાં પિયુષ બાબુભાઈ કુંવરિયા (40) નામના યુવાનને છરી અને ધોકા વડે મારમારીને ઇજા કરવામાં આવી હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી






Latest News