મોરબી ફાયરની ટીમે રાત્રે ૧૨ વાગ્યે મહેન્દ્રનગર નજીક લીફ્ટમાં ફસાયેલા છ લોકોનું કર્યુ રેક્સ્યું મોરબીમાં વૈભવ હોટલ નીચે આવેલ ઓફિસમાં જુગાર રમતા ત્રણ શખ્સ ઝડપાયા મોરબીના ટિંબડી નજીક લેબર કોલોનીમાં પગથિયાં ઉપરની લપસી પડતાં ઇજા પામેલા યુવાનનું મોત: બેલા નજીક કારખાનામાં શૉટ લગતા યુવાનનું મોત ટંકારાના સરાયા ગામ પાસે કૂવાના પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત તું અમને જોઈતી નથી અને તને રાખવી નથી તેવું પતિએ કહેતા ટંકારામાં પરિણીતા એસિડ પી ગઈ: 5 સામે ફરિયાદ વાંકાનેરના સરધારકા ગામે ઘેટા બકરાને કેમ ચલાવતો નથી કહીને આધેડને પાઇપ વડે માર માર્યો જમીન કૌભાંડ: હળવદના કાવડિયા ગામે 1990 માં અવસાન પામેલા અપરણિત વૃદ્ધની 2025 માં પૌત્રી પ્રગટ થઈ ! મોરબીમાં મહિલાની સાથે માથાકૂટ કરીને ઝાપટો મારીને હાથની આંગળીમાં બચકું ભરી લીધું
Breaking news
Morbi Today

મોરબીમાં ભરણપોષણનો કેસ કરનાર પરણીતાના ઘરે જઈને પતિ સહિત બે વ્યક્તિઓએ માર મારીને આપી જાનથી મારી નાખવાની ધમકી


SHARE







મોરબીમાં ભરણપોષણનો કેસ કરનાર પરણીતાના ઘરે જઈને પતિ સહિત બે વ્યક્તિઓએ માર મારીને આપી જાનથી મારી નાખવાની ધમકી

મોરબીના ભડિયાદ કાટા પાસે આવેલ માહી એપાર્ટમેન્ટમાં માવતરના ઘરે રહેતી પરણીતાએ તેના પતિ સામે ભરણપોષણનો કેસ કરેલો છે જે બાબતનો ખારાખીને પતિ સહિત કુલ બે વ્યક્તિઓ તેના ઘરે આવ્યા હતા અને મહિલાને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે

મોરબીના ભડીયાદ કાંટે માહી એપાર્ટમેન્ટ બ્લોક નંબર 202 માં રહેતા પુષ્પાબેન રાકેશભાઈ સાગઠીયા (37)હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેના પતિ રાકેશભાઈ દેવજીભાઈ સાગઠીયા અને ચિરાગ અમૃતભાઈ સાગઠીયા રહે. બંને મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેઓએ જણાવ્યુ છે કે છેલ્લા ત્રણેક વર્ષથી તેઓ પોતાના માવતરના ઘરે રિસામણે છે અને તેના પતિ રાકેશભાઈ સાગઠીયા સામે તેણે મોરબીની કોર્ટમાં ભરણપોષણની ફરિયાદ કરેલ છે જે બાબતનો ખા રાખીને ફરિયાદીને તેના પતિ અવારનવાર હેરાન પરેશાન કરતા હતા અને બંને આરોપીઓ ગત તા. 7 ના રોજ સાંજે 7:30 વાગ્યાના અરસામાં ફરિયાદીના ઘરે આવ્યા હતા અને ત્યાં તેને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને ઢીકાપાટુનો મારમારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ મહિલા દ્વારા સારવાર લીધા બાદ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News