મોરબીમાં વૈભવ હોટલ નીચે આવેલ ઓફિસમાં જુગાર રમતા ત્રણ શખ્સ ઝડપાયા મોરબીના ટિંબડી નજીક લેબર કોલોનીમાં પગથિયાં ઉપરની લપસી પડતાં ઇજા પામેલા યુવાનનું મોત: બેલા નજીક કારખાનામાં શૉટ લગતા યુવાનનું મોત ટંકારાના સરાયા ગામ પાસે કૂવાના પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત તું અમને જોઈતી નથી અને તને રાખવી નથી તેવું પતિએ કહેતા ટંકારામાં પરિણીતા એસિડ પી ગઈ: 5 સામે ફરિયાદ વાંકાનેરના સરધારકા ગામે ઘેટા બકરાને કેમ ચલાવતો નથી કહીને આધેડને પાઇપ વડે માર માર્યો જમીન કૌભાંડ: હળવદના કાવડિયા ગામે 1990 માં અવસાન પામેલા અપરણિત વૃદ્ધની 2025 માં પૌત્રી પ્રગટ થઈ ! મોરબીમાં મહિલાની સાથે માથાકૂટ કરીને ઝાપટો મારીને હાથની આંગળીમાં બચકું ભરી લીધું મોરબીના પાનેલી ગામે ઘર પાસે ગાળો બોલતા શખ્સને ના પાડવા ગયેલ યુવતી અને તેની દાદીને પાઇપ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીની રવિરાજ ચોકડીના પુલ ઉપર આગળ જતા વાહનની પાછળ ક્રેટા ગાડી અથડાતા માથા અને શરીરે ઇજા થતાં યુવાનનું મોત


SHARE







મોરબીની રવિરાજ ચોકડીના પુલ ઉપર આગળ જતા વાહનની પાછળ ક્રેટા ગાડી અથડાતા માથા અને શરીરે ઇજા થતાં યુવાનનું મોત

મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ લક્ષ્મીનગર ગામ પાસે રવિરાજ ચોકડીના પુલ ઉપરથી યુવાન પોતાની ક્રેટા ગાડી લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે આગળ જઈ રહેલા અજાણ્યા વાહનમાં પાછળના ભાગે ક્રેટા ગાડી અથડાઇ હતી જેથી અકસ્માત થયો હતો અને આ બનાવમાં યુવાનને માથામાં અને શરીરે ગંભીર ઇજા થઈ હતી જેથી કરીને યુવાનું મોત નીપજયું હતું અને આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના પિતાની ફરિયાદ લઈને પોલીસે ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ ધોરાજી તાલુકાના મોટી વાવડી ગામનો રહેવાસી અને હાલમાં મોરબી શહેરના સામાકાંઠે આવેલ શ્રીમદ રાજ સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતો અને સીરામીક કારખાનામાં કામ કરતો પ્રિતકુમાર નંદલાલભાઈ ભલોડિયા (27) નામનો યુવાન ગત તા. 2/3 ના રોજ રાત્રે 11:00 વાગ્યાના અરસામાં પોતાના હવાલા વાળી ક્રેટા ગાડી નંબર જીજે 36 એ એલ 1710 લઈને લક્ષ્મીનગર ગામ પાસે આવેલ રવિરાજ ચોકડીના પુલ ઉપરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે આગળ જઈ રહેલા કોઈ અજાણ્યા વાહનમાં પાછળના ભાગે તેણે ક્રેટા ગાડી અથડાવી હતી જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવવામાં મૃતક યુવાનને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું અને અકસ્માતના આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના પિતા નંદલાલભાઈ વલ્લભભાઈ ભાલોડીયા (58) રહે. મોટી વાવડી તાલુકો ધોરાજી વાળાની ફરિયાદ લઈને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે. વધુમાં મૃતક યુવાનના પિતા પાસેથી મળતી પ્રમાણે મૃતક યુવાન છેલ્લા પાંચેક વર્ષથી મોરબીમાં રહેતો હતો અને અહીં સિરામિક કારખાનામાં કામ કરતો હતો અને જે દિવસે અકસ્માત થયો હતો ત્યારે તે કારખાનેથી પરત પોતાના રૂમ તરફ જઈ રહ્યો હતો દરમિયાન અજાણ્યા કોઈ વાહનની પાછળના ભાગે તેની કાર અથડાઈ હતી જેથી અકસ્માત થયો હતો અને આ બનાવમાં યુવાનનું મોત નીપજયું છે.






Latest News