મોરબીમાં વૈભવ હોટલ નીચે આવેલ ઓફિસમાં જુગાર રમતા ત્રણ શખ્સ ઝડપાયા મોરબીના ટિંબડી નજીક લેબર કોલોનીમાં પગથિયાં ઉપરની લપસી પડતાં ઇજા પામેલા યુવાનનું મોત: બેલા નજીક કારખાનામાં શૉટ લગતા યુવાનનું મોત ટંકારાના સરાયા ગામ પાસે કૂવાના પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત તું અમને જોઈતી નથી અને તને રાખવી નથી તેવું પતિએ કહેતા ટંકારામાં પરિણીતા એસિડ પી ગઈ: 5 સામે ફરિયાદ વાંકાનેરના સરધારકા ગામે ઘેટા બકરાને કેમ ચલાવતો નથી કહીને આધેડને પાઇપ વડે માર માર્યો જમીન કૌભાંડ: હળવદના કાવડિયા ગામે 1990 માં અવસાન પામેલા અપરણિત વૃદ્ધની 2025 માં પૌત્રી પ્રગટ થઈ ! મોરબીમાં મહિલાની સાથે માથાકૂટ કરીને ઝાપટો મારીને હાથની આંગળીમાં બચકું ભરી લીધું મોરબીના પાનેલી ગામે ઘર પાસે ગાળો બોલતા શખ્સને ના પાડવા ગયેલ યુવતી અને તેની દાદીને પાઇપ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં કલેક્ટરના અધ્યક્ષસ્થાને વાસ્મો તથા પાણી સમિતિની બેઠક યોજાઈ


SHARE







મોરબીમાં કલેક્ટરના અધ્યક્ષસ્થાને વાસ્મો તથા પાણી સમિતિની બેઠક યોજાઈ

મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પાણી પુરવઠાની વ્યવસ્થાને વધુ વ્યાપક અને સુદ્રઢ બનાવવાના ઉમદા હેતુથી જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ (DWSC) અને જિલ્લા જલ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આગામી ઉનાળાની ઋતુને ધ્યાને રાખીને ગ્રામીણ વિસ્તારોમાં પાણીની સુવિધા માટે પાણી પુરવઠાના વિવિધ કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી.

બેઠક દરમિયાન હળવદ તાલુકાના કોયબા (હરિપર) ખાતે બોર શારકામ અને પમ્પિંગ મશીનરી તેમજ મોરબી તાલુકાના ઝીંઝુડા ગામે હયાત બોર પર નવી મશીનરી બેસાડવાના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી. કલેક્ટરશ્રીએ રણકાંઠાના છેવાડાના ગામોમાં પીવાના પાણી કોઈ સમસ્યા ન આવે તે બાબતે ખાસ સૂચના આપી હતી. ઉપરાંત ઘોડાધ્રોઈ ડેમ આધારિત ૮ ગામોના જૂથ માટેની યોજના અને  માળિયા-હળવદ તાલુકાની વિવિધ રજૂઆતોના હકારાત્મક નિકાલ તથા જલ અર્પણ કાર્યક્રમ અને ગતિ શક્તિ પોર્ટલની પ્રગતિ બાબતે સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એન.એસ. ગઢવી, જિલ્લા પાણી પુરવઠા અધિકારી અને વાસ્મોના યુનિટ મેનેજર એમ.એસ.દામા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પી.વી.શ્રીવસ્તાવ અને સબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.






Latest News