મોરબીમાં વૈભવ હોટલ નીચે આવેલ ઓફિસમાં જુગાર રમતા ત્રણ શખ્સ ઝડપાયા મોરબીના ટિંબડી નજીક લેબર કોલોનીમાં પગથિયાં ઉપરની લપસી પડતાં ઇજા પામેલા યુવાનનું મોત: બેલા નજીક કારખાનામાં શૉટ લગતા યુવાનનું મોત ટંકારાના સરાયા ગામ પાસે કૂવાના પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત તું અમને જોઈતી નથી અને તને રાખવી નથી તેવું પતિએ કહેતા ટંકારામાં પરિણીતા એસિડ પી ગઈ: 5 સામે ફરિયાદ વાંકાનેરના સરધારકા ગામે ઘેટા બકરાને કેમ ચલાવતો નથી કહીને આધેડને પાઇપ વડે માર માર્યો જમીન કૌભાંડ: હળવદના કાવડિયા ગામે 1990 માં અવસાન પામેલા અપરણિત વૃદ્ધની 2025 માં પૌત્રી પ્રગટ થઈ ! મોરબીમાં મહિલાની સાથે માથાકૂટ કરીને ઝાપટો મારીને હાથની આંગળીમાં બચકું ભરી લીધું મોરબીના પાનેલી ગામે ઘર પાસે ગાળો બોલતા શખ્સને ના પાડવા ગયેલ યુવતી અને તેની દાદીને પાઇપ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબી મનપાની યુ.સી.ડી શાખા દ્વારા વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરાઇ


SHARE







મોરબી મનપાની યુ.સી.ડી શાખા દ્વારા વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરાઇ

મોરબી મનપાના અર્બન કોમ્યુનીટી ડેવલોપમેન્ટ વિભાગ દ્વારા વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતું અને ડે. એન.યુ.એલ.એમ. યોજના અંતર્ગત સામાજિક અને સંસ્થાકીય વિકાસ ઘટક અંતર્ગત રચાયેલા સખી મંડળની બહેનોને વાસ્તવિક અર્થમાં સ્વાવલંબી બનાવવાના ઉમદા હેતુસર આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મહિલાઓ માટે રોજગારી, પરી, વ્યવસાય કરતી મહિલાઓ માટે વિવિધ સરકારી યોજનાઓ, બચત કાર્ડ, આરોગ્ય વિશે જાગૃતતા અને માર્ગદર્શન, મહિલાઓના અધિકારો વિષે ચર્ચા તથા ઘરે બેઠા કામગીરી દ્વારા આવક માટે ડેમો સહિતના મહત્વના મુદ્દાઓ વિષે ૭૦ જેટલા મહિલાઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. સાથો સાથે તેઓને સ્વાવલંબી બનાવા અંગેના દ્રઢ સંકલ્પ સાથે લાઈવ ડેમો અને હેલ્થ સેમીનાર યોજવામાં આવેલ હતો તથા ડે.એન.યુ.એલ.એમ. યોજના અંતર્ગત ધરવિહોણા લોકોને આશ્રય સ્થાન ઘટક અંતર્ગત મહાનગરપાલિકાના મહારાણીશ્રી નંદકુંવરબા આશ્રયગૃહ ખાતે પણ ઘરવિહોણા મહિલાઓ માટે પણ વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી મોરબી મહાનગરપાલિકાના કમિશનરના માર્ગદર્શન અને સૂચનો દ્વારા આ કાર્યક્રમને સંપૂર્ણ રીતે ઉજવવામાં આવ્યો હતો.






Latest News