ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો હળવદમાં ગાળો બોલવાની ના પડતાં યુવાનને તલવાર બતાવીને મારી નાખવાની ધમકી મોરબીના રવાપર ગામે કાર્ગો કાફેના પાર્ટનર-મેનેજરે યુવાનને માર માર્યો મોરબીમાં પેટ્રોલ પંપ ખાતે સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા વૃદ્ધનું હાર્ટ એટેકથી મોત મોરબીના યુવાનની છરીના ઘા મારીને હત્યા કરવાના ગુનામાં શિવમ રબારી સહિત 6 આરોપીની ગણતરીની કલાકમાં ધરપકડ: રિમાન્ડ લેવા તજવીજ
Breaking news
Morbi Today

મોરબીમાં પીએસઆઈ-કોન્સ્ટેબલની તૈયારી કરતી દીકરીઓને કોચિંગ ક્લાસનું આયોજન


SHARE













મોરબીમાં પીએસઆઈ-કોન્સ્ટેબલની તૈયારી કરતી દીકરીઓને કોચિંગ ક્લાસનું આયોજન

મોરબીમાં પીએસઆઈ-કોન્સ્ટેબલની ભરતી માટે તૈયારી કરતી દીકરીઓને નિવૃત્ત આર્મી ઓફિસર દ્વારા છેલ્લા બે વર્ષથી નિઃસ્વાર્થ ભાવે તાલીમ આપવામાં આવે છે જેમાં ખાસ કરીને સ્પોર્ટ્સ અને શારીરિક તાલીમ આપવામાં આવી રહી છે. જે અંતર્ગત આ વર્ષે પણ સતત સાડા ચાર મહિનાની ફિઝિકલ ટ્રેનિંગ પૂર્ણ કર્યા બાદ હવે લેખિત પરીક્ષા માટે તાલીમ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબીમાં નિવૃત્ત આર્મી ઓફિસર સહદેવસિંહ પી. ઝાલા દ્વારા પીએસઆઈ-કોન્સ્ટેબલની ભરતી માટે તૈયારી કરતી દીકરીઓને તાલીમ આપવામાં આવે છે જો કે, પ્રથમ વખત દાતાઓના સહયોગથી રાજકોટની સ્પર્ધાત્મક પરીક્ષાની એકેડમી દ્વારા ખૂબ જ રાહત દરે અને ટૂંકા સમયમાં કોચિંગ ક્લાસનું આયોજન કરાયું છે. આ ક્લાસમાં કોઈપણ જ્ઞાતિની બહેનો જોડાઈ શકે છે. અને તેના માટે દીકરીઓને રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. અને આ કોચિંગ ક્લાસમાં આર્થિક નબળા પરિવારની દીકરીઓને વિશેષ લાભ આપવામાં આવશે આ સેવાકાર્યમાં જે કોઈ દાતાઓ આર્થિક સહયોગ આપવા ઈચ્છતા હોય તે આપી શકે છે અને તેના દાનની રકમનો સંપૂર્ણ ઉપયોગ દીકરીઓની તાલીમ અને કોચિંગ ક્લાસ માટે જ વાપરવામાં આવશે. આ કોચિંગ ક્લાસ શનાળા રોડે આવેલ ઉમિયા સર્કલ નજીક વૈભવ નગર પાસે આવેલ ગીતાંજલિ સ્કૂલ ખાતે યોજાશે અને વધુ માહિતી માટે અને રજીસ્ટ્રેશન માટે સહદેવસિંહ પી. ઝાલાના મોબાઈલ નંબર 8875711843 ઉપર સંપર્ક કરવા માટે જણાવ્યુ છે.






Latest News