મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો હળવદમાં ગાળો બોલવાની ના પડતાં યુવાનને તલવાર બતાવીને મારી નાખવાની ધમકી મોરબીના રવાપર ગામે કાર્ગો કાફેના પાર્ટનર-મેનેજરે યુવાનને માર માર્યો મોરબીમાં પેટ્રોલ પંપ ખાતે સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા વૃદ્ધનું હાર્ટ એટેકથી મોત મોરબીના યુવાનની છરીના ઘા મારીને હત્યા કરવાના ગુનામાં શિવમ રબારી સહિત 6 આરોપીની ગણતરીની કલાકમાં ધરપકડ: રિમાન્ડ લેવા તજવીજ મોરબીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને પગેલ પોલીસનું ફૂટ પેટ્રોલીંગ મોરબીના શ્રી સોનીબજાર ઉપાશ્રયમાં શાસન સૈનિક શિબિરમાં બાળકોને જ્ઞાન, કર્મ, ભક્તિ, શૌર્ય, બલિદાન અને સંસ્કારનો ધર્મબોધ મોરબી: ચેક રીર્ટન કેસમાં આરોપીને ૧ વર્ષની કેદ, ડબલ રકમ ચુકવવા હુકમ
Breaking news
Morbi Today

મોરબીમાં વૃદ્ધાએ એપાર્ટમેન્ટની અગાસી ઉપર આવેલ ઓરડીમાં કરેલા આપઘાતના બનાવમાં એક મહિલા સહિત 8 સામે ગુનો નોંધાયો


SHARE













મોરબીમાં વૃદ્ધાએ એપાર્ટમેન્ટની અગાસી ઉપર આવેલ ઓરડીમાં કરેલા આપઘાતના બનાવમાં એક મહિલા સહિત 8 સામે ગુનો નોંધાયો

મોરબી શહેરમાં આવેલ ડિવાઇન પાર્કમાં સત્ય બી એપાર્ટમેન્ટની અગાસી ઉપર આવેલ ઓરડીમાં થોડા દિવસો પહેલા વૃદ્ધાએ ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો જે બનાવ સંદર્ભે હાલમાં મૃતક વૃદ્ધાના દીકરાએ તેની માતાને ધમકીઓ આપીને હેરાન પરેશાન કરનારા તે જ એપાર્ટમેંટમાં રહેતા એક મહિલા સહિત કુલ આઠ વ્યક્તિઓની સામે મારવા માટે મજબૂર કર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓ પકડવા માટે તજવીજ હાથ ધરી છે

મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ ડિવાઇન પાર્કમાં સત્ય બી એપાર્ટમેન્ટ બ્લોક નંબર 301 માં રહેતા નરેન્દ્રભાઈ છગનભાઈ પાંચોટિયા (44) એ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મનોજભાઈ રમણીકભાઈ આદ્રોજા, વિશાલભાઈ અમરશીભાઈ ઘોડાસરા, નિલેશભાઈ પ્રભુભાઈ બારૈયા, ભાવિકભાઈ કાળુભાઈ વિરમગામ, કેવલ કાળુભાઈ વિરમગામ, રમણીકભાઈ ઉર્ફે ધામી આદ્રોજા, નાનજીભાઈ જીવાણી અને વિલાસબેન રહે. બધા કંડલા બાયપાસ સત્ય બી એપાર્ટમેન્ટ મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, આરોપીઓએ ફરિયાદી તથા તેના પરિવાર સાથે અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને ફરિયાદીના માતા સવિતાબેન છગનભાઈ પાંચોટિયા (75) ને અવારનવાર ફરિયાદીની હાજરીમાં તથા ગેરહાજરીમાં ધાક ધમકીઓ આપી હતી અને ફરિયાદી તથા તેના પરિવારને નુકસાન કરવાની ધમકી આપી હતી આમ ફરિયાદીના માતાને ટોર્ચર કરીને હેરાન પરેશાન કરીને શારીરિક માનસિક ત્રાસ આપવામાં આવેલ હતો જેથી કરીને ફરિયાદીના માતા સવિતાબેન છગનભાઈ પાંચોટિયા (75) એ એપાર્ટમેન્ટના ધાબાની ઓરડીમાં પોતાની જાતે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું।જે બનાવ સંદર્ભે મૃતક વૃદ્ધના દીકરાએ તેની માતાએ મારવા માટે મજબૂર કરનારાઓની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News