મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો હળવદમાં ગાળો બોલવાની ના પડતાં યુવાનને તલવાર બતાવીને મારી નાખવાની ધમકી મોરબીના રવાપર ગામે કાર્ગો કાફેના પાર્ટનર-મેનેજરે યુવાનને માર માર્યો મોરબીમાં પેટ્રોલ પંપ ખાતે સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા વૃદ્ધનું હાર્ટ એટેકથી મોત મોરબીના યુવાનની છરીના ઘા મારીને હત્યા કરવાના ગુનામાં શિવમ રબારી સહિત 6 આરોપીની ગણતરીની કલાકમાં ધરપકડ: રિમાન્ડ લેવા તજવીજ મોરબીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને પગેલ પોલીસનું ફૂટ પેટ્રોલીંગ મોરબીના શ્રી સોનીબજાર ઉપાશ્રયમાં શાસન સૈનિક શિબિરમાં બાળકોને જ્ઞાન, કર્મ, ભક્તિ, શૌર્ય, બલિદાન અને સંસ્કારનો ધર્મબોધ મોરબી: ચેક રીર્ટન કેસમાં આરોપીને ૧ વર્ષની કેદ, ડબલ રકમ ચુકવવા હુકમ
Breaking news
Morbi Today

મોરબીમાં એપાર્ટમેન્ટમાં રહેતા લોકોના ત્રાસથી કંટાળીને વૃદ્ધાએ કરેલા આપઘાતના ગુનામાં મહિલા સહિત 8 આરોપીની ધરપકડ


SHARE













મોરબીમાં એપાર્ટમેન્ટમાં રહેતા લોકોના ત્રાસથી કંટાળીને વૃદ્ધાએ કરેલા આપઘાતના ગુનામાં મહિલા સહિત 8 આરોપીની ધરપકડ

મોરબીમાં આવેલ ડિવાઇન પાર્કમાં સત્ય બી એપાર્ટમેન્ટની અગાસી ઉપર થોડા દિવસો પહેલા વૃદ્ધાએ ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો ત્યાર બાદ વૃદ્ધના ઘરમાંથી સ્યૂસાઇટ નોટ મળી આવી હતી જેમાં વૃદ્ધાને એપાર્ટમેન્ટમાં રહેતા અન્ય લોકોમાંથી એક મહિલા સહિત 8 લોકો ધમકીઓ આપીને હેરાન પરેશાન કરતાં હતા જેનાથી કંટાળીને તેઓને આપઘાત કર્યો છે તેવો ઉલેખ કર્યો હતો હતો જેથી મૃતક વૃદ્ધાના દીકરાની ફરિયાદ લઈને પોલીસે વૃદ્ધને મારવા માટે મજબૂર કરનારાઓની સામે ગુનો નોંધીને તાત્કાલિક તેની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ ડિવાઇન પાર્કમાં સત્ય બી એપાર્ટમેન્ટ બ્લોક નંબર 301 માં રહેતા નરેન્દ્રભાઈ છગનભાઈ પાંચોટિયા (44)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મનોજભાઈ રમણીકભાઈ આદ્રોજા, વિશાલભાઈ અમરશીભાઈ ઘોડાસરા, નિલેશભાઈ પ્રભુભાઈ બારૈયા, ભાવિકભાઈ કાળુભાઈ વિરમગામ, કેવલ કાળુભાઈ વિરમગામ, રમણીકભાઈ ઉર્ફે ધામી આદ્રોજા, નાનજીભાઈ જીવાણી અને વિલાસબેન રહે. બધા કંડલા બાયપાસ સત્ય બી એપાર્ટમેન્ટ મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે

જેમાં ફરિયાદી જણાવ્યુ છે કે, આરોપીઓએ ફરિયાદી તથા તેના પરિવાર સાથે અગાઉ વર્ષ 2024 માં ઝઘડો કર્યો હતો અને સમાધાન કરવાનું કહીને એપાર્ટમેન્ટની અગાસી ઉપર બોલાવીને તેઓની સાથે મારા મારી કરી હતી ત્યારે પણ ફરિયાદ નોંધાવી હતી ત્યાર બાદ ફરિયાદીના માતા સવિતાબેન છગનભાઈ પાંચોટિયા (75) ને અવારનવાર ફરિયાદીની હાજરીમાં તથા ગેરહાજરીમાં ધાક ધમકીઓ આપી હતી અને ફરિયાદી તથા તેના પરિવારને નુકસાન કરવાની ધમકી આપવામાં આવતી હતી જેથી એપાર્ટમેન્ટમાં રહેતા લોકોના ટોર્ચરથી કંટાળીને ફરિયાદીના માતા સવિતાબેન પાંચોટિયાએ ગત તા. 5/3/25 ના રોજ એપાર્ટમેન્ટના ધાબા ઉપર જઈને ત્યાં સીડી સાથે દોરડું બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો.

ત્યાર બાદ વૃદ્ધના ઘરમાંથી તેને લખેલી સ્યૂસાઇટ નોટ મળી આવી હતી જેના આધારે પોલીસે તપાસ કરીને આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક વૃદ્ધના દીકરાની ફરિયાદ લઈને વૃદ્ધાને મારવા માટે મજબૂર કરવાનો એપાર્ટમેન્ટમાં રહેતી એક મહિલા સહિત કુલ 8 વ્યક્તિઓ સામે ગુનો નોંધ્યો હતો અને તપાસનીસ અધિકારી દ્વારા ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને તાત્કાલિક આ ગુનામાં મહિલા સહિત કુલ 8 આરોપીને પકડીને આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે. 






Latest News