મોરબી : જાગો ગ્રાહક જાગો યોજનાની સાર્થક કરવા ન્યાયમૂર્તિ પી.સી.રાવલને એક્ષટેન્શન આપવા માંગ રાજકોટથી મોરબી આવી રહેલા કાર રોડ ઉપર 8થી 10 પલટી ખાઈ જતાં કારમાં બેઠેલા 3 પૈકીનાં 2 યુવાનોના મોત પ્રમાણિક્તા: મોરબીમાં રોકડ-દાગીના ભરેલ થૈલી પરત કરી મોરબીમાં પેટ્રોલ પંપ ગાડી આગળ લેવાનું કહેતા કર્મચારીને 4 શખ્સોએ ધોકા વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી મોરબીમાં વિજય ટોકીઝ પાસે 108 અને કાર વચ્ચે અકસ્માત થતાં ઇએમટી મહિલા કર્મચારીને માથામાં ગંભીર ઇજા-મણકામાં ફેક્ચર મોરબીનું માર્કેટ યાર્ડ આજેથી ફરી ધમધમતું: મહુર્તના સોદામાં કપાસના 1900, મગફળીના 1600 અને જીરૂના 5400 નો ભાવ આવ્યો મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના નિવાસ સ્થાને સ્નેહ મિલનના કાર્યક્રમનું આયોજન મોરબી જીલ્લાની 349 ગ્રામ પંચાયતના સરપંચ પદ માટે અનામત બેઠકોનું જાહેરનામું પ્રસિદ્ધ
Breaking news
Morbi Today

મોરબીની ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા યુવાને અકળ કારણોસર મોત વહાલું કર્યું


SHARE































મોરબીની ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા યુવાને ઘરમાં ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત

મોરબીમાં આવેલ ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતે પોતાની જાતે ઘરમાં ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તે યુવાનનું મોત થયું હતું જ્યારે વાંકાનેર તાલુકાના જેતપરડા ગામે રહેતા યુવાનને બીમારી સબબ સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા જોકે ત્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું છે આ બંને બનાવની સ્થાનિક પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં વેજીટેબલ રોડ ઉપર આવેલ ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા પૃથ્વીરાજસિંહ રાજેન્દ્રસિંહ રાઠોડ (35) નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તે યુવાનનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનવાની નોંધ કરી આg સેવકગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ યુવાને કયા કારણોસર આપઘાત કર્યો હતો તે દિશામાં બી ડિવિઝન પોલીસ સ્ટેશનના એમ.આર. ચૌહાણ આગળની તપાસ ચલાવી રહ્યા છે જયારે વાંકાનેરના જેતપરડા ગામે રહેતા મનસુખભાઈ ઉર્ફે મુન્નાભાઈ નાગજીભાઈ મદ્રેસાણીયા (42) નામના યુવાનને બીમારી સબબ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને બેભાન અવસ્થામાં ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

હળવદ તાલુકાના ટીકર રણ વિસ્તારમાં રહેતા ગુગાભાઈ અરજણભાઈ ધામેચા (40) નામના યુવાનને ટીકર રણ પાસે અકસ્માતના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મારામારીમાં ઇજા

વાંકાનેર તાલુકાના રાજગઢ ગામે રહેતા હાર્દિકભાઈ રઘુભાઈ જિંજવાડીયા (19) નામના યુવાનને વરડુસરની સીમમાં થયેલ મારામારીના બનાવમાં માથામાં ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી












Latest News