મોરબીમાં વૈભવ હોટલ નીચે આવેલ ઓફિસમાં જુગાર રમતા ત્રણ શખ્સ ઝડપાયા મોરબીના ટિંબડી નજીક લેબર કોલોનીમાં પગથિયાં ઉપરની લપસી પડતાં ઇજા પામેલા યુવાનનું મોત: બેલા નજીક કારખાનામાં શૉટ લગતા યુવાનનું મોત ટંકારાના સરાયા ગામ પાસે કૂવાના પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત તું અમને જોઈતી નથી અને તને રાખવી નથી તેવું પતિએ કહેતા ટંકારામાં પરિણીતા એસિડ પી ગઈ: 5 સામે ફરિયાદ વાંકાનેરના સરધારકા ગામે ઘેટા બકરાને કેમ ચલાવતો નથી કહીને આધેડને પાઇપ વડે માર માર્યો જમીન કૌભાંડ: હળવદના કાવડિયા ગામે 1990 માં અવસાન પામેલા અપરણિત વૃદ્ધની 2025 માં પૌત્રી પ્રગટ થઈ ! મોરબીમાં મહિલાની સાથે માથાકૂટ કરીને ઝાપટો મારીને હાથની આંગળીમાં બચકું ભરી લીધું મોરબીના પાનેલી ગામે ઘર પાસે ગાળો બોલતા શખ્સને ના પાડવા ગયેલ યુવતી અને તેની દાદીને પાઇપ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાના નિવાસ સ્થાને શહેર ભાજપની ટિફિન બેઠક યોજાઇ


SHARE







મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાના નિવાસ સ્થાને શહેર ભાજપની ટિફિન બેઠક યોજાઇ

મોરબીના ધારાસભ્ય અને રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાના નિવાસ સ્થાને મોરબી શહેર ભાજપ દ્વારા રાષ્ટ્રીય અધ્યક્ષ નિતીન નબીનની પ્રેરણા અને પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માના માર્ગદર્શન મુજબ ટિફિન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ બેઠકમાં મોરબી શહેર ભાજપ પરિવારના આગેવાનો, હોદેદારો તેમજ કાર્યકરો સહિતના હાજર રહ્યા હતા. અને “જેના અન્ન ભેગા એમના મન ભેગા” એ સૂત્રને લઈને ભાજપ દ્વારા આ ટિફિન બેઠકનું આયોજન કરેલ હતું આ ટિફિન બેઠકમાં આગામી મહાનગરપાલિકાની ચૂંટણીની રૂપરેખા અને આગામી દરેક વોર્ડ દીઠ ટિફિન બેઠક થાય તેની ચર્ચા કરવામાં આવી હતી આ બેઠકમાં મોરબી શહેર ભાજપના પ્રમુખ રિશિપભાઇ કૈલા, મહમંત્રી ભાવેશભાઈ કંઝારીયા, માજી પ્રમુખ લાખાભાઇ જારીયા, હસુભાઈ પંડ્યા, મેઘરાજસિંહ ઝાલા, જયરાજસિંહ જાડેજા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા તેમજ મોરબી શહેરના તમામ હોદ્દેદારો, તમામ મોરચાના હોદ્દેદારો, તમામ જ્ઞાતિના હોદ્દેદારો,પૂર્વ કાઉન્સિલરો, વોર્ડ પ્રમુખઓ, વોર્ડ પ્રભારીઓ, બુથ પ્રમુખઓ, તમામ શ્રેણીના કાર્યકર્તાઓ, કારોબારી સભ્યો  ટિફિન લને હાજરી આપી હતી.






Latest News