મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો હળવદમાં ગાળો બોલવાની ના પડતાં યુવાનને તલવાર બતાવીને મારી નાખવાની ધમકી મોરબીના રવાપર ગામે કાર્ગો કાફેના પાર્ટનર-મેનેજરે યુવાનને માર માર્યો મોરબીમાં પેટ્રોલ પંપ ખાતે સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા વૃદ્ધનું હાર્ટ એટેકથી મોત મોરબીના યુવાનની છરીના ઘા મારીને હત્યા કરવાના ગુનામાં શિવમ રબારી સહિત 6 આરોપીની ગણતરીની કલાકમાં ધરપકડ: રિમાન્ડ લેવા તજવીજ મોરબીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને પગેલ પોલીસનું ફૂટ પેટ્રોલીંગ મોરબીના શ્રી સોનીબજાર ઉપાશ્રયમાં શાસન સૈનિક શિબિરમાં બાળકોને જ્ઞાન, કર્મ, ભક્તિ, શૌર્ય, બલિદાન અને સંસ્કારનો ધર્મબોધ મોરબી: ચેક રીર્ટન કેસમાં આરોપીને ૧ વર્ષની કેદ, ડબલ રકમ ચુકવવા હુકમ
Breaking news
Morbi Today

મોરબી મનપા દ્વારા ખાધપદાર્થના વિક્રેતાઓ માટે ઓનલાઈન ફૂડ લાઇસન્સની માર્ગદર્શિકા જાહેર કરાઇ


SHARE













મોરબી મનપા દ્વારા ખાધપદાર્થના વિક્રેતાઓ માટે ઓનલાઈન ફૂડ લાઇસન્સની માર્ગદર્શિકા જાહેર કરાઇ

મોરબી શહેરના ખાણીપીણીના ધંધાર્થીઓને નવા ફૂડ લાઇસસન્સ અને રજીસ્ટ્રેશન ઘેર બેઠા ઓનલાઈન કરી શકાય છે અને તેના માટે મનપાની ફૂડ શાખા દ્વારા ફૂડ લાયસન્સ મેળવવાની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છેજેના માટે foscos.fssai.gov.in પર લૉગિન કરીને ફૂડ લાયસન્સ મેળવી શકાય છે.

મોરબી મનપા દ્વારા શહેરના ખાણી-પીણીના ધંધાર્થી, મીઠાઇ ફરસાણના ધંધાર્થી, હોટેલ- રેસ્ટોરન્ટના ધંધાર્થીકરિયાણાના વેપારીડેરી- પાર્લર, આઇસક્રીમના વિક્રેતા, લારી, ગલ્લા સહિતના ખાધ પદાર્થનું વેચાણ કરતાં તમામ ધંધાર્થીઓને જણાવવાનું કે જે લોકોએ ફૂડ રજીસ્ટ્રેશનના કર્યું હોય તે તમામ ખાધ પદાર્થના વિવિધ વિક્રેતાઓ ઓનલાઈન રજીસ્ટ્રેશન દ્વારા પોતાના ખાણી- પીણીના ધંધાનું રજીસ્ટ્રેશન કરવી લેવા તાકીદ કરવામાં આવે છે. મોરબી મનપાના ફૂડ શેફટી ઇન્સ્પેકટર દ્વારા નિયમિત ફૂડ રજીસ્ટ્રેશન-લાયસન્સ, સ્વછતા, ખાધ પદાર્થનું નિરીક્ષણ અને સેમ્પલ ચેકિંગ કરવામાં આવે છે, જે આગામી સમયમાં તમામ પ્રકારની ફૂડ રજીસ્ટ્રેશન અને નમૂના લેવાની પ્રક્રિયા વધુ કડક બનાવવામાં આવશે, આથી ખાધ પદાર્થ ના તમામ વિક્રેતાઓને પોતાના ધંધાનું ફૂડ લાયસન્સનું રજીસ્ટ્રેશન ઓનલાઈન પદ્ધતીથી કરવા અનુરોધ કરવામાં આવ્યો છે,

ફૂડ રજીસ્ટ્રેશન કરવા માટે foscos.fssai.gov.in વેબ સાઇટ પર સવારે 7:00 થી રાત્રે 11:00 વાગ્યા સુધી ઓનલાઈન કરી સકે છે, જેમાં લૉગિગ બિસનેશ કરી આઈડી- પાસવર્ડ બનાવી, ગુજરાત રાજ્ય પસંદ કરવું, ધંધાનો યોગ્ય પ્રકાર પસંદ કરવો, ડિક્લેરેશન,નિયત ફી જમા કરી અરજી જમા કરાવી, ફોર્મની વિગતો ભરી ફૂડ પ્રોડક્ટ કેટેગરી પસંદ કરવી અને સ્વપ્રમાણિત દસ્તાવેજો અપલોડ કરવા, જ્યુરીશડિક્સન નક્કી કરવું, ત્યાર બાદ અધિકારી દ્વારા દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવશે, જો જરૂર જણાશે તો પ્રીમાઇસીસ ઇન્સ્પેક્શન કરવામાં આવશે ત્યારબાદ તમારું QR કોડ સાથેનું ઓનલાઈન લાઇસન્સ ઇશ્યૂ થસે. ઉપરોક્ત તમામ પ્રક્રિયા ને અનુસરવાથી ખાણી- પીણીના ધંધાર્થીને તેમનું ફૂડ રજીસ્ટ્રેશન થઈ શકે છે. આથી  મોરબી શહેરના તમામ ખાધ પદાર્થોનું વેચાણ કરતાં વિક્રેતાને ઓનલાઈન પ્રોસેસ દ્વારા ફૂડ રજીસ્ટ્રેશન કરવા ફૂડ શાખા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. 






Latest News