મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો હળવદમાં ગાળો બોલવાની ના પડતાં યુવાનને તલવાર બતાવીને મારી નાખવાની ધમકી મોરબીના રવાપર ગામે કાર્ગો કાફેના પાર્ટનર-મેનેજરે યુવાનને માર માર્યો મોરબીમાં પેટ્રોલ પંપ ખાતે સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા વૃદ્ધનું હાર્ટ એટેકથી મોત મોરબીના યુવાનની છરીના ઘા મારીને હત્યા કરવાના ગુનામાં શિવમ રબારી સહિત 6 આરોપીની ગણતરીની કલાકમાં ધરપકડ: રિમાન્ડ લેવા તજવીજ મોરબીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને પગેલ પોલીસનું ફૂટ પેટ્રોલીંગ મોરબીના શ્રી સોનીબજાર ઉપાશ્રયમાં શાસન સૈનિક શિબિરમાં બાળકોને જ્ઞાન, કર્મ, ભક્તિ, શૌર્ય, બલિદાન અને સંસ્કારનો ધર્મબોધ મોરબી: ચેક રીર્ટન કેસમાં આરોપીને ૧ વર્ષની કેદ, ડબલ રકમ ચુકવવા હુકમ
Breaking news
Morbi Today

મોરબીના બેલા ગામ નજીકથી યુવાનનું અપહરણ કરીને 37 હજારના મુદામાલની લૂંટ કરવાના ગુનામાં 4 આરોપીની ધરપકડ


SHARE













મોરબીના બેલા ગામ નજીકથી યુવાનનું અપહરણ કરીને 37 હજારના મુદામાલની લૂંટ કરવાના ગુનામાં 4 આરોપીની ધરપકડ

મોરબીના બેલાથી રંગપર ગામ તરફ જવાના રસ્તા ઉપર રેન્જ સીરામીક નજીકથી યુવાન પસાર થઈ રહ્યો હતો ત્યારે એકટીવા અને રિક્ષામાં આવેલા અજાણ્યા ચાર શખ્સો દ્વારા “અહીંયા કેમ ઉભો છો” તેવું કહીને તે યુવાન સાથે બોલાચાલી-ઝઘડો કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ યુવાનને રિક્ષામાં બેસાડીને તેનું અપહરણ કર્યું હતું અને કારખાનાની પાછળ લઈ જઈને યુવાનને ધોકા અને કમરે બાંધવાના પટ્ટા વડે મારવામાં આવ્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આટલુ જ નહીં તેની પાસેથી રોકડા આસરે 35 હજાર રૂપિયા, એક મોબાઇલ ફોન આમ કુલ મળીને 37,000 ની કિંમતના મુદ્દામાલની લૂંટ કરવામાં આવી છે જેથી યુવાને સારવાર લઈને મોરબી તાલુકામાં ફરિયાદ નોંધાવેલ હતી જે ગુનામાં પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી હતી અને આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરેલ છે.

ટંકારાના નેકનામ ગામે રહેતા અને ડ્રાઇવર તરીકે કામ કરતા પ્રકાશભાઈ ગોવિંદભાઈ શેરસીયા (35)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એક્ટિવા ઉપર આવેલા અજાણ્યા બે શખ્સો તથા સીએનજી રીક્ષામાં આવેલા અજાણ્યા બે શખ્સો આમ કુલ મળીને ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ હતી જેમાં જણાવ્યુ હતું કે, મોરબીના બેલા ગામની સીમમાં રેન્જ સીરામીક પાસેથી ફરિયાદી કામ સબબ રંગપર ગામે જઈ રહ્યો હતો ત્યારે સ્તામાં મજુર માટે દેશી દારૂ લેવા તે રોકાયો હતા અને ત્યારે એકટીવા અને સીએનજી રીક્ષામાં અજાણ્યા 4 શખ્સો તેની પાસે આવ્યા હતા અને “અહીંયા કેમ ઉભો છો” તેવું કહીને ફરિયાદી સાથે ઝઘડો કરીને મારામારી કરવામાં આવી હતી.

ત્યાર બાદ યુવાનનું સીએનજી રીક્ષામાં અપહરણ કરીને રેન્જ સિરામિક કારખાનાની પાછળ લઈ ગયા હતા ત્યાં ફરિયાદીને ધોકા અને કમરે બાંધવાના પટ્ટા વડે શરીરે આડેધડ મારમાર્યો હતો તથા ડાબી આંખ પાસે અને પીઠના ભાગે માર મારીને ઇજાઓ કરી હતી તેમજ ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આટલું જ નહીં પરંતુ ફરિયાદી પાસેથી રોકડા આસરે 35 હજાર રૂપિયા તેમજ સેમસંગ કંપનીનો એક મોબાઇલ ફોન આમ કુલ મળીને 37,000 ની કિંમતના મુદ્દામાલની લૂંટ કરવામાં આવેલ છે જેથી યુવાને સારવાર લીધા બાદ ફરિયાદ નોંધાવતા પોલીસે લુટ, અપહરણ સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ હતી.

દરમ્યાન આ બનાવની તપાસ કરી રહેલા પીએસઆઇ ડી.ડી.જોગેલા અને તેના સ્ટાફ દ્વારા આરોપી સાગર જગદીશભાઈ પંડ્યા (24) રહે. રણછોડનગર મોરબી, રવિ નીતિનભાઈ સોલંકી (25) રહે. લાયન્સનગર મરીયા દાદાના મંદિર પાસે રણછોડનગર મોરબી, ઇમરાન કાસમભાઈ શેખ (25) રહે. વીસીપરા મોરબી અને જયેશ જગદીશભાઈ ઇંદરિયા (22) રહે. વીસીપરા મોરબી વાળાની ધરપકડ કરી હતી અને આ આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને તેના એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતા જે રિમાન્ડ પૂરા થતા આરોપીઓને મોરબીની જેલ હવાલે કરેલ છે અને આ આરોપીઓએ ગુનાના કામે ઉપયોગમાં લીધેલ સ્કૂટર, રીક્ષા, બેલ્ટ અને ધોકો પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલ છે જોકે ફરિયાદી પાસેથી લૂંટ કરીને લઈ જવામાં આવેલ રોકડા રૂપિયા તથા મોબાઇલ ફોન મળી આવેલ નથી તેવી વિગતો પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળે છે.






Latest News