મોરબીમાં વૈભવ હોટલ નીચે આવેલ ઓફિસમાં જુગાર રમતા ત્રણ શખ્સ ઝડપાયા મોરબીના ટિંબડી નજીક લેબર કોલોનીમાં પગથિયાં ઉપરની લપસી પડતાં ઇજા પામેલા યુવાનનું મોત: બેલા નજીક કારખાનામાં શૉટ લગતા યુવાનનું મોત ટંકારાના સરાયા ગામ પાસે કૂવાના પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત તું અમને જોઈતી નથી અને તને રાખવી નથી તેવું પતિએ કહેતા ટંકારામાં પરિણીતા એસિડ પી ગઈ: 5 સામે ફરિયાદ વાંકાનેરના સરધારકા ગામે ઘેટા બકરાને કેમ ચલાવતો નથી કહીને આધેડને પાઇપ વડે માર માર્યો જમીન કૌભાંડ: હળવદના કાવડિયા ગામે 1990 માં અવસાન પામેલા અપરણિત વૃદ્ધની 2025 માં પૌત્રી પ્રગટ થઈ ! મોરબીમાં મહિલાની સાથે માથાકૂટ કરીને ઝાપટો મારીને હાથની આંગળીમાં બચકું ભરી લીધું મોરબીના પાનેલી ગામે ઘર પાસે ગાળો બોલતા શખ્સને ના પાડવા ગયેલ યુવતી અને તેની દાદીને પાઇપ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબી પરા બજાર બેંકની પાસે યુવાનને મારમારીને લૂંટી લેવાયો, ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં


SHARE







મોરબી પરા બજાર બેંકની પાસે યુવાનને મારમારીને લૂંટી લેવાયો, ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં

મોરબીના પરા બજાર વિસ્તારમાં એસબીઆઇ બેંકના નજીક તા.૧૩-૩ ના સવારે એક યુવાન સાથે માર મારીને લૂંટ રોકડ-મોબાઇલની લુંટનો બનાવ બન્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, મધ્યપ્રદેશના મૂળ રહેવાસી અને હાલમાં મોરબીમાં રહીને મજુરી કામ કરતા ૨૩ વર્ષીય શિવમ શ્રીરામલોચન પાઠકને તા.૧૩ ના રોજ સવારે દશેક વાગ્યાના અરસામાં ચાર અજાણ્યા ઈસમોએ માર માર્યો હતો અને તેમનો મોબાઈલ ફોન તથા રોકડા રૂપિયા ૧૨,૦૦૦ લુંટી લીધા હતા.જો કે, અંદાજે ૧૨ હજાર રૂપિયાની રોકડ અને મોબાઈલની લૂંટ ચલાવવામાં આવી હતી અને ભોહ બનેલ પરપ્રાંતિય યુવાનને માથાના ભાગે માર મારવામાં આવેલ હોય તેને સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે, આ ઘટનામાં ધોળા દિવસે પરા બજાર એસબીઆઇ બેંક જેવા ભરચક વિસ્તારમાં યુવાનને માર મારીને લુંટી લેવાયો હોય સ્થાનિકો અને ખાસ કરીને વેપારીઓમાં ભયનો માહોલ જોવામાંઆવ્યો હતો. શિવમ પાઠક નામના આ યુવાનને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેને સારવાર માટે દવાખાનામાં દાખલ કરવામાં આવ્યો હતો.ઘટનાને પગલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.






Latest News