મોરબીમાં વૈભવ હોટલ નીચે આવેલ ઓફિસમાં જુગાર રમતા ત્રણ શખ્સ ઝડપાયા મોરબીના ટિંબડી નજીક લેબર કોલોનીમાં પગથિયાં ઉપરની લપસી પડતાં ઇજા પામેલા યુવાનનું મોત: બેલા નજીક કારખાનામાં શૉટ લગતા યુવાનનું મોત ટંકારાના સરાયા ગામ પાસે કૂવાના પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત તું અમને જોઈતી નથી અને તને રાખવી નથી તેવું પતિએ કહેતા ટંકારામાં પરિણીતા એસિડ પી ગઈ: 5 સામે ફરિયાદ વાંકાનેરના સરધારકા ગામે ઘેટા બકરાને કેમ ચલાવતો નથી કહીને આધેડને પાઇપ વડે માર માર્યો જમીન કૌભાંડ: હળવદના કાવડિયા ગામે 1990 માં અવસાન પામેલા અપરણિત વૃદ્ધની 2025 માં પૌત્રી પ્રગટ થઈ ! મોરબીમાં મહિલાની સાથે માથાકૂટ કરીને ઝાપટો મારીને હાથની આંગળીમાં બચકું ભરી લીધું મોરબીના પાનેલી ગામે ઘર પાસે ગાળો બોલતા શખ્સને ના પાડવા ગયેલ યુવતી અને તેની દાદીને પાઇપ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબી, વાંકાનેર અને હળવદ તાલુકામાં અપમૃત્યુના ત્રણ બનાવ: બાળક, મહિલા અને યુવાનનું મોત


SHARE







મોરબી, વાંકાનેર અને હળવદ તાલુકામાં અપમૃત્યુના ત્રણ બનાવ: બાળક, મહિલા અને યુવાનનું મોત

મોરબી તાલુકાના રંગપર ગામ પાસે ઝૂંપડા નજીક આવેલ વીજપોલ પાસે રમતા બાળકને ઇલેક્ટ્રિક શોટ લાગ્યો હતો જેથી તેને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો અને સારવાર દરમિયાન તે બાળકનું મોત નીપજ્યું હતું. જ્યારે વાંકાનેરના નવા ધમલપર ગામે ઝેરી દવા પી જવાથી યુવાનનું મોત નીપજ્યું છે અને હળવદ તાલુકાના માલણીયાદ ગામે રહીને મજૂરી કામ કરતી મહિલા અને બીમારી સબક રાજકોટ ખાતે સારવારમાં લઈ ગયા હતા અને ત્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ રંગપર ગામની સીમમાં સોમનાથ પેટ્રોલ પંપ સામેના રસ્તા ઉપર નવઘણભાઈના ઝૂંપડા પાસે રહેતા સવજીભાઈ વાજવેલીયાના 7 વર્ષના દીકરા લવજી ઉર્ફે રવજીને ગત તા. 1/3 ના રોજ બપોરે 12:30 વાગ્યાના અરસામાં વીજ પોલ પાસે ઈલેક્ટ્રીક શોટ લાગી ગયો હતો જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા જોકે ચાલુ સારવાર દરમિયાન તે બાળકનું મોત નિપજ્યું હતું જેથી કરીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

વાંકાનેર નજીક આવેલ નવાધમલ પર ગામે રહેતા અને મજૂરી કામ કરતા ધરમશીભાઈ ભરતભાઈ અબાસણીયા (32એ કોઈ કારણોસર ગઈકાલે રાતના સવા આઠેક વાગ્યાના અરસામાં ઝેરી દવા પી લીધી હતી જેથી તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જ્યારે હળવદ તાલુકાના માલણીયાદ ગામની સીમમાં ભાવેશભાઈ પરમારની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા સુમનીબેન મહેન્દ્રભાઈ નાયકા (20) નામની મહિલાને બીમારી માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને સારવાર દરમિયાન તેનું મોત નીપજયું છે જે બનાવની મૃતક મહિલાના પતિ મહેન્દ્રભાઈ નાયકા (25) રહે. હાલ માલણીયાદ વાળાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News