મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

સિલેક્શન નહીં ઇલેક્શન નિશ્ચિત: મોરબી સિરામિક એસો.ના વોલ ટાઇલ્સ ડિવિઝનના વર્તમાન પ્રમુખ બનવા માટે 3 ઉમેદવારો મેદાનમાં


SHARE







સિલેક્શન નહીં ઇલેક્શન નિશ્ચિત: મોરબી સિરામિક એસો.ના વોલ ટાઇલ્સ ડિવિઝનના વર્તમાન પ્રમુખ બનવા માટે 3 ઉમેદવારો મેદાનમાં

મોરબી સિરામિક એસો.ના વોલ ટાઇલ્સ ડિવિઝનના વર્તમાન પ્રમુખની ટર્મ પૂરી થઈ રહી છે ત્યારે વોલ ટાઇલ્સ એસો. ડિવિઝનના પ્રમુખ બનવા માટે થઈને કુલ ત્રણ કારખાનેદારો દ્વારા દાવેદારી કરવામાં આવી છે અને તેઓએ પોતાના ઉમેદવારી ફોર્મ ભર્યા છે અને આ ત્રણમાંથી વોલ ટાઇલ્સ ડિવિઝનના પ્રમુખની પસંદગી માટે આગામી સમયમાં ચૂંટણી યોજાશે અને વોલ ટાઇલ્સ એસો.ના સભ્યો દ્વારા મતદાન કરીને પ્રમુખની પસંદગી કરવામાં આવશે.

મોરબીમાં આવેલ વિશ્વકક્ષાના સીરામીક ઉદ્યોગમાં જુદી જુદી પ્રકારની ટાઇલ્સ અને સેનેટરીનું ઉત્પાદન કરવામાં આવે છે ત્યારે આ જુદા જુદા વિભાગ માટે થઈને મોરબી સિરામિક એસો.માં વોલ ટાઇલ્સ એસો., ફ્લોર ટાઇલ્સ એસો., વિટ્રીફાઈડ એસો. અને સેનેટરીવેર એસો. આમ જુદા જુદા ચાર ડિવિઝન રાખવામાં આવ્યા છે જે પૈકી મોરબી વોલ ટાઇલ્સ એસો.ના વર્તમાન પ્રમુખ હરેશભાઈ બોપલિયા છેલ્લા ચાર વર્ષ એટ્લે કે બે ટર્મથી કાર્યરત છે અને આગામી 31 માર્ચના રોજ તેઓની ટર્મ પૂરી થઈ રહી છે.

સામાન્ય રીતે સિરામિક એસો.માં ઇલેક્શન કરતા પહેલા સિલેક્શન કરવાનો ઉદ્યોગકારો દ્વારા આગ્રહ રાખવામાં આવતો હોય છે પરંતુ જો એક કરતાં વધુ ઉદ્યોગકારો દ્વારા પ્રમુખ પદ માટે દાવેદારી કરવામાં આવે તો ઇલેક્શન કરવામાં આવતું હોય છે અને મોરબી વોલ ટાઇલ્સ એસો.ના ડિવિઝનમાં પ્રમુખ પદ માટે ચૂંટણી ન યોજાય તેના માટેના પ્રયત્નો કરીને ઇલેક્શન નહીં પરંતુ સિલેક્શન થાય તેના માટે સીરામીક એસો.ના આગેવાનો તથા અન્ય અગ્રણી ઉદ્યોગકારો દ્વારા પ્રયાસ કરવામાં આવ્યા હતા પરંતુ વોલ ટાઇલ્સ ડિવિઝનના પ્રમુખ પદ માટે કુલ ત્રણ ઉદ્યોગકારો દ્વારા દાવેદારી કરવામાં આવેલ છે.

જે ઉદ્યોગકારોએ પ્રમુખ પદ માટે ફોર્મ ભર્યા છે તેમાં કેવલભાઈ સંઘાણી, નરેન્દ્રભાઈ સંઘાત અને કાંતિભાઈ સીતાપરાનો સમાવેશ થાય છે અને આજે ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ હોય આ ત્રણ ઉમેદવારોમાંથી કોઈએ પણ ફોર્મ ખેંચેલ ન હોય આગામી સમયમાં મોરબી સિરામિક વોલ ટાઇલ્સ એસો.ના પ્રમુખ પદ માટે આ ત્રણ ઉમેદવારોની ચૂંટણી યોજાશે અને તેના માટે મોરબીની આસપાસમાં આવેલા સીરામીક વોલ ટાઇલ્સના 160 થી વધુ કારખાનાના માલિકો કે જે વોલ ટાઇલ્સ એસો.ના સભ્ય હોય તે વોટિંગ કરશે અને મોરબી વોલ ટાઇલ્સ ડિવિઝનના પ્રમુખને ચૂંટી કાઢશે.






Latest News