મોરબીમાં વૈભવ હોટલ નીચે આવેલ ઓફિસમાં જુગાર રમતા ત્રણ શખ્સ ઝડપાયા મોરબીના ટિંબડી નજીક લેબર કોલોનીમાં પગથિયાં ઉપરની લપસી પડતાં ઇજા પામેલા યુવાનનું મોત: બેલા નજીક કારખાનામાં શૉટ લગતા યુવાનનું મોત ટંકારાના સરાયા ગામ પાસે કૂવાના પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત તું અમને જોઈતી નથી અને તને રાખવી નથી તેવું પતિએ કહેતા ટંકારામાં પરિણીતા એસિડ પી ગઈ: 5 સામે ફરિયાદ વાંકાનેરના સરધારકા ગામે ઘેટા બકરાને કેમ ચલાવતો નથી કહીને આધેડને પાઇપ વડે માર માર્યો જમીન કૌભાંડ: હળવદના કાવડિયા ગામે 1990 માં અવસાન પામેલા અપરણિત વૃદ્ધની 2025 માં પૌત્રી પ્રગટ થઈ ! મોરબીમાં મહિલાની સાથે માથાકૂટ કરીને ઝાપટો મારીને હાથની આંગળીમાં બચકું ભરી લીધું મોરબીના પાનેલી ગામે ઘર પાસે ગાળો બોલતા શખ્સને ના પાડવા ગયેલ યુવતી અને તેની દાદીને પાઇપ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબી-માળીયા વિસ્તારમાં દારૂની 5 રેડ: 207 બોટલ વિદેશી દારૂ, 200 લિટર દેશી દારૂ, 200 લિટર આથો કબ્જે


SHARE







મોરબી-માળીયા વિસ્તારમાં દારૂની 5 રેડ: 207 બોટલ વિદેશી દારૂ, 200 લિટર દેશી દારૂ, 200 લિટર આથો કબ્જે

મોરબી શહેર અને માળીયા તાલુકા જુદીજુદી 5 જગ્યાએ દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે 209 બોટલ દારૂ તેમજ 200 લિટર આથો અને 200 લિટર દેશી દારૂ સહિતનો મુદામાલ કબ્જે કરેલ છે અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં દારૂના ગુના નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબી જિલ્લા એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે માળીયા મિયાણી રહેતા સિરાજ સંધવાણીની કબજા વાળી બંધ ઓરડીમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દારૂની અલગ અલગ બ્રાન્ડની મોટી 207 બોટલ મળી આવી હતી જેથી કરીને 2,26,700 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો જો કે, પોલીસ દ્વારા દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી સ્થળ ઉપર હાજર ન હોય હાલમાં માળીયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સિરાજ કરીમભાઈ સંધવાણી રહે. માળીયા મીયાણા વાળા સામે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે જયારે સ્થાનિક પોલીસ દ્વારા નવી નવલખી પાસે તલાવડાના કાંઠે દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 400 લીટર આથો મળી આવતા પોલીસે 10 હજાર રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને પોલીસે રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર આરોપી હાજર ન હોય હાલમાં માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સુભાનભાઈ આદમભાઈ મોવર રહે. નવી નવલખી તાલુકો માળીયા મીયાણા વાળા સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી શહેરના શનાળા રોડ ઉપર આવેલ માર્કેટ યાર્ડ સામે જાહેરમાંથી પસાર થયેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા તેની પાસે રહેલ થેલીને ચેક કરવામાં આવી હતી ત્યારે તેની થેલીમાંથી દારૂની બે બોટલ મળી આવતા પોલીસે 2200 રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી સિધ્ધરાજસિંહ જયદીપસિંહ જાડેજા (22) રહે. નીતિન નગર સનાળા રોડ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે મોરબી તાલુકાના સાપર ગામની સીમમાં પાવળીયારી કેનાલ પાસે આવેલ ઓમ હોસ્પિટલ નજીકથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસી ચેક કરતા તેની પાસેથી દારૂની અડધી ભરેલી બોટલ મળી આવતા 650 રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી જીવણભાઈ બચુભાઈ ચાવડા (32) રહે. સાપર ગામની સીમ પાવરીયાળી કેનાલ પાસે ડ્રીમ સ્પા મોરબી વાળાની ધરપકડ કરી તેની સામે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે

મોરબી તાલુકાના ટીંબડી ગામ નજીકથી પસાર થઈ રહેલી સીએનજી રીક્ષા નંબર જીજે 36 યુ 4350 ને રોકીને પોલીસ ચેક કરતા તેમાંથી 200 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે 40 હજાર રૂપિયાની કિંમતનો દારૂ તથા 60 હજાર રૂપિયાની કિંમતની રીક્ષા આમ કુલ 1 લાખ રૂપિયાની કિંમતમાં મુદ્દામાલ કબજે કર્યો છે અને હાલમાં આરોપી સલીમભાઈ કાદરભાઈ શેખ રહે. કુલીનગર વીસીપરા મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની પ્રાથમિક પૂછપરછ દરમ્યાન રજીયાબેન અસગરભાઇ સેડાત રહે. કુલીનગર વીસીપરા મોરબી વાળાના કહેવાથી તે રીક્ષા ભાડે કરીને હનીફાબેન હુસેનભાઇ સેડાત રહે. વીસીપરા મોરબી વાળાએ મોકલેલો જગ્યાએ દેશી દારૂ ભરી આપનાર શખ્સ પાસે રીક્ષા લઈને ગયો હતો તેવું સામે આવ્યું હતું જેથી કરીને હાલમાં બે મહિલા તેમજ દારૂ ભરી આપનાર સહિતનાઓની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News