મોરબીમાં વૈભવ હોટલ નીચે આવેલ ઓફિસમાં જુગાર રમતા ત્રણ શખ્સ ઝડપાયા મોરબીના ટિંબડી નજીક લેબર કોલોનીમાં પગથિયાં ઉપરની લપસી પડતાં ઇજા પામેલા યુવાનનું મોત: બેલા નજીક કારખાનામાં શૉટ લગતા યુવાનનું મોત ટંકારાના સરાયા ગામ પાસે કૂવાના પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત તું અમને જોઈતી નથી અને તને રાખવી નથી તેવું પતિએ કહેતા ટંકારામાં પરિણીતા એસિડ પી ગઈ: 5 સામે ફરિયાદ વાંકાનેરના સરધારકા ગામે ઘેટા બકરાને કેમ ચલાવતો નથી કહીને આધેડને પાઇપ વડે માર માર્યો જમીન કૌભાંડ: હળવદના કાવડિયા ગામે 1990 માં અવસાન પામેલા અપરણિત વૃદ્ધની 2025 માં પૌત્રી પ્રગટ થઈ ! મોરબીમાં મહિલાની સાથે માથાકૂટ કરીને ઝાપટો મારીને હાથની આંગળીમાં બચકું ભરી લીધું મોરબીના પાનેલી ગામે ઘર પાસે ગાળો બોલતા શખ્સને ના પાડવા ગયેલ યુવતી અને તેની દાદીને પાઇપ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં 25 વર્ષની નાની દીકરીઓને મંગળવારે કેરાલા સ્ટોરી-2 મૂવી નિશુલ્ક દેખાડવામાં આવશે


SHARE







મોરબીમાં 25 વર્ષની નાની દીકરીઓને મંગળવારે કેરાલા સ્ટોરી-2 મૂવી નિશુલ્ક દેખાડવામાં આવશે

મોરબીમાં 25 વર્ષથી નાની દીકરીઓને ઉદ્યોગપતિઓ અને સામાજિક અને રાજકીય આગેવાનો દ્વારા કેરાલા સ્ટોરી-2 નિશુલ્ક દેખાડવાનું આયોજન કરાયું છે.

મોરબી સિરામિક એસો પ્રમુખ મનોજભાઈ એરવાડિયા, ભાજપ અગ્રણી જયદીપભાઈ દેત્રોજા, પાટીદાર સમાજ અગ્રણી અનિલભાઈ વરમોરા, પૂર્વ નગરપાલિકા પ્રમુખ કેતનભાઈ વિલપરા, નવયુગ સંકુલના પ્રમુખ પી ડી કાંજીયા, તેમજ આર્યવ્રત કોલેજ મોરબીના આર્થિક સહયોગથી તા 17 ને મંગળવારે કેરાલા સ્ટોરી-2 ફિલ્મ બતાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે ખાસ કરીને સમાજમાં દીકરીઓ અને યુવતીઓની સલામતીને ધ્યાને રાખીને આ ફિલ્મ દીકરીઓને બતાવવા માટેનું આયોજન કરાયું છે. આ ફિલ્મ માત્ર મનોરંજન પૂરતી સીમિત નથી, પરંતુ વર્તમાન સમયમાં જે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે તેની પાછળની વાસ્તવિકતાઓ દર્શાવે છે જેથી વધુમાં વધુ દીકરીઓ વાસ્તવિકતાને સમજે અને જોવે તેના માટે અને દીકરીઓ ગેરમાર્ગે દોરતી અટકે તે માટે આ ફિલ્મના વિશેષ શોનું મોરબીમાં આયોજન કરવામાં આવ્યું છે. વધુમાં આયોજકોએ જણાવ્યુ છે કે, આ મુવી 25 વર્ષથી નાની દીકરીઓ માટે નિશુલ્ક રાખવામા આવેલ છે અને જુદાજુદા ત્રણ શો રાખવામા આવેલ છે જેમાં બપોરે 3, સાંજે  6  અને રાત્રે   9 વાગ્યાનો સમય છે અને તેના માટે દીકરીઓએ 9512410064 અને 9687625100 મોબાઈલ નંબર ઉપર સંપર્ક કરીને રજીસ્ટ્રેશન કરાવવાનું છે તેવુ આયોજકોએ જણાવ્યુ છે.






Latest News