હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો મોરબીમાં બંધ પડેલા કારખાનામાંથી ગેસના બટલમાં રીફિલિંગનું કૌભાંડ પકડાયું: 2.46 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ભરતનગર પાસે પંચર પડેલી કારમાં હવા ભરતા બે યુવાનોને બલેનો ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત મોરબીના રફાળેશ્વર ગામે ઘરમાં 1.345 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ: માલ આપનારની શોધખોળ મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન
Breaking news
Morbi Today

મોરબી તાલુકા પંચાયત પ્રમુખ દ્વારા સદસ્યો-કર્મચારીઓનો સન્માન સમારોહ યોજાયો


SHARE









મોરબી તાલુકા પંચાયત પ્રમુખ દ્વારા સદસ્યો-કર્મચારીઓનો સન્માન સમારોહ યોજાયો

 

મોરબી તાલુકા પંચાયતની વર્તમાન બોડીને પાંચ વર્ષ પૂર્ણ થયા છે ત્યારે પંચા વર્ષ સુધી મોરબી તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાં લોકોની સુખકરીમાં વધારો કરવા માટે સહયોગ આપનારા સહુકોઈ સદસ્યઓ, તાલુકા પંચાયતના કર્મચારીઓ સહિતના લોકોનું પ્રમુખ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. અને ખાસ કરીને તાલુકા પંચાયતના પટાવાળાને એક્ટિવા ભેટમાં આપવામાં આવ્યું હતું.

મોરબી તાલુકા પંચાયતના પ્રમુખ અશોકભાઇ દેસાઇ દ્વારા મોરબી તાલુકા પંચાયતની વર્તમાન બોડીના સફળતા પૂર્વ પાંચ વર્ષ પૂર્ણ થતાં તાલુકા પંચાયતના સદસ્યઓ, તાલુકા પંચાયતના કર્મચારીઓ સહિતના લોકોનું સન્માન કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારે ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા, જિલ્લા ભાજપના પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયા, જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો તેમજ સંગઠનના હોદેદારો અને ખાસ કરીને પ્રમુખ અશોકભાઇ દેસાઈના મિત્રો અને પરિવારજનો સહિતના હાજર રહ્યા હતા અને સહુ કોઈનું મોમેન્ટો આપીને સન્માન કરવામાં આવ્યું હતું જો કે, મોરબી તાલુકા પંચાયત ખાતે છેલ્લા 35 વર્ષથી આઉટસોર્સમાં પટાવાળા તરીકે ફરજ બજાવતા દિલીપભાઈની સેવાને બિરદાવવા માટે તાલુકા પંચાયત પરિવાર, તલાટી મંત્રીઓ અને કોન્ટ્રાક્ટરો તરફથી એક એકટીવા ભેટ આપવામાં આવ્યું હતું.




Latest News