મોરબીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને પગેલ પોલીસનું ફૂટ પેટ્રોલીંગ મોરબીના શ્રી સોનીબજાર ઉપાશ્રયમાં શાસન સૈનિક શિબિરમાં બાળકોને જ્ઞાન, કર્મ, ભક્તિ, શૌર્ય, બલિદાન અને સંસ્કારનો ધર્મબોધ મોરબી: ચેક રીર્ટન કેસમાં આરોપીને ૧ વર્ષની કેદ, ડબલ રકમ ચુકવવા હુકમ મોરબીમાં નોંધાયેલા સાઈબર ક્રાઈમના ગુનાના આરોપીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં ચેક રીર્ટન કેસમાં એક વર્ષની કેદ-બમણી રકમ વ્યાજ સહીત ચુકવવા હુકમ કરતી કોર્ટ મોરબી નજીક યુવાનની નિર્મમ હત્યા કરવાના બનાવમાં હોથલ ફાયનાન્સ વાળા શિવમ રબારી સહિત 6 સામે ફરિયાદ: આરોપીઓ પોલીસની હાથવેંતમાં મોરબીમાં કોમર્શિયલ વ્યવહાર પેટેની લેણી રકમના દીવાની દાવાના કેસમાં વ્યાજ સહિત લેણી રકમ ચૂકવવા કોર્ટનો હુકમ માળીયા (મી) હળવદ રોડ ઉપર આવેલ ધૈર્ય હોટલે મિત્રો સાથે નાસ્તો કરવા ગયેલા યુવાનની છરીનો ઘા ઝીકિને હત્યા: મોરબીની ફાયનાન્સ પેઢી સુધી તપાસનો રેલો આવે તેવા સંકેત
Breaking news
Morbi Today

મોરબીમાં ઘરેથી નિકળી ગયેલા અજાણી મહિલાનું અભયમની ટીમે પરિવાર સાથે મિલન કરાવ્યુ


SHARE













મોરબીમાં ઘરેથી નિકળી ગયેલા અજાણી મહિલાનું અભયમની ટીમે પરિવાર સાથે મિલન કરાવ્યુ

મોરબીમાં ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન દ્વારા મુશ્કેલીમાં મુકાયેલા મહિલાઓને સહાયરૂપ થવાની પરંપરાને જાળવી રાખી, ઘરેથી ભૂલા પડેલા એક અજાણ્યા મહિલાનું તેમના પરિવાર સાથે સુખદ મિલન કરાવી માનવીય અભિગમનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. મોરબી સીટી વિસ્તારમાં એક અજાણ્યા મહિલા લાંબા સમયથી એકલવાયા બેઠા હોવાની અને સરખા જવાબ ન આપતા હોવાની માહિતી એક જાગૃત નાગરિક દ્વારા હેલ્પલાઇન પર આપવામાં આવી હતી.


માહિતી મળતાની સાથે જ ૧૮૧ અભયમ ટીમના કાઉન્સેલર સેજલબેન પટેલ, મહિલા કોન્સ્ટેબલ જયશ્રીબેન અને પાયલોટ દેવકરણભાઈ ગઢવી તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. શરૂઆતમાં મહિલા ખૂબ જ ગભરાયેલા જણાતા હતા, પરંતુ અભયમ ટીમે તેમને સાંત્વના આપી વિશ્વાસમાં લઈ વાતચીત કરતા માલૂમ પડ્યું હતું કે, તેઓ મૂળ મધ્યપ્રદેશના વતની છે અને અહીં તેમની દીકરી સાથે મજૂરીકામ અર્થે રહે છે. કોઈને કહ્યા વગર મંદિરે દર્શન કરવા નીકળેલા આ મહિલા રસ્તો ભૂલી જવાથી મુશ્કેલીમાં મુકાયા હતા. પરિવારજનો પણ તેમની માતાની શોધખોળ કરી રહ્યા હતા અને ચિંતિત હતા.

અભયમ ટીમે મહિલાએ જણાવેલા સરનામે પહોંચી તેમની દીકરીનું યોગ્ય કાઉન્સેલિંગ કર્યું હતું અને મહિલાને સહી-સલામત સોંપ્યા હતા. વૃદ્ધાએ પણ હવે પછી ઘરે જાણ કર્યા વગર બહાર ન નીકળવાની ખાતરી આપી હતી. પરિવારે મુશ્કેલીના સમયે વહારે આવનાર ૧૮૧ અભયમ ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો






Latest News