મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો મોરબીમાં બંધ પડેલા કારખાનામાંથી ગેસના બટલમાં રીફિલિંગનું કૌભાંડ પકડાયું: 2.46 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ભરતનગર પાસે પંચર પડેલી કારમાં હવા ભરતા બે યુવાનોને બલેનો ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત મોરબીના રફાળેશ્વર ગામે ઘરમાં 1.345 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ: માલ આપનારની શોધખોળ મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

વાંકાનેર ખાતે ૨૦ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે


SHARE









વાંકાનેર ખાતે ૨૦ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે

મોરબી જિલ્લાના યુવાનોને ખાનગી ક્ષેત્રમાં રોજગારીની ઉત્તમ તકો ઉપલબ્ધ કરાવવાના હેતુથી રોજગાર અને તાલીમ નિયામકશ્રીના માર્ગદર્શન હેઠળ આગામી તા.૨૦/૦૩ ના રોજ નિયત ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા રોજગાર વિનિમય કચેરી-મોરબી દ્વારા આયોજિત આ ભરતી મેળો વાંકાનેર–રાજકોટ હાઈવે પર તાલુકા સેવા સદનની સામે આવેલી આઈ.ટી.આઈ. (ITI) વાંકાનેર ખાતે સવારે ૧૧:૦૦ કલાકે યોજાશે.

આ ભરતી મેળામાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ પ્રતિષ્ઠિત નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને ઉમેદવારોની સીધી પસંદગીની કાર્યવાહી હાથ ધરશે. ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવા ઈચ્છુક નોન-મેટ્રિક, એસ.એસ.સી. (SSC), એચ.એસ.સી. (HSC), આઈ.ટી.આઈ. (ITI) અથવા સ્નાતક વગેરેની શૈક્ષણિક લાયકાત ધરાવતા અને ૧૮ થી ૩૫ વર્ષની વયમર્યાદા ધરાવતા ઉમેદવારો આ મેળામાં ભાગ લઈ શકશે. ઉમેદવારોએ પોતાના તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (LC), પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફ અને બાયોડેટા સાથે નિયત સમયે અને સ્થળે સ્વખર્ચે હાજર રહેવા જણાવ્યું છે. જે ઉમેદવારોએ રોજગાર વિનિમય કચેરી ખાતે હજુ સુધી નામ નોંધણી નથી કરાવી, તેઓ પણ આ ભરતી મેળામાં હાજર રહીને પસંદગી પ્રક્રિયામાં જોડાઈ શકશે.




Latest News