મોરબી : જાગો ગ્રાહક જાગો યોજનાની સાર્થક કરવા ન્યાયમૂર્તિ પી.સી.રાવલને એક્ષટેન્શન આપવા માંગ રાજકોટથી મોરબી આવી રહેલા કાર રોડ ઉપર 8થી 10 પલટી ખાઈ જતાં કારમાં બેઠેલા 3 પૈકીનાં 2 યુવાનોના મોત પ્રમાણિક્તા: મોરબીમાં રોકડ-દાગીના ભરેલ થૈલી પરત કરી મોરબીમાં પેટ્રોલ પંપ ગાડી આગળ લેવાનું કહેતા કર્મચારીને 4 શખ્સોએ ધોકા વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી મોરબીમાં વિજય ટોકીઝ પાસે 108 અને કાર વચ્ચે અકસ્માત થતાં ઇએમટી મહિલા કર્મચારીને માથામાં ગંભીર ઇજા-મણકામાં ફેક્ચર મોરબીનું માર્કેટ યાર્ડ આજેથી ફરી ધમધમતું: મહુર્તના સોદામાં કપાસના 1900, મગફળીના 1600 અને જીરૂના 5400 નો ભાવ આવ્યો મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના નિવાસ સ્થાને સ્નેહ મિલનના કાર્યક્રમનું આયોજન મોરબી જીલ્લાની 349 ગ્રામ પંચાયતના સરપંચ પદ માટે અનામત બેઠકોનું જાહેરનામું પ્રસિદ્ધ
Breaking news
Morbi Today

ઈરાન-ઇઝરાયલ યુદ્ધની અસર: મોરબીમાં આવેલ પેકેજિંગના યુનિટોને ટકાવી રાખવા માટે 15 થી 20 ટકા જેટલો ભાવ વધારો નિશ્ચિત


SHARE































ઈરાન-ઇઝરાયલ યુદ્ધની અસર: મોરબીમાં આવેલ પેકેજિંગના યુનિટોને ટકાવી રાખવા માટે 15 થી 20 ટકા જેટલો ભાવ વધારો નિશ્ચિત

મોરબીની આસપાસના વિસ્તારમાં પેકેજીંગ ના આશરે 192 કરતાં વધુ નાના-મોટા યુનિટો આવેલા છે અને તેમાં બનતા બોક્સ ને સિરામિક ટાઇલ્સ સહિતની વસ્તુઓના પેકિંગ માટે થઈને વાપરવામાં આવતા હોય છે જોકે પેકેજીંગ યુનિટમાં વપરાતા પેપર સહિતના રો મટીરીયલ ના ભાવમાં તોતિંગ વધારો થયો છે જેથી કરીને સીરામીક યુનિટ જ્યારે શરૂ થશે ત્યારે રો મટીરીયલ જે ભાવમાં આવતું હશે તેને ધ્યાને લઈને ભાવ વધારો કરવામાં આવશે તે નક્કી જ છે અને અંદાજે 15 થી 20 ટકા જેટલો ભાવ વધારો પેકેજીંગ યુનિટમાં બનતી પ્રોડક્ટ ઉપર આવશે તેવું નિર્ણય તાજેતરમાં મળેલ મિટિંગમાં લેવામાં આવેલ છે.

મોરબીમાં પેકેજીંગના નાના-મોટા કુલ મળીને 192 જેટલા યુનિટો આવેલા છે અને તેમાંથી મોટાભાગના પેકેજીંગના યુનિટો મોરબીના સિરામિક ઉદ્યોગ ઉપર આધારિત છે જો કે, સિરામિક એસો. દ્વારા સામુહિક રીતે નિર્ણય લઈને સિરામિક ટાઇલ્સના કારખાનાઓને એક મહિના સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની અસર પેકેજીંગ ઉદ્યોગ ઉપર આવે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. જેથી મોરબી પેકેજીંગ એસો.ના પ્રમુખ પાર્થભાઈ બારૈયાની આગેવાની હેઠળ મીટીંગ મળી હતી અને આ મિટિંગમાં પ્રમુખ સહિતના હોદ્દેદારો તથા પેકેજીંગના યુનિટ ધરાવતા કારખાનેદારો હાજર રહ્યા હતા

ખાસ કરીને ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે જે યુદ્ધ શરૂ થયું છે ત્યાર પછીથી પેકેજીંગ યુનિટમાં વપરાતા રો-મટીરીયલ જેમાં પેપર સહિતની તમામ વસ્તુઓના ભાવમાં તોતિંગ વધારો થયો છે ત્યારે પેકેજીંગ યુનિટને ટકાવી રાખવા માટે આગામી સમયમાં પેકેજીંગ યુનિટમાં બનતી પ્રોડક્ટના ભાવમાં પણ વધારો કરવો પડે તેવી પરિસ્થિતિ થઈ ગઈ છે અને હાલના જે ભાવ રો-મટીરીયલના આવી રહ્યા છે તે જોતાં અને આગામી એક મહિના પછી જ્યારે સીરામીકના કારખાનાઓ ફરી પાછા ધમધમતા થશે ત્યારે પેકેજીંગ યુનિટમાં વપરાતા રો-મટીરીયલના જે ભાવ મળતા હશે તેને ધ્યાને રાખીને પેકેજીંગ યુનિટમાં બનતી તૈયાર પ્રોડક્ટના નવા ભાવ નક્કી કરવામાં આવશે

જોકે, હાલમાં પેકેજીંગ યુનિટમાં જે બોક્સ બનાવવામાં આવતા હોય છે તેનો વર્તમાન ભાવ છે તેમાં સરેરાશ 15 થી 20 ટકા જેટલો ભાવ વધારો કરવામાં આવે તો જ પેકેજિંગનો ઉદ્યોગ મોરબીમાં ટકી શકે તેમ છે જેથી કરીને સામૂહિક રીતે ભાવ વધારો કરવા માટેનો નિર્ણય પેકેજીંગ એસો.ની મિટિંગમાં લેવામાં આવ્યો છે સાથો સાથ સિરામિકના કારખાનાઓ હાલમાં બંધ હોવાથી બોક્સની ડિમાન્ડમાં બહુ મોટો ઘટાડો થયો છે જેથી ઘણા બધા પેકેજિંગના યુનિટ બંધ થઈ ગયા છે અથવા તો બંધ થઈ જવા જેવી સ્થિતિમાં આવી ગયા છે ત્યારે પેકેજીંગ યુનિટમાંથી રોજગારી મેળવતા શ્રમિકો કે તેના પરિવારો પણ હેરાન ન થાય તેના માટે થઈને પણ કારખાનેદારો દ્વારા તકેદારી રાખવામા આવે તેવી ટકોર આગેવાનો દ્વારા આ બેઠકમાં કરવામાં આવી હતી












Latest News