મોરબી : જાગો ગ્રાહક જાગો યોજનાની સાર્થક કરવા ન્યાયમૂર્તિ પી.સી.રાવલને એક્ષટેન્શન આપવા માંગ રાજકોટથી મોરબી આવી રહેલા કાર રોડ ઉપર 8થી 10 પલટી ખાઈ જતાં કારમાં બેઠેલા 3 પૈકીનાં 2 યુવાનોના મોત પ્રમાણિક્તા: મોરબીમાં રોકડ-દાગીના ભરેલ થૈલી પરત કરી મોરબીમાં પેટ્રોલ પંપ ગાડી આગળ લેવાનું કહેતા કર્મચારીને 4 શખ્સોએ ધોકા વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી મોરબીમાં વિજય ટોકીઝ પાસે 108 અને કાર વચ્ચે અકસ્માત થતાં ઇએમટી મહિલા કર્મચારીને માથામાં ગંભીર ઇજા-મણકામાં ફેક્ચર મોરબીનું માર્કેટ યાર્ડ આજેથી ફરી ધમધમતું: મહુર્તના સોદામાં કપાસના 1900, મગફળીના 1600 અને જીરૂના 5400 નો ભાવ આવ્યો મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના નિવાસ સ્થાને સ્નેહ મિલનના કાર્યક્રમનું આયોજન મોરબી જીલ્લાની 349 ગ્રામ પંચાયતના સરપંચ પદ માટે અનામત બેઠકોનું જાહેરનામું પ્રસિદ્ધ
Breaking news
Morbi Today

મોરબીમાં ધક્કાવાળી મંદિર નજીક એસટી બસના ચાલકે હડફેટે લેતા આધેડને માથામાં ઇજા અને પગમાં ફેક્ચર


SHARE































મોરબીમાં ધક્કાવાળી મંદિર નજીક એસટી બસના ચાલકે હડફેટે લેતા આધેડને માથામાં ઇજા અને પગમાં ફેક્ચર

મોરબીના રેલ્વે સ્ટેશન નજીક આવેલ ધક્કાવાળી મેલડી માતાજીના મંદિર તરફ આધેડ ચાલીને પસાર થઈ રહ્યા હતા ત્યારે એસટી બસના ચાલકે તેને હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં આધેડને માથામાં ઇજા થઈ હતી તથા ડાબા પગમાં ઢીચણથી ઉપર સાથળના ભાગે ફેક્ચર થયું હતું જેથી તેઓને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ આધેડે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં એસટી બસના ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબી તાલુકાના રાજપર ગામે રહેતા રમણીકભાઈ ગોપાલભાઈ મારવાણીયા (52)એ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એસટી બસ નંબર જીજે 18 ઝેડ 8419 ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે મોરબીના ધક્કાવાળી મેલડી મંદિર તરફ તેઓ ચાલીને જઈ રહ્યા હતા દરમિયાન પાછળથી એસટી બસમાં ચાલકે ફૂલ સ્પીડમાં પોતાની બસ ચલાવીને તેઓને હડફેટે લીધા હતા અને અકસ્માત કર્યો હતો આ બનાવમાં ફરિયાદીને માથામાં ઇજા થઈ હતી અને ડાબા પગમાં ઢીચણથી ઉપરના ભાગે સાથળમાં ફ્રેક્ચર થયું હતું જેથી ઇજા પામેલ હાલતમાં તેઓને સારવાર માટે લઈ ગયા હતા અને ત્યારબાદ આધેડે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે એસટી બસના ચાલક સામે ગુનો નોંધી આરોપી પકડવા માટે તજવીજ શરૂ કરે છે

બાઈકની ચોરી

મોરબી તાલુકાના ઘુટુ ગામે આવેલ બંસરી હોટલની પાછળના ભાગમાં વસંતવિહાર સોસાયટીમાં રહેતા જીલુભાઈ પ્રવીણભાઈ વાસવેલીયા (42)એ પોતાના ઘર પાસે તેનું બાઈક નંબર જીજે 36 એ ઇ 2792 પાર્ક કરીને મૂક્યુ હતુ જે 60,000 રૂપિયાની કિંમતનું બાઈક કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા શખ્સની સામે ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે












Latest News