મધર ડેમના પાણીનો સદુપયોગ: મોરબીના મચ્છુ 2 ડેમમાંથી જુદા જુદા ચાર ડેમમાં પાણી મોકલવાનું શરૂ કરાયું મોરબી જીલ્લામાં પોલીસે 4.25 કરોડના દારૂના જથ્થાનો નાશ કરાયો માળીયા (મી)ના જુના ઘાટીલા ગામ પાસે એસટીની બસ રોડ સાઈડના ખાડામાં ફસાઈ ! મોરબી-રાજકોટ રોડ ઉપર ખાડાના કારણે કોઈનું મોત થશે તો તંત્ર-સરકાર સામે માનવ વધનો કેસ કરીશું: મહેશ રાજકોટિયા મોરબીના ઘોડાધ્રોઈ ડેમ અને હળવદના બ્રાહ્મણી-૨ ડેમની કલેક્ટર સ્વપ્નિલ ખરેએ લીધી મુલાકાત મોરબીના આદરણા-સનાળા માર્ગ પર પૂરના પાણી ઓસરી જતાં વાહનવ્યવહાર પૂર્વવત કરાયો મોરબી નજીક નર્મદાની કેનાલમાં ગાબડુ પડતાં ખેડૂતોને થયેલ નુકશાન સામે સર્વે કરી વળતર આપવા કલેક્ટરનો આદેશ: યુદ્ધના ધોરણે રિપેરિંગ કરવા સૂચના મોરબીના કલેક્ટરે ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં વંદે માતરમ્ @ ૧૫૦ ની ઉજવણી અન્વયે ૨૩ થી ૩૧ માર્ચ સુધી વિવિધ કાર્યક્રમનું આયોજન


SHARE







મોરબી જિલ્લામાં વંદે માતરમ્ @ ૧૫૦ ની ઉજવણી અન્વયે ૨૩ થી ૩૧ માર્ચ સુધી વિવિધ કાર્યક્રમનું આયોજન

રાષ્ટ્રગીત વંદે માતરમ્ના ૧૫૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર રાજ્યની સાથે મોરબી જિલ્લામાં પણ વંદે માતરમ્ ફેઝ-૨ અન્વયેવ  ૨૩ માર્ચથી ૩૧ માર્ચ, ૨૦૨૬ દરમિયાન વંદે માતરમ્ @ ૧૫૦ની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉજવણીના ભાગરૂપે યોજાનારા વિવિધ સાંસ્કૃતિક અને દેશભક્તિના કાર્યક્રમોના સુચારૂ સંચાલન માટે નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી.

 સમગ્ર કાર્યક્રમના સુચારૂ આયોજન તથા ૨૫ માર્ચના યોજાનાર પદયાત્રા રેલી માટે રૂટ મેનેજમેન્ટ, પીવાના પાણી તથા આરોગ્ય ટીમ સહિતની સુવિધાઓ માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત તા. ૨૩ માર્ચે સાંસ્કૃતિક કાર્યક્રમ અને તા. ૨૪ માર્ચે જિલ્લાની શાળા-કોલેજમાં વિદ્યાર્થીઓ દ્વારા વંદે માતરમ્નું સામૂહિક ગાન કરવામાં આવશે. અને વિશેષ રૂપે, તા. ૨૫ માર્ચના રોજ મોરબી શહેરમાં મણીમંદિર થી મીરબી મહાનગર પાલિકા કચેરી સુધી પદયાત્રા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જિલ્લાના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહેશે. ઉપરાંત, તા. ૨૬ માર્ચના રોજ શાળા-કોલેજોમાં ચિત્ર, નિબંધ અને વકતૃત્વ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવનાર છે. આ કાર્યક્રમો સહભાગી બનવા જિલ્લાવાસીઓને વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે






Latest News