મોરબીના મેયર, ડેપ્યુટી મેયર અને દંડકે કુબેરનગર નવલખી ફાટક પાસે પ્રી-મોન્સૂન કામગીરીનું ચેકિંગ કર્યું મોરબી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર ખાતે ૧૧ માસના કરાર આધારિત ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ ઓફિસરની જગ્યા માટે અરજીઓ મંગાવાઈ મોરબીમાં બીજા માળની છત ઉપરથી નીચે પડી જતા મહિલાનું મોત મોરબીમાં કાલે શ્રી સનાતન યુવા ગ્રુપ દ્વારા રાહત દરે ફુલસ્કેપ નોટબુકનું વિતરણ મોરબીની સિરામિક ટાઇલ્સના ભાવમાં 1 જૂનથી પ્રતિ સ્ક્વેર ફૂટે 5 રૂપિયાનો ભાવ વધારો: એડવાન્સ પેમેન્ટ પછી ગ્રાહકોને માલની ડિલિવરીનો સામૂહિક નિર્ણય મોરબીના માધાપરવાડી વિસ્તારમાં મંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયા તેમજ ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયાના પ્રયાસોથી માધ્યમિક શાળા મંજુર મોરબીના ફડસર ગામે બોલાવીને રાજકોટના યુવાન પાસે વ્યાજના પૈસાની પઠાણી ઉઘરાણી કરીને આપી જાનથી મારી નાખવાની ધમકી મોરબીમાં આઇપીએલની મેચ ઉપર સટ્ટો રમતા એક પકડાયો-બેની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમાં કલેક્ટરના અધ્યક્ષસ્થા મળેલ જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં પીવાનું પાણી સહિતની સુવિધાઓ સુનિશ્ચિત કરવા અધિકારીઓને તાકીદ કરાઈ


SHARE











મોરબીમાં કલેક્ટરના અધ્યક્ષસ્થા મળેલ જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં પીવાનું પાણી સહિતની સુવિધાઓ સુનિશ્ચિત કરવા અધિકારીઓને તાકીદ કરાઈ

મોરબી જિલ્લામાં જનસુખાકારીના કાર્યોને વેગ આપવા અને વહીવટી પ્રક્રિયાને વધુ લોકાભિમુખ બનાવવાના હેતુથી કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે કલેક્ટર કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી અને ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં લોકપ્રશ્નો અને વિકાસલક્ષી કામોની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી.


બેઠક દરમિયાન કલેક્ટરએ વિકાસ કામોની ગુણવત્તા બાબતે કડક વલણ અપનાવવા સ્પષ્ટ નિર્દેશ આપતા કામગીરીમાં કોઈ પણ પ્રકારની શિથિલતા ચલાવી લેવામાં આવશે નહીં. પ્રજાકીય સુવિધાઓના ભાગરૂપે આરોગ્ય કેન્દ્રો, શાળાઓ અને જાહેર સ્થળોએ સ્વચ્છતા જાળવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ ઉપરાંત, ઉનાળાને ધ્યાને રાખી જિલ્લાના કોઈ પણ ગ્રામ્ય વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા ન સર્જાય તે માટે પાણી પુરવઠા વિભાગને જરૂરી સૂચના અપાઈ હતી. બેઠકમાં તાજેતરના કમોસમી વરસાદ/ભારે પવનથી થયેલા નુકસાન અને રોડ-રસ્તાના પ્રશ્નો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકનું સંચાલન નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચરે કર્યું હતું. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એન.એસ. ગઢવી, જિલ્લા પોલીસ વડા મુકેશ પટેલ, નાયબ વન સંરક્ષક ડો. સુનિલ બેરવાલ સહિત જિલ્લા વહીવટી તંત્રના વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.





Latest News