મોરબી : જાગો ગ્રાહક જાગો યોજનાની સાર્થક કરવા ન્યાયમૂર્તિ પી.સી.રાવલને એક્ષટેન્શન આપવા માંગ રાજકોટથી મોરબી આવી રહેલા કાર રોડ ઉપર 8થી 10 પલટી ખાઈ જતાં કારમાં બેઠેલા 3 પૈકીનાં 2 યુવાનોના મોત પ્રમાણિક્તા: મોરબીમાં રોકડ-દાગીના ભરેલ થૈલી પરત કરી મોરબીમાં પેટ્રોલ પંપ ગાડી આગળ લેવાનું કહેતા કર્મચારીને 4 શખ્સોએ ધોકા વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી મોરબીમાં વિજય ટોકીઝ પાસે 108 અને કાર વચ્ચે અકસ્માત થતાં ઇએમટી મહિલા કર્મચારીને માથામાં ગંભીર ઇજા-મણકામાં ફેક્ચર મોરબીનું માર્કેટ યાર્ડ આજેથી ફરી ધમધમતું: મહુર્તના સોદામાં કપાસના 1900, મગફળીના 1600 અને જીરૂના 5400 નો ભાવ આવ્યો મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના નિવાસ સ્થાને સ્નેહ મિલનના કાર્યક્રમનું આયોજન મોરબી જીલ્લાની 349 ગ્રામ પંચાયતના સરપંચ પદ માટે અનામત બેઠકોનું જાહેરનામું પ્રસિદ્ધ
Breaking news
Morbi Today

મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો


SHARE































મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો

મોરબીમાં મહિલાઓનો સર્વાંગી વિકાસ થાયએ માટે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા પ્રેરણાદાયી પહેલરૂપે કરીને “મહિલા લીડરશીપ કોન્કલેવ” નું આયોજન કરાયું હતું જેમાં જાણીતા મહિલા તજજ્ઞોએ નારી શક્તિ ધારે તો દેશ, સમાજ અને કુટુંબ માટે શુ કરી શકે તેના માટે પ્રેરણાદાયી ઉદાહરણો આપ્યા હતા અને આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ હાજર રહી હતી.

મોરબીમાં યોજાયેલ મહિલા લીડરશીપ કોન્કલેવનો મુખ્ય હેતુ સમાજના વિવિધ ક્ષેત્રોમાં પોતાનું નહિ બીજાના ભલામાં જ આપણું ભલું હોવાંની ભાવનાને ચરિતાર્થ કરવા સતત સક્રિય કાર્ય કરતી મહિલાઓને એક મંચ પર લાવી તેમના વિચારો, અનુભવો અને નેતૃત્વ ક્ષમતાનો પરસ્પર વિનિમય થકી સમાજમાં સકારાત્મક પરિવર્તનની દિશા નિર્ધારિત કરવાનો હતો. આ કાર્યક્રમમાં ૧૦ જેટલી વિવિધ સંસ્થાઓની બહેનો જોડાઈ હતી. આ તકે હેમાબેન પટેલ, અંજનાબેન ગઢીયા, હિરલબેન વ્યાસ, વંદનાબેન સરડવા, અવની ભોરણીયા અને જલ્પાબેન ત્રિવેદી સહિતના મહિલા આગેવાનોએ પોતાના વિચારો તથા અનુભવો રજૂ કર્યા હતા. તો યંગ ઇન્ડિયા ગ્રુપના સ્થાપક ડૉ. દેવેન રબારીએ જણાવ્યું હતું કે, મહિલા સશક્તિકરણ માત્ર એક નારો કે કાર્યક્રમ સુધી સીમિત બાબત નથી, પરંતુ સમાજના સર્વાંગી વિકાસ માટેનું એક મજબૂત આધાર છે. અને આ કાર્યક્રમ થકી મહિલાઓને એક સશક્ત મંચ મળ્યું છે.












Latest News