મોરબીમાં ઘરેથી કારખાને જવાનું કહીને નીકળ્યા બાદ યુવતી ગુમ મોરબી રાજકોટ હાઇવેના ખાડાનું નિરીક્ષણ કરીને 48 કલાકમાં મરામત કરાવવા મહેશ રાજકોટીયાનું તંત્રને અલ્ટિમેટમ હળવદમાં ઘરમાં જુગાર રમતા 4 શખ્સો 2.62 લાખના મુદામાલ સાથે પકડાયા: ધરધણીની શોધખોળ મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજના વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા મોરબીના શખ્સને ગાંજો આપનાર રાજકોટનો શખ્સ પકડાયો, જેલ હવાલે મોરબી ફાયરની ટીમે રાત્રે ૧૨ વાગ્યે મહેન્દ્રનગર નજીક લીફ્ટમાં ફસાયેલા છ લોકોનું કર્યુ રેક્સ્યું મોરબીમાં વૈભવ હોટલ નીચે આવેલ ઓફિસમાં જુગાર રમતા ત્રણ શખ્સ ઝડપાયા મોરબીના ટિંબડી નજીક લેબર કોલોનીમાં પગથિયાં ઉપરની લપસી પડતાં ઇજા પામેલા યુવાનનું મોત: બેલા નજીક કારખાનામાં શૉટ લગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં ધક્કાવાળી મેલડી માતાજીના નવરંગ માંડવાનું આયોજન:  ચૈત્રી નવરાત્રી નિમિતે રાસ ગરબાનું આયોજન


SHARE







મોરબીમાં ધક્કાવાળી મેલડી માતાજીના નવરંગ માંડવાનું આયોજન:  ચૈત્રી નવરાત્રી નિમિતે રાસ ગરબાનું આયોજન

મોરબીના નવલખી રોડ પર રેલવે સ્ટેશન પાસે આવેલા ધક્કાવાળી મેલડી માતાજીના મંદિરે નવરંગ માંડવાનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા ૨૮/૩/૨૬ શનિવારે આ ધાર્મિક કાર્યક્રમ યોજાશે.

મોરબીમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ધક્કાવાળી મેલડી માતાજીના મંદિરે નવરંગ માંડવાનું આયોજન કરાયું છે અને જેમાં સવારે થાંભલી રોપણ, નવચંડી યજ્ઞ, બિડું હોમવાનો સમય: સાંજે 4 વાગ્યે, ભુવાના સામૈયા સાંજે ૫ વાગ્યે, મહાપ્રસાદ સાંજે ૬ વાગ્યે, મહાઆરતી સાંજે ૭ વાગ્યે, ડાકલાની રમઝટ રાત્રે ૯ વાગ્યે યોજાશે આ તકે રાવણદેવ હિતેષભાઇ (ગોંડલ વાળા) સહિત ભુવાઓ માતાજીના દુહા છંદ ગરબાની રમઝટ બોલાવશે. જેથી ધાર્મિક કાર્યક્રમ નો ધર્મપ્રેમી જનતાને લાભ લેવા માટે શ્રી ધક્કાવાળી મેલડી માતાજી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.

ચૈત્રી નવરાત્રી નિમિતે રાસ ગરબાનું આયોજન

મોરબીના ધક્કાવાળી મેલડી માતાજી મંદિરએ ચૈત્રી નવરાત્રી મહોત્સવ અંતર્ગત મંદિરે તા.૨૫ ને બુધવારએ રાત્રે ૮:૩૦ વાગે મંદિરના આંગણે ઓર્કેસ્ટ્રા મ્યુઝીક પાર્ટી સાથે રાસ ગરબાનું આયોજન કરાયુ છે. 






Latest News