માળીયા (મી)ના અંજીયાસર પાસેથી પાવર ગ્રીડ કંપનીના 13.50 લાખના વાયરની ચોરીન ગુનામાં બે આરોપી ઝડપાયા: 17.50 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખાખરાળા નજીક પગપાળા જતા બે વૃદ્ધોને કાર ચાલકે હડફેટ લેતા ઇજાગ્રસ્તો સારવારમાં મોરબીમાં કારખાને જવાનું કહીને નીકળેલ યુવાન ૧૦ દિવસથી ગુમ મોરબીના વઘાસીયા ટોલનાકા પાસે બાઈક ચાલકને અજાણ્યા કાર ચાલકે હડફેટ લેતા માથામાં ઇજા મોરબી : વાંકાનેરના દિધલીયા ગામે ભત્રીજા સાથે ઝઘડો કરતાં ઈસમને સમજાવવા જતાં છરી વડે હુમલો મોરબી જીલ્લામાં પેટ્રોલ-ડીઝલના જથ્થા બાબતે સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી દૂર રહેવા કલેકટરની લોકોને અપીલ માળીયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે 52 આગેવાનોએ સેન્સ આપી મોરબી શહેર-જીલ્લામાં વાહન ચાલકોએ પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો લગાવી, પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી-વિનોદભાઇ ડાભી
Breaking news
Morbi Today

માળીયા (મી)ના અંજીયાસર પાસેથી પાવર ગ્રીડ કંપનીના 13.50 લાખના વાયરની ચોરીન ગુનામાં બે આરોપી ઝડપાયા: 17.50 લાખનો મુદામાલ કબ્જે


SHARE











માળીયા (મી)ના અંજીયાસર પાસેથી પાવર ગ્રીડ કંપનીના 13.50 લાખના વાયરની ચોરીન ગુનામાં બે આરોપી ઝડપાયા: 17.50 લાખનો મુદામાલ કબ્જે

માળીયા (મી)ના અંજીયાસર ગામની સીમમાં કારખાનાની બાજુમાં હાલમાં 765 કેવી લાકડીયા અમદાવાદ વીજ લાઈનનું કામ કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવી રહ્યું છે દરમિયાન ત્યાંથી અજાણ્યા શખ્સ દ્વારા 4500 મીટર જેટલો એલ્યુમિનિયમનો વાયર જેની કિંમત 13.50 લાખ થાય છે તેની ચોરી કરવામાં આવેલ છે તેમજ 6500 મીટર એલ્યુમિનિયમ વાયર, ઇન્સ્યુલેટર નંગ 12 અને સ્પેસર નંગ 35 તથા મેડિસિન્સ જોઈન્ટ નંગ 12 અને ડબલ આઈ સસ્પેન્શન ફીટીંગમાં 5 લાખ રૂપિયાની નુકસાની કરવામાં આવી હતી. જેથી કંપનીના કર્મચારી દ્વારા અજાણ્ય શખ્સની સામે ફરિયાદ નોધાવવામાં આવી હતી જે ગુનામાં પોલીસે બે આરોપીને પકડીને વાયર અને વાહન મળીને 17.50 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.
 
મૂળ યુપીનો રહેવાસી અને હાલમાં મોરબીમાં આવેલ લક્ષ્મીનારાયણ સોસાયટી હાઉસિંગ બોર્ડ પાસે રહેતા અને કલ્પતરુ પ્રોજેક્ટ ઇન્ટરનેશનલ લિમિટેડ કંપનીમાં નોકરી કરતા આશુતોષભાઈ દિનેશભાઈ ભારતીય (25)એ અજાણ્યા શખ્સની સામે માળીયા તાલુકા પોલીસ સ્ટેશનમાં ચોરી અને નુકસાન બાબતની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં જણાવ્યુ હતું કે, માળિયા તાલુકાના અંજિયાસર ગામની સીમમાં કેમિકલના કારખાનાની બાજુમાં પાવર ગ્રીડ 765 કેવી લાકડીયા અમદાવાદ વીજ લાઈનનું કામ તેઓની કંપની દ્વારા કરવામાં આવી રહ્યું છે અને સ્થળ ઉપરથી 4500 મીટર એલ્યુમિનિયમ વાયરની જેની કિંમત 13.50 લાખ થાય છે તેની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવી છે આ ઉપરાંત 6500 મીટર એલ્યુમિનિયમ વાયર તેમજ ઇન્સ્યુલેટર 12 નંગ, સ્પેસર 35 નંગ, મેડિસિન્સ જોઈન્ટ 12 નંગ, ડબલ આઈ સસ્પેન્શન ફીટીંગ 3 નંગમાં નુકસાની કરેલ હોય કુલ મળીને 5 લાખથી વધુની નુકસાની થઈ છે જેથી યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા શખ્સની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ હતી અને હાલમાં માળીયા તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ કે.કે.દરબાર અને તેની ટીમ દ્વારા આ ગુનામાં આરોપી અનીશભાઈ સલેમમામદભાઈ મોખા રહે. ભૂતેશ્વર ફળિયું ભુજ તથા મુસ્તાકભાઈ હાજીભાઈ મેર રહે. લોરીયા તાલુકો ભુજ વાળાની ધરપકડ કરાયેલ છે અને તેની પાસેથી 4500 મીટર કોપર વાયર જેની કિંમત 13.50 લાખ રૂપિયા તથા ટાટા કંપનીનું ઇન્ટ્રા પિકઅપ વાહન નંબર જીજે 12 સિટી 1408 જેની કિંમત 4 લાખ રૂપિયા આમ કુલ મળીને 17.50 લાખ રૂપિયાની કિંમતમાં મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે




Latest News