મોરબીમાં કોમર્શિયલ વ્યવહાર પેટેની લેણી રકમના દીવાની દાવાના કેસમાં વ્યાજ સહિત લેણી રકમ ચૂકવવા કોર્ટનો હુકમ માળીયા (મી) હળવદ રોડ ઉપર આવેલ ધૈર્ય હોટલે મિત્રો સાથે નાસ્તો કરવા ગયેલા યુવાનની છરીનો ઘા ઝીકિને હત્યા: મોરબીની ફાયનાન્સ પેઢી સુધી તપાસનો રેલો આવે તેવા સંકેત મોરબીમાં રહેતા આધેડના મોબાઇલમાં આવેલ એપીકે ફાઇલ ઓપન કરતાંની સાથે જ બેન્ક એકાઉન્ટમાંથી 3 લાખ ઉપાડી ગયા મોરબીના લખધીરપુર રોડે આવેલ કારખાનામાં મશીનના પટ્ટામાં ફસાઈ જતાં ઇજા પામેલા સગીરનું મોત મોરબીના વૃદ્ધની કડીયાણા નજીક આવેલ વાડીમાંથી 1 લાખના કોપર વાયરની ચોરી હળવદમાં જમીન લે-વેચના ભાગીદારને દલાલી આપી દીધી હોવા છતાં વધુ 5 લાખ માંગીને જાનથી મારી નાખવાની ધમકી ટંકારના પાલિકાની પહેલી ચૂંટણીમાં મતદારો ઘટતી પ્રાથમિક સુવિધાઓને ધ્યાને રાખીને કરશે મતદાન: ભાજપ-કોંગ્રેસ સહિતના ઉમેદવારોના જીતના દાવા મોરબીના સાઇબર ફ્રોડના ગુનામાં પકડાયેલ આરોપીના જામીન મંજૂર
Breaking news
Morbi Today

મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના પાર્કિગમાં મિટીંગ દરમ્યાન મારામારી, ઇજાગ્રસ્ત મહીલા સારવારમાં


SHARE













મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના પાર્કિગમાં મિટીંગ દરમ્યાન મારામારી, ઇજાગ્રસ્ત મહીલા સારવારમાં

મોરબીના રવાપર ગામે ઘુનડા રોડ પર આવેલ શિવાલય એપાર્ટમેન્ટમાં ગત તા.૧૩ માર્ચના રોજ રાત્રે ૧૦:૩૦ વાગ્યાના અરસામાં પાર્કિંગમાં મીટિંગ રાખવામાં આવી હતી.જે દરમિયાન બોલાચાલી થઈ હતી. બાદમાં આ બોલાચાલી મારામારીમાં ફેરવાઈ હતી.જેમાં ત્રણથી ચાર લોકોએ મળીને મનિષાબેન સંજયભાઈ રાજપૂત (ઉમર ૩૮)ને માર માર્યો હતો.જેથી ઇજાગ્રસ્ત મનિષાબેનને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.બનાવ અંગે એ ડિવિઝન પોલીસ દ્વારા નોંધ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

તેમજ મોરબી જિલ્લામાં અલગ અલગ બનાવોમાં અકસ્માત અને મારામારીની ઘટનાઓ સામે આવી છે, જેમાં અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.જેમાં હળવદના સુંદરગઢ ગામે રહેતા જગાભાઈ દેવાભાઈ ગળચર (ઉમર ૪૮) હળવદ માર્કેટિંગ યાર્ડ પાસેથી બાઈક લઈને જતા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો.અકસ્માતમાં ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે મોરબી ખાતે ખસેડવામાં આવ્યા હતા.આ ઉપરાંત મોરબીના શનાળા રોડ ઉપરની રેવા ટાઉનશિપ પાસેથી સાયકલ લઈને જઇ રહેલા મગનભાઈ કાનજીભાઈ ભટાસણા (ઉમર ૭૯) રહેવાસી રવાપર રોડને અજાણ્યા બાઈક ચાલકે ટક્કર મારી હતી.આ અકસ્માતમાં તેમને પગમાં ફેક્ચર જેવી ઈજાઓ પહોંચી હતી,જેથી તેમને મોરબીની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

જયારે સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકાના વર્માધાર વિસ્તારમાં રહેતા સુનિલભાઈ ધનાભાઈ (ઉમર ૧૯) એ અજાણ્યા કારણોસર ઝેરી દવા પી લીધી હતી.જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.મોરબી પોલીસે તપાસ કરીને વધુ તપાસ માટે થાન પોલીસને જાણ કરી હતી.

એસિડ પી જતા સારવારમાં

વાંકાનેરના રામચોક મિનારા પાસે રહેતા આશિયાનાબેન અસ્લમભાઈ સૈયદ નામની ૨૫ વર્ષીય મહિલા કોઈ કારણોસર તેના ઘરે એસીડ પી ગયા હતા.જેથી અહીંની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા અને અત્રે પ્રાથમિક સારવાર આપીને તેણીને વધુ સારવાર માટે રાજકોટ લઇ જવામાં આવ્યા હોવાનું પોલીસ સુત્રોમાંથી જાણવા મળે છે.જ્યારે મોરબીના માળિયા તાલુકાના જુના ઘાંટીલા ગામે વાડી વિસ્તારમાં રહીને મજૂરી કામ કરતા પરિવારની અનુબેન ભનતાભાઈ ધાનજ નામની ૧૦ વર્ષની બાળકીને કોઈ જનાવર કરડી જતા સારવાર માટે સિવિલે લાવવામાં આવી હતી.તેમજ ટંકારાના ઉગમણા નાકા વિસ્તારમાં રહેતા મહેશભાઈ વાઘેલા નામના ૨૨ વર્ષના યુવાનને ઓટાળા નજીક ઇકો કારના ચાલકે હડફેટ લેતા ઇજા પામેલા મહેશભાઈ વાઘેલાને અહિંની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને બનાવને પગલે મોરબી પોલીસમાં જાણ થતા સ્થાનિક પોલીસ નોંધ કરી તપાસ કરી હતી અને બનાવની ટંકારા પોલીસને જાણ કરવામાં આવી હતી.તેમ પોલાસુત્રોએ જણાવેલ છે.

વાહન અકસ્માત

મોરબી તાલુકાના નાગલપર ગામના પાટીયા પાસેથી બાઈકમાં જતા વખતે રસ્તામાં કૂતરું આડુ ઉતરતા વાહન સ્લીપ થયું હતું જે બનાવમાં ઈજા થતાં પૂજાબેન શંકરભાઈ લાલવાણી (૨૦) રહે.ઇન્દીરાનગર સામેકાંઠે મોરબી-૨ ને અત્રે આયુષ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. જ્યારે હળવદના ઈશ્વરનગર ગામે રહેતા પરિવારના દેવ ભરતભાઈ પટેલ નામના છ વર્ષના બાળકને પણ વાહન સ્લીપ થવાના બનાવમાં ઇજાગ્રસ્ત હાલતમાં અહીંની ૐ ઓર્થોપેડિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.






Latest News