મોરબી : આપત્તિ વ્યવસ્થાપન અને જન સુરક્ષા માટે હળવદના રણમલપુર ખાતે આઈઓસી દ્વારા ઓફસાઈટ મોકડ્રીલ યોજાઈ મોરબી જલારામ ધામ ખાતે રામનવમીના પાવન પર્વ નિમિતે ત્રિવિધ કાર્યક્રમો યોજાશે મોરબીની યુ.એન.મહેતા આર્ટ્સ કોલેજ ખાતે લાસ્ટ યરની વિદ્યાર્થીનીએ ભાવુક હ્દયે અનુભવો વર્ણવ્યા મોરબી : વિશ્વ હિન્દુ પરિષદ હળવદ પ્રખંડ દ્રારા રામનવમીની તૈયારીમાં બાવન ગામમાંથી લોકો ઉમટી પડયા મોરબીમાં પોલીસની જનસંપર્ક સભામાં વ્યાજખોરોના ભોગ બનેલા 7 થી 8 લોકોએ કરી રજૂઆત મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા લગ્નજીવનના 50 વર્ષ પૂર્ણ કરનાર દંપતિઓ-વડિલોના કરાશે સન્માન માળીયા (મી)ના અંજીયાસર પાસેથી પાવર ગ્રીડ કંપનીના 13.50 લાખના વાયરની ચોરીન ગુનામાં બે આરોપી ઝડપાયા: 17.50 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખાખરાળા નજીક પગપાળા જતા બે વૃદ્ધોને કાર ચાલકે હડફેટ લેતા ઇજાગ્રસ્તો સારવારમાં
Breaking news
Morbi Today

મોરબી : આપત્તિ વ્યવસ્થાપન અને જન સુરક્ષા માટે હળવદના રણમલપુર ખાતે આઈઓસી દ્વારા ઓફસાઈટ મોકડ્રીલ યોજાઈ


SHARE











મોરબી : આપત્તિ વ્યવસ્થાપન અને જન સુરક્ષા માટે હળવદના રણમલપુર ખાતે આઈઓસી દ્વારા ઓફસાઈટ મોકડ્રીલ યોજાઈ

મોરબી જિલ્લામાં ઔદ્યોગિક અને જન સુરક્ષાને પ્રાધાન્ય આપવાના હેતુથી હળવદ તાલુકાના રણમલપુર ગામ નજીક ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ (IOCL) દ્વારા ‘ઓફસાઈટ મોકડ્રીલ’નું આયોજન કરવામાં આવ્યું હતું. પશ્ચિમ ક્ષેત્ર પાઇપલાઇન્સ-વિરમગામ હેઠળની આ પાઇપલાઇનમાં સંભવિત આપત્તિ સમયે IOCL અને તંત્રની સજ્જતા સુનિશ્ચિત કરવા માટે આ રિહર્સલ મોકડ્રીલ યોજાઈ હતી.

મોકડ્રીલના સિનારીઓ અનુસાર, બપોરે ૧૨ વાગ્યાની આસપાસ વિરમગામ-કંડલા પાઇપલાઇનમાં અજાણ્યા તત્વો દ્વારા કરવામાં આવેલા ચોરીના પ્રયાસને લીધે પાઇપલાઇન ડેમેજ થઈ હતી અને પેટ્રોલિયમ પેદાશના લીકેજની ઘટના સર્જાઈ હતી. લાઈન ચેકિંગ દરમિયાન આ બાબત ધ્યાને આવતા ત્વરિત કંટ્રોલરૂમને જાણ કરવામાં આવી હતી. આપાતકાલીન ટીમે આવી સ્થિતિ કાબુમા લીધી હતી અને કામગીર શરૂ કરી હતી, ત્યાં આ દરમિયાન સ્થળ પર અચાનક આગ ફાટી નીકળતા સ્થિતિ ગંભીર બની હતી. આઈ.ઓ.સી.એલ.ની ટીમ દ્વારા તત્કાલિક પગલાં લઈ અપ-સ્ટ્રીમ અને ડાઉન-સ્ટ્રીમ એમ બંને બાજુના વાલ્વ બંધ કરી પાઇપલાઇનને આઈસોલેટ કરવામાં આવી હતી. ફાયર ફાઈટર દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. રિહર્સલ દરમિયાન એક કર્મચારી ઈજાગ્રસ્ત થતા તેમને 108-એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી હતી.

આ મોકડ્રીલમાં વિરમગામ અને કંડલા IOCL ની ટીમ, ફાયર સેફ્ટી, પોલીસ વિભાગ, આરોગ્ય વિભાગ અને ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગના પરસ્પર સંકલનથી સુરક્ષા અને સલામતીની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અંતે મેન્ટેનન્સ ટીમે પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાની પુષ્ટિ કરતા સમગ્ર પ્રક્રિયાને મોકડ્રીલ જાહેર કરવામાં આવી હતી. આ મોકડ્રીલ દ્વારા પાઇપલાઇન સુરક્ષાનું મહત્વ સમજાવી ગ્રામજનોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.મોકડ્રીલ દરમિયાન ડિઝાસ્ટર મામલતદાર સલીમ ડોડીયા, આઈ.ઓ.સી.એલ. વિરમગામના જનરલ મેનેજર મનોજ ગુપ્તા, ડાયરેક્ટર જનરલ મેનેજર વિજય જૈન, મોરબી ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટીના આસિસ્ટન્ટ ડિરેક્ટર એ.બી.ડોબરીયા અને સુનિલ આહિર તેમજ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપનના ડી.પી.ઓ. અમિત પઢારીયા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.




Latest News