મધર ડેમના પાણીનો સદુપયોગ: મોરબીના મચ્છુ 2 ડેમમાંથી જુદા જુદા ચાર ડેમમાં પાણી મોકલવાનું શરૂ કરાયું મોરબી જીલ્લામાં પોલીસે 4.25 કરોડના દારૂના જથ્થાનો નાશ કરાયો માળીયા (મી)ના જુના ઘાટીલા ગામ પાસે એસટીની બસ રોડ સાઈડના ખાડામાં ફસાઈ ! મોરબી-રાજકોટ રોડ ઉપર ખાડાના કારણે કોઈનું મોત થશે તો તંત્ર-સરકાર સામે માનવ વધનો કેસ કરીશું: મહેશ રાજકોટિયા મોરબીના ઘોડાધ્રોઈ ડેમ અને હળવદના બ્રાહ્મણી-૨ ડેમની કલેક્ટર સ્વપ્નિલ ખરેએ લીધી મુલાકાત મોરબીના આદરણા-સનાળા માર્ગ પર પૂરના પાણી ઓસરી જતાં વાહનવ્યવહાર પૂર્વવત કરાયો મોરબી નજીક નર્મદાની કેનાલમાં ગાબડુ પડતાં ખેડૂતોને થયેલ નુકશાન સામે સર્વે કરી વળતર આપવા કલેક્ટરનો આદેશ: યુદ્ધના ધોરણે રિપેરિંગ કરવા સૂચના મોરબીના કલેક્ટરે ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની લીધી મુલાકાત
Breaking news
Morbi Today

હળવદમાં પરિણીત સ્ત્રી સાથે મિત્રતા રાખનાર યુવાનને સમજાવવા જતા બંને પક્ષેથી મારામારી: હવે સામસામે ફરિયાદ


SHARE







હળવદમાં પરિણીત સ્ત્રી સાથે મિત્રતા રાખનાર યુવાનને સમજાવવા જતા બંને પક્ષેથી મારામારી: હવે સામસામે ફરિયાદ

હળવદના ભવાનીનગર ઢોરો વિસ્તારમાં રહેતા યુવાનને તે વિસ્તારમાં રહેતી મહિલા સાથે મિત્રતા હોય જે બાબતે મહિલાના પતિ સહિતના ચાર વ્યક્તિઓ તે યુવાનને સમજાવવા માટે તે યુવાનના ઘરે ગયા હતા અને ત્યારે બંને પક્ષેથી મારામારીનો બનાવ બન્યો હતો અને સામસામે ધમકીઓ દેવામાં આવી હતી જેથી કરીને ઈજા પામેલા લોકોએ સારવાર લીધા બાદ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સામસામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે જુદાજુદા બે ગુના નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

હળવદના ભવાનીનગર ઢોરો હુસેની ચોક પાસે રહેતા સુનિલભાઈ ઉર્ફે ભોલો દિનેશભાઈ ઝીઝુવાડીયા (22)એ હાલમાં દશરથભાઈ ઘોઘાભાઈ નંદેસરીયા, વિશુ કાળુભાઈ, કાનજીભાઈ કાળુભાઈ અને મહેશ ઉર્ફે મયલો કાળુભાઈ રહે. બધા હળવદ ભવાનીનગર ઢોરામાં હળવદ વાળા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યુ છે કે તેને આરોપી મહેશભાઈ ની પત્ની સાથે મિત્રતા હોય જે બાબતનો ખાસ રાખીને ચારેય આરોપીઓએ ફરિયાદીને ગાળો આપી હતી અને ફરિયાદીના ફળિયામાં આવીને વિશુ કાળુભાઈએ ધોકા વડે તથા મહેશ કાળુભાઈએ પાઇપ વડે ફરિયાદીને પીઠના ભાગે તથા માથાના ભાગે માર મારીને ઇજાઓ કરી હતી અને દશરથભાઈ તથા કાનજીભાઈએ ફરિયાદીને ઢીકાપાટુનો માર માર્યો હતો અને ચારેય આરોપીઓએ ફરિયાદીને જીવતો રહેવા નહિ દેવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જ્યારે આ બનાવમાં સામા પક્ષેથી તુલસીબેન ઉર્ફે મનિષાબેન કિશનભાઇ નંદેસરીયા (20) એ સુનિલ ઉર્ફે ભોલો દિનેશભાઈ ઝીંઝૂવાડીયા રહે. ભવાનીનગર ઢોરામાં હળવદ વાળા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, આરોપી હાથમાં ધાર્યું લઈને ફરિયાદીના ફળિયામાં આવ્યો હતો અને સાહેદ ક્યાં છે તે બાબતે પૂછપરછ કરી હતી અને જતો રહ્યો હતો જેથી ફરિયાદીએ આ બાબતે સાહેદોને વાત કરતા ફરિયાદી તથા સાહેદો આરોપીના ઘરે તેને સમજાવવા માટે થઈને ગયા હતા ત્યારે આરોપીએ તેના હાથમાં રહેલ ધારીયાનો હાથો સાહેદ કિશનભાઇને ડાબા હાથના કાંડાના ભાગે મારીને ઇજા કરી હતી અને "ક્યારેય અમારા ઘરે સમજાવવા આવ્યા તો જાનથી મારી નાખવા પડશે" તેવી ધમકી આપી હતી અને ગાળો આપી હતી જેથી મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News