મોરબીમાં ઘરેથી કામે જવાનું કહીને નીકળેલ યુવાન ગુમ હળવદના ટીકર ગામે ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાયેલ મહિલાનું મોત મોરબીમાં પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકર તૂટી ગયા બાદ રોડમાં ચોંટેલા લોખંડા ખિલ્લા તેમજ લાલબાગ પાસેથી દબાણો દૂર કરવાની માંગ મોરબીમાં ઘરમાંથી ઝડપાયેલ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો આપવા આવનારા શખ્સની ધરપકડ મોરબી અને વાંકનેરના વે-બ્રિજના કેલિબ્રેશન માટે GeM પોર્ટલ મારફતે ઈ-ટેન્ડર જાહેર મોરબી જિલ્લામાં ડો. બાબાસાહેબ આંબેડકર આવાસ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકાશે મોરબીમાં પીજીવીસીએલના પ્રશ્નો માટે લોક જનશક્તિ પાર્ટીએ કરી રજૂઆત મોરબી જીલ્લા ભારતીય મજદૂર સંઘનું ત્રિવાર્ષીય અધિવેશન યોજાયું
Breaking news
Morbi Today

મોરબીમાં બુટ ચપ્પલની લારી રાખીને વેપાર કરતા વૃદ્ધે વ્યાજે લીધેલા રૂપિયા સામે લાખો રૂપિયા ચૂકવી દીધા છતાં પણ પઠાણી ઉઘરાણી ચાલુ !: બાપ-દીકરાને મારી નાખવાની ધમકી


SHARE







મોરબીમાં બુટ ચપ્પલની લારી રાખીને વેપાર કરતા વૃદ્ધે વ્યાજે લીધેલા રૂપિયા સામે લાખો રૂપિયા ચૂકવી દીધા છતાં પણ પઠાણી ઉઘરાણી ચાલુ !: બાપ-દીકરાને મારી નાખવાની ધમકી

ગઈકાલે મોરબીમાં વ્યાજખોરોની ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆતો સાંભળવા માટે થઈને પોલીસ દ્વારા જન સંપર્ક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબીના ખત્રીવાડા વિસ્તારમાં રહેતા વૃદ્ધ આવ્યા હતા અને તેઓએ અલગ અલગ ચાર વ્યક્તિઓ પાસેથી રૂપિયાની જરૂર હતી ત્યારે ઉંચા વ્યાજે રૂપિયા લીધા હતા અને તેની સામે લાખો રૂપિયા ચૂકવી દીધા છે તેમ છતાં પણ વૃદ્ધ અને તેના દીકરાને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવે છે અને વધુ પૈસા પડાવવા માટે તેને ધમકીઓ આપવામાં આવી રહી છે જેથી ભોગ બનેલા વૃદ્ધે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ચાર શખ્સોની સામે ગુનો નોધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબીમાં આવેલ ખત્રીવાડ શેરી નંબર 5 માં મોમાઈ માતાજીના મંદિર પાસે રહેતા દિલીપભાઈ બચુભાઈ ચૌહાણ (68) એ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સંજયભાઈ કાનજીભાઈ ચુડાસમા રહે. રામપાર્ક વાવડી રોડ મોરબી, ઈકબાલભાઈ ગનીભાઈ પિંજારા રહે. મકરાણીવાસ મોરબી, સબીરભાઈ કાસમભાઇ પીંજારા રહે. વીસીપરા મોરબી અને હેમંતભાઈ આહીર સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, તેણે સંજયભાઈ પાસેથી 3 વર્ષ પહેલાં રૂપિયાની જરૂર હતી ત્યારે 30 હજાર રૂપિયા ઉંચા વ્યાજે લીધેલા હતા અને 3 મહિને 36,000 રૂપિયા વ્યાજ સહીતની રકમ પછી આપી હતી ત્યારબાદ ફરિયાદીને રૂપિયાની જરૂર પડતા તેણે 50,000 માસિક 15000 રૂપિયાના વ્યાજે લીધેલા હતા અને 29 મહિના સુધી કુલ મળીને 4,35,000 નું વ્યાજ આપ્યું હતું જોકે ત્યારબાદ વ્યાજ નહીં આપતા આરોપીએ ફરિયાદી તથા તેના દીકરા વિજયને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને તેના દીકરા વિજય પાસેથી બળજબરીપૂર્વક એક્સિસ બેન્કના બે ચેક સહી કરાવીને લઈ લીધેલા હતા

આ ઉપરાંત આરોપી ઈકબાલભાઈ પિંજારા પાસેથી ફરિયાદીએ 1,00,000 વ્યાજે લીધેલા હતા અને દરરોજનું 1500 રૂપિયા વ્યાજ નક્કી કર્યું હતું અને ફરિયાદીએ 75 હજાર રૂપિયા આપી દીધા હતા તથા બાકીના 25,000 વ્યાજમાં વળાવેલ હતા તેમ છતાં પણ ત્રણ મહિના સુધી આરોપીએ ફરિયાદી પાસેથી માસિક 45000 લેખે 1,35,000 બળજબરીપૂર્વક લીધા હતા અને ત્યારબાદ ફરિયાદી પાસેથી 3.30 લાખ રૂપિયા વ્યાજ ચડત સહિતના રૂપિયાની માંગણી કરી હતી અને આરોપી ઈકબાલભાઈએ તેના સાળા સબીરભાઈ પાસેથી ફરિયાદીને ઉંચાવી આજે 2 લાખ રૂપિયા લેવડાવ્યા હતા અને 2 લાખની સામે રોજનું 2000 રૂપિયા વ્યાજ ગણીને મહિને 60000 રૂપિયા 6 મહિના સુધીમાં 3.60 લાખ રૂપિયા ચૂકવી દીધા હતા તેમ છતાં પણ ઈકબાલભાઈ 1.5 લાખ રૂપિયા અને શબ્બીરભાઈ 2.5 લાખ રૂપિયાની પઠાણી ઉઘરાણી કરતા હતા અને ફરિયાદી તથા તેના દીકરા વિજયને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા તેમજ વીસીપરામાં લઈ જઈને કામ કરવાની પણ ધમકી આપી હતી

આમ ત્રણેય શખ્સોના રૂપિયા ચૂકવવા માટે થઈને ફરિયાદીએ હેમંતભાઈ આહીર પાસેથી 20,000 રૂપિયા લીધેલા હતા જેની સામે આરોપીએ ફરિયાદીના દીકરા વિજયભાઈ એક્સીસ બેંકનો સહી વાળો ચેક લઈ લીધો હતો ત્યારબાદ ફરિયાદીના દીકરાએ આરોપીને ટુકડે ટુકડે 20,000 રૂપિયા પાછા આપી દીધા હતા તેમ છતાં પણ રૂપિયા 20,000 રૂપિયા 10 દિવસમાં આપી દેવા માટે કહ્યું હતું અને દસ દિવસમાં રૂપિયા નહીં આપે તો ફરિયાદીની નહેરુગેટ ચોકમાં આવેલ બુટ ચંપલ ની લારીએથી માલ સામાન ભરી જવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા વૃદ્ધે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ચાર શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News