મધર ડેમના પાણીનો સદુપયોગ: મોરબીના મચ્છુ 2 ડેમમાંથી જુદા જુદા ચાર ડેમમાં પાણી મોકલવાનું શરૂ કરાયું મોરબી જીલ્લામાં પોલીસે 4.25 કરોડના દારૂના જથ્થાનો નાશ કરાયો માળીયા (મી)ના જુના ઘાટીલા ગામ પાસે એસટીની બસ રોડ સાઈડના ખાડામાં ફસાઈ ! મોરબી-રાજકોટ રોડ ઉપર ખાડાના કારણે કોઈનું મોત થશે તો તંત્ર-સરકાર સામે માનવ વધનો કેસ કરીશું: મહેશ રાજકોટિયા મોરબીના ઘોડાધ્રોઈ ડેમ અને હળવદના બ્રાહ્મણી-૨ ડેમની કલેક્ટર સ્વપ્નિલ ખરેએ લીધી મુલાકાત મોરબીના આદરણા-સનાળા માર્ગ પર પૂરના પાણી ઓસરી જતાં વાહનવ્યવહાર પૂર્વવત કરાયો મોરબી નજીક નર્મદાની કેનાલમાં ગાબડુ પડતાં ખેડૂતોને થયેલ નુકશાન સામે સર્વે કરી વળતર આપવા કલેક્ટરનો આદેશ: યુદ્ધના ધોરણે રિપેરિંગ કરવા સૂચના મોરબીના કલેક્ટરે ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની લીધી મુલાકાત
Breaking news
Morbi Today

ગાંધીનગર ખાતે મંત્રી કમલેશભાઈ પટેલ હસ્તે મોરબી જિલ્લાના હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ દીપ પટેલનું કરાયું  સન્માન


SHARE







ગાંધીનગર ખાતે મંત્રી કમલેશભાઈ પટેલ હસ્તે મોરબી જિલ્લાના હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ દીપ પટેલનું કરાયું  સન્માન

ગાંધીનગર ખાતે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના સંકુલમાં હોમગાર્ડ્ઝ અને સિવિલ ડિફેન્સ વિભાગ દ્વારા આયોજિત રાજ્ય કક્ષાના રમતોત્સવ-૨૦૨૬ માં મોરબી જિલ્લાએ ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે. આ રમતગમત મહોત્સવમાં મોરબી જિલ્લા હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ દીપ ભૂપેન્દ્રભાઈ પટેલે શૂટિંગ ક્ષેત્રે મેળવેલી વિશિષ્ટ સિદ્ધિ બદલ તેમને રાજ્ય કક્ષાએ સન્માનિત કરવામાં આવ્યા છે.

ગુજરાત રાજ્યના ચાર ઝોનના હોમગાર્ડ્ઝ જવાનો માટે યોજાયેલા આ દ્વિ-દિવસીય રમત મહોત્સવમાં ૧૦૦ થી ૪૦૦ મીટર દોડ, રસાખેંચ અને વોલીબોલ જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સૌરાષ્ટ્ર ઝોન વતી ભાગ લેતા મોરબીના કમાન્ડન્ટ દીપ પટેલે રાષ્ટ્રીય કક્ષાના ખ્યાતનામ શૂટર તરીકે પિસ્તોલ શૂટિંગમાં (સેન્ટર ફાયર અને સ્ટાન્ડર્ડ પિસ્તોલ) પોતાનું કૌશલ્ય દાખવ્યું હતું. તેમની આ રમતગમતની પ્રતિભાને બિરદાવતા રાજ્યના નાણા, ગૃહ અને આબકારી મંત્રીશ્રી કમલેશભાઈ પટેલ તથા ગુજરાત રાજ્ય હોમગાર્ડ્ઝના વડા ડાયરેક્ટર જનરલ ડો. સમશેરસિંઘ (IPS) ના વરદ હસ્તે તેમને વિશેષ એવોર્ડ અને પ્રશસ્તિપત્ર આપી નવાજવામાં આવ્યા હતા આ ગૌરવવંતા અવસરે ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ, ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાબેન પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. રાજ્ય કક્ષાએ હોમગાર્ડ્ઝ દળનું નામ રોશન કરવા બદલ રાજ્યના ડાયરેક્ટર જનરલએ તેમને ખાસ અભિનંદન પાઠવ્યા હતા.






Latest News