રાજકોટથી મોરબી આવી રહેલા કાર રોડ ઉપર 8થી 10 પલટી ખાઈ જતાં કારમાં બેઠેલા 3 પૈકીનાં 2 યુવાનોના મોત પ્રમાણિક્તા: મોરબીમાં રોકડ-દાગીના ભરેલ થૈલી પરત કરી મોરબીમાં પેટ્રોલ પંપ ગાડી આગળ લેવાનું કહેતા કર્મચારીને 4 શખ્સોએ ધોકા વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી મોરબીમાં વિજય ટોકીઝ પાસે 108 અને કાર વચ્ચે અકસ્માત થતાં ઇએમટી મહિલા કર્મચારીને માથામાં ગંભીર ઇજા-મણકામાં ફેક્ચર મોરબીનું માર્કેટ યાર્ડ આજેથી ફરી ધમધમતું: મહુર્તના સોદામાં કપાસના 1900, મગફળીના 1600 અને જીરૂના 5400 નો ભાવ આવ્યો મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના નિવાસ સ્થાને સ્નેહ મિલનના કાર્યક્રમનું આયોજન મોરબી જીલ્લાની 349 ગ્રામ પંચાયતના સરપંચ પદ માટે અનામત બેઠકોનું જાહેરનામું પ્રસિદ્ધ મોરબીમાં સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા રવિવારે સ્નેહ મિલન-સંગીત સંધ્યાનું આયોજન
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાની ૯,૫૦૦ દીકરીઓને કેન્સરમુક્ત ભવિષ્ય આપવા વહીવટી તંત્ર સજ્જ; નિષ્ણાત તબીબોએ અફવાઓથી દૂર રહી રસી અપાવવા કરી અપીલ


SHARE































મોરબી જિલ્લાની ૯,૫૦૦ દીકરીઓને કેન્સરમુક્ત ભવિષ્ય આપવા વહીવટી તંત્ર સજ્જ; નિષ્ણાત તબીબોએ અફવાઓથી દૂર રહી રસી અપાવવા કરી અપીલ

નારી શક્તિના સ્વાસ્થ્ય અને સુરક્ષાને સર્વોપરી ગણતી કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ગર્ભાશયના મુખના કેન્સર (સર્વાઇકલ કેન્સર) ના નિર્મૂલન માટે એક ક્રાંતિકારી કદમ ઉઠાવવામાં આવ્યું છે. આગામી સમયમાં સમગ્ર દેશની સાથે મોરબી જિલ્લામાં પણ ૧૪ વર્ષની વયની કિશોરીઓ માટે ‘HPV (હ્યુમન પેપિલોમા વાયરસ) રસીકરણ’ અભિયાન શરૂ છે અને દીકરીઓને રસી અપાઈ રહી છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા રાષ્ટ્રવ્યાપી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા શરૂ કરાવેલ આ રાજ્યવ્યાપી ‘HPV રસીકરણ’ અભિયાન તંદુરસ્ત દીકરી, તંદુરસ્ત પરિવારના મંત્ર સાથે વિકસિત ભારતના નિર્માણ માટે માત્ર એક તબીબી પ્રક્રિયા નહી, પરંતુ આવતીકાલની પેઢીને સુરક્ષિત રાખવાનું એક મહાઅભિયાન છે.

મોરબી જિલ્લામાં અંદાજે ૯,૫૦૦ જેટલી દીકરીઓને આ રસી આપવાનું ભગીરથ લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યું છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પી.કે. શ્રીવાસ્તવના નેતૃત્વમાં આરોગ્ય વિભાગ દ્વારા એક ‘સ્ટ્રેટજીક એક્શન પ્લાન’ તૈયાર કરવામાં આવ્યો છે. આ અભિયાન અંતર્ગત ૧૪ વર્ષ પૂર્ણ કરનાર (પરંતુ ૧૫ વર્ષ પૂર્ણ ન કર્યા હોય તેવી) દીકરીઓની ઓળખ માટે આશા કાર્યકરો દ્વારા ‘હેડ કાઉન્ટ સર્વેની કામગીરી પૂર્ણ કરી શાળામાં અભ્યાસ કરતી હોય કે શાળા બહારની, તમામ લક્ષિત દીકરીઓને નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC), સામુહિક આરોગ્ય કેન્દ્ર (CHC) અથવા ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે આ રસી તદ્દન નિઃશુલ્ક આપવામાં આવી રહી છે 

નિષ્ણાત તબીબનું તારણ: શા માટે આ રસી અનિવાર્ય છે?

મોરબીના જાણીતા બાળ રોગ નિષ્ણાત ડો. મનીષ સનારીયા આ અભિયાનના મહત્વ વિષે જણાવ્યુ હતું કે, “ભારતમાં સર્વાઇકલ કેન્સર અને બ્રેસ્ટ કેન્સરનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. ગર્ભાશયના કેન્સરને અટકાવવા માટે HPV વેક્સિન એ એકમાત્ર અસરકારક શસ્ત્ર છે. આ રસી માત્ર સર્વાઇકલ કેન્સર જ નહીં, પરંતુ વજાઇનલ, એનલ અને એનોફેરેન્જિયલ સહિત કુલ ૬ પ્રકારના કેન્સર તેમજ કિશોરીઓમાં થતા મસા (Warts) સામે રક્ષણ આપે છે.”

વધુમાં ડો. સનારીયા ઉમેરે છે કે, “૧૪ થી ૧૫ વર્ષની વયના ગાળામાં જ આ રસી આપવાનું વૈજ્ઞાનિક કારણ એ છે કે આ સમયે રસી આપવાથી શરીરમાં રોગપ્રતિકારક શક્તિને ‘બુસ્ટર ડોઝ’ મળે છે અને ભવિષ્યમાં કેન્સર સામે મજબૂત લડત આપી શકાય છે. ખાનગી હોસ્પિટલોમાં અત્યંત ખર્ચાળ એવી આ રસી સરકાર દ્વારા હવે મફતમાં ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે, જેનો લાભ દરેક વાલીએ લેવો જોઈએ”. આ રસીકરણ માટે વાલીઓનું સંમતિ પત્રક અનિવાર્ય રાખવામાં આવ્યું છે 












Latest News