મોરબીના પીપળી રોડ અને લીલાપર રોડેથી સગીરાના અપહરણ કરનારાઓ પકડાયા, જેલ હવાલે મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા 19 અસહાય માતાઓને રાશન કીટ અર્પણ મોરબી સહિત ગુજરાતના પ્રાથમિક શિક્ષકોને શિક્ષણ સિવાય અનેકવિધ કામગીરીઓનું ભારણ વધી જતાં મુંઝવણ અને મુશ્કેલીમાં વધારો મોરબીમાં જેહાદી માનસિકતાના પુતળા દહન કરીને હિંદુ સંગઠનોએ આવેદનપત્ર પાઠવ્યું આ ખેતર અમારું છે, ખાલી કરી દો તેવું કહીને હળવદના મયાપુર ગામે દંપતીને 6 શખ્સોએ માર માર્યો માળીયા (મી) નજીક ટ્રકમાં સૂતેલા ક્લીનરનું નિદ્રાધીન અવસ્થામાં હાર્ટ એટેકથી મોત આ ખેતર અમારું છે, ખાલી કરી દો તેવું કહીને હળવદના મયાપુર ગામે દંપતીને 6 શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે મોડી રાત સુધી મોબાઈલ જોતી બહેનને ભાઈએ ઠપકો આપતા કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબી મહાપાલિકાના વોર્ડની રચનામાં મતદારોની સંખ્યા માટે ચૂંટણી પંચની ગાઈડલાઈનનો ઉલાળ્યો !: કોંગ્રેસે કરી આયોગમાં રજૂઆત


SHARE













મોરબી મહાપાલિકાના વોર્ડની રચનામાં મતદારોની સંખ્યા માટે ચૂંટણી પંચની ગાઈડલાઈનનો ઉલાળ્યો !: કોંગ્રેસે કરી આયોગમાં રજૂઆત

મોરબી મહાપાલિકાની ચૂંટણીની જાહેરાત ગમે ત્યારે થાય તેવી શ્ક્યતા છે જો કે, મહાપાલિકાના જુદાજુદા 13 વોર્ડની રચના કરવામાં આવેલ છે તેમાં વોર્ડ નં. ૧૧ અને ૧૩ ના મતદારોની સંખ્યા બેલેન્સ કરવા માટે મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખે હાલમાં રાજ્યના ચૂંટણી આયોગમાં રજૂઆત કરેલ છે.

મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાએ હાલમાં રાજ્યના ચૂંટણી આયોગમાં કરેલી રજૂઆતમાં જણાવ્યુ હતું કે, મહાપાલિકાની આગામી દિવસો પ્રથમ ચૂંટણી યોજાવા જઈ રહી છે. અને તે પહેલા તા 23/3 ના રોજ સુધારા મતદારયાદી જાહેર કરવામાં આવી છે. જે મતદારયાદી રાજકીય પક્ષોને એક-એક કોપી આપવાની હોય છે જો કે, મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિને આ કોપી હજુ સુધી આપવામાં આવેલ નથી. અને મોરબી મહાપાલિકાના વોર્ડની રચના કરવામાં આવી છે તે વર્ષ ૨૦૧૧ ની વસ્તીને આધારે કરવામાં આવી છે, પરંતુ વોર્ડમાં આવતા કુલ મતદારોની સંખ્યામાં મોટો તફાવત જોવા મળે છે.

હાલમાં મોરબીમાં કુલ મતદારોની સંખ્યા ૨,૦૭,૦૦૦ જેવી થાય છે. તે મુજબ એક વોર્ડમાં એવરેજ ૧૬,૦૦૦ મતદારોની સંખ્યા થવી જોઈએ. અને ચૂંટણી પંચની ગાઈડલાઈન મુજબ ૨૦ ટકા ફેરફાર થાય તો ૧૮ થી ૧૯ હજાર સુધીની સંખ્યા થાય ત્યાં સુધી કોંગ્રેસને વાંધો નથી, પરંતુ વોર્ડ નં. ૧૧ માં કુલ મતદારોની સંખ્યા ૨૪,૪૭૧ જેવી થાય છે જે ચૂંટણી પંચની ગાઈડલાઈન મુજબ વધારે છે. અને વોર્ડ નં. ૧૩ માં મતદારોની સંખ્યા ૧૫,૨૩૬ જેવી થાઈ છે. જો વોર્ડ નં. ૧૧ માં આવતા બુથમાંથી ચાર બૂથ નં. ૧૯/૨૫, ૨૦/૨૫, ૨૧/૨૫ અને ૨૨/૨૫ ને વોર્ડ નં. ૧૩ માં સમાવિષ્ટ કરવામાં આવે તો બંને વોર્ડનું બેલેન્સ જળવાઈ રહે તેમ છે. તેમજ સીમાંકન મુજબ વોર્ડ નં ૧૧ અને ૧૩ જોડતા વોર્ડ છે જેથી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખની માંગણીને ધ્યાને લઈને ઘટતી કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે. 






Latest News