લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના ચાર્ટર્ડ સભ્યો તથા સેવાભાવી સક્રિય લાયન સભ્યોનુ શિલ્ડ દ્વારા સન્માન કરાયું મોરબીના ઘૂંટુ ગામે આવેલ પ્રાથમિક શાળામાં ઇનોવેટિવ કાર્યક્રમ યોજાયો મોરબીના નીચી માંડલ ગામે ખેડૂતના ખેતરમાં વધુ એક વખત જેટકોની 220 કેવીની વીજ લાઈનમાંથી વાયર તૂટી પડ્યો મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ અને ડ્રેનેજ સમિતિના ચેરમેને STP પમ્પિંગ સ્ટેશન-નંદીધરની લીધી મુલાકાત મૌલા સાહેબ ડો. સૈયદના આલીકાદર મુફદ્દલ સૈફુદ્દીન (TUS) કાલે સાંજે મોરબીમાં: દાઉદી વ્હોરા સમાજમાં અનેરો ઉત્સાહ મોરબીના કલેક્ટરે જિલ્લા માર્ગ અને મકાન વિભાગ અને કાર્યપાલક ઈજનેર કચેરીની લીધી આકસ્મિક મુલાકાત વડનગર શ્રાવણોત્સવ ૨૦૨૬: રીલ સ્પર્ધામાં ભાગ લેવાની છેલ્લી તારીખ ૧૧ સપ્ટેમ્બર મોરબીની પીએમશ્રી માધાપરવાડી શાળામાં આરોગ્ય અને પર્યાવરણ જાગૃતિ વર્કશોપ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા-5 તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટેનું રોટેશન જાહેર કરાયું


SHARE





મોરબી જિલ્લા-5 તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટેનું રોટેશન જાહેર કરાયું

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા મુરતિયાને શોધવા માટેની કવાયત તેજ કરવામાં આવી છે બીજી બાજી ચૂંટણી વિભાગ દ્વારા પણ ચૂંટણી લક્ષી કામગીરીને તેજ કરવામાં આવી છે અને હાલમાં રાજ્યમાં જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીને ધ્યાને રાખીને પ્રમુખ પદ માટેના રોટેશન જાહેર કરવામાં આવેલ છે જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખ પદ માટે એસટી અનામત તેમજ મોરબી અને હળવદ તાલુકા પંચાયત પ્રમુખ માટે સામાન્ય સ્ત્રી અનામત, વાંકાનેર તાલુકા પંચાયતમાં પ્રમુખ માટે એસઇબીસી અનામત અને ટંકારા-માળીયા (મી) તાલુકા પંચાયતમાં પ્રમુખ માટે સામાન્ય ઉમેદવાર જાહેર કરાયેલ છે.

મોરબી સહિત રાજ્યની તમામ જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીને ધ્યાને રાખીને પ્રમુખ પદ માટે રોટેશન જાહે૨ ક૨વામાં આવ્યા છે. જેમાં મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ પદ માટે શેડ્યુલ ટ્રાઇબ એટલે કે એસટી અનામત છે. જો કે, વાંકાનેર તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટે એસઇબીસી એટલે કે, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ, મોરબી-હળવદ તાલુકા પંચાયત સામાન્ય સ્ત્રી અનામત તથા ટંકારા-માળીયા (મી) તાલુકા પંચાયતમાં પ્રમુખ પદ માટે સામાન્ય ઉમેદવાર જાહેર કરવામાં આવેલ છે.




Latest News