મધર ડેમના પાણીનો સદુપયોગ: મોરબીના મચ્છુ 2 ડેમમાંથી જુદા જુદા ચાર ડેમમાં પાણી મોકલવાનું શરૂ કરાયું મોરબી જીલ્લામાં પોલીસે 4.25 કરોડના દારૂના જથ્થાનો નાશ કરાયો માળીયા (મી)ના જુના ઘાટીલા ગામ પાસે એસટીની બસ રોડ સાઈડના ખાડામાં ફસાઈ ! મોરબી-રાજકોટ રોડ ઉપર ખાડાના કારણે કોઈનું મોત થશે તો તંત્ર-સરકાર સામે માનવ વધનો કેસ કરીશું: મહેશ રાજકોટિયા મોરબીના ઘોડાધ્રોઈ ડેમ અને હળવદના બ્રાહ્મણી-૨ ડેમની કલેક્ટર સ્વપ્નિલ ખરેએ લીધી મુલાકાત મોરબીના આદરણા-સનાળા માર્ગ પર પૂરના પાણી ઓસરી જતાં વાહનવ્યવહાર પૂર્વવત કરાયો મોરબી નજીક નર્મદાની કેનાલમાં ગાબડુ પડતાં ખેડૂતોને થયેલ નુકશાન સામે સર્વે કરી વળતર આપવા કલેક્ટરનો આદેશ: યુદ્ધના ધોરણે રિપેરિંગ કરવા સૂચના મોરબીના કલેક્ટરે ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબી શહેરના ભક્તિનગર સર્કલ પાસે 62.42 લાખના ખર્ચે બનશે ગાર્ડન


SHARE







મોરબી શહેરના ભક્તિનગર સર્કલ પાસે 62.42 લાખના ખર્ચે બનશે ગાર્ડન

મોરબી શહેરમાં હરિયાળી અને નાગરિકોને આરામદાયક ખુલ્લી જગ્યાઓ ઉપલબ્ધ થાય તે હેતુથી ભક્તિનગર સર્કલ નજીક આધુનિક સુવિધાઓ સાથે ગાર્ડન બનાવવા માટેનું કામ હાથ ધરવામાં આવી રહ્યું છે. અને પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ 62.42 લાખ થશે તેવું અધિકારી પાસેથી જાણવા મળેલ છે.

મોરબીમાં બનનારા આ ગાર્ડનમાં વિવિધ આધુનિક અને ઉપયોગી સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં ખાસ કરીને મુખ્યત્વે પ્રવેશ દ્વાર, કંપાઉન્ડ વોલ, આંતરિક વોકિંગ ટ્રેક, ગાર્ડન ફર્નિચર, લાઇટિંગ સુવિધાઓ, લેન્ડસ્કેપિંગ અને ઇલેક્ટ્રિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો સમાવેશ થાય છે. તે ઉપરાંત સાઇટ ડેવલપમેન્ટ હેઠળ જમીન સફાઈ, કચરાનું નિરાકરણ, ખોદકામ, યોગ્ય માટીથી ભરાણ, 95% પ્રોક્ટર ડેન્સિટી સુધી કોમ્પેક્શન અને વરસાદી પાણીના વહેંચાણ માટે ગ્રેડિંગ કરવામાં આવશે. ગાર્ડનને સુરક્ષિત અને સુવ્યવસ્થિત બનાવવા માટે કંપાઉન્ડ વોલનું નિર્માણ કરવામાં આવશે, જેમાં આર.સી.સી. ફાઉન્ડેશન, બ્રિક મેસનરી, પ્લાસ્ટરિંગ, પેઇન્ટિંગ અને એમ.એસ. રેલિંગનો સમાવેશ થાય છે. આ વોલ પાર્કની સીમા નક્કી કરવા, સુરક્ષા સુનિશ્ચિત કરવા અને અતિક્રમણ રોકવા મદદરૂપ બનશે.

આ ગાર્ડનનો પ્રવેશ દ્વાર આકર્ષક ડિઝાઇન સાથે બનાવવામાં આવશે, જેમાં એમ.એસ. ફ્રેમ, આર.સી.સી. પિલર્સ, CNC કટિંગ ડિઝાઇન, રિવોલ્વિંગ ગેટ અને સાઇનેજ માટેની વ્યવસ્થા રહેશે. વોકિંગ ટ્રેક માટે મજબૂત અને સલામત સ્તરો સાથે 1.5 થી 2.0 મીટર પહોળાઈનું લૂપ આધારિત ટ્રેક બનાવાશે, જેમાં સ્લિપ રેઝિસ્ટન્ટ સપાટી રહેશે અને ઓછા જાળવણી ખર્ચ સાથે લાંબા ગાળે ઉપયોગી રહેશે.ગાર્ડનમાં ગાર્ડન ફર્નિચર તરીકે વર્તુળાકાર બેઠકો, કોટા સ્ટોન ફિનિશ અને કચરાપેટીઓની સુવિધા ઉપલબ્ધ કરાશે. લાઇટિંગ સિસ્ટમ હેઠળ 4 મીટર ઊંચા ડેકોરેટિવ લાઇટ પોલ્સ, IP65 સ્ટાન્ડર્ડ LED લાઈટ્સ, અન્ડરગ્રાઉન્ડ કેબલિંગ અને યોગ્ય અર્થીંગ સુવિધા ઉપલબ્ધ કરાશે. લેન્ડસ્કેપિંગ હેઠળ લોન ડેવલપમેન્ટ, ખાતર સાથે ટર્ફ લેયિંગ તેમજ સ્થાનિક જાતના વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે. પ્રોજેક્ટમાં ટેબેબુયા, જેકારાન્ડા, બોરસલી, રેન ટ્રી, કેસુડો અને ગુલમોહર જેવા વૃક્ષોનું વાવેતર કલર થીમ મુજબ કરવામાં આવશે. સાથે જ ઓછા જાળવણી ખર્ચવાળા ઝાડ પણ લગાવવામાં આવશે.






Latest News