મધર ડેમના પાણીનો સદુપયોગ: મોરબીના મચ્છુ 2 ડેમમાંથી જુદા જુદા ચાર ડેમમાં પાણી મોકલવાનું શરૂ કરાયું મોરબી જીલ્લામાં પોલીસે 4.25 કરોડના દારૂના જથ્થાનો નાશ કરાયો માળીયા (મી)ના જુના ઘાટીલા ગામ પાસે એસટીની બસ રોડ સાઈડના ખાડામાં ફસાઈ ! મોરબી-રાજકોટ રોડ ઉપર ખાડાના કારણે કોઈનું મોત થશે તો તંત્ર-સરકાર સામે માનવ વધનો કેસ કરીશું: મહેશ રાજકોટિયા મોરબીના ઘોડાધ્રોઈ ડેમ અને હળવદના બ્રાહ્મણી-૨ ડેમની કલેક્ટર સ્વપ્નિલ ખરેએ લીધી મુલાકાત મોરબીના આદરણા-સનાળા માર્ગ પર પૂરના પાણી ઓસરી જતાં વાહનવ્યવહાર પૂર્વવત કરાયો મોરબી નજીક નર્મદાની કેનાલમાં ગાબડુ પડતાં ખેડૂતોને થયેલ નુકશાન સામે સર્વે કરી વળતર આપવા કલેક્ટરનો આદેશ: યુદ્ધના ધોરણે રિપેરિંગ કરવા સૂચના મોરબીના કલેક્ટરે ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની લીધી મુલાકાત
Breaking news
Morbi Today

હળવદ નજીક હોટલ પાસે તલવાર વડે કરાયેલ જીવલેણ હુમલાના ગુનામાં કોર્ટે 4 આરોપીઓને સજા અને દંડ ફટકાર્યો


SHARE







હળવદ નજીક હોટલ પાસે તલવાર વડે કરાયેલ જીવલેણ હુમલાના ગુનામાં કોર્ટે 4 આરોપીઓને સજા અને દંડ ફટકાર્યો

હળવદ નજીક આવેલ રામદેવ હોટલના ગ્રાઉન્ડમાં જૂના મનદુઃખનો ખાર રાખી હુમલો કરવામાં આવેલ હતો અને ત્યારે બે વ્યક્તિઓને ઢીકાપાટુ, પાઈપ અને તલવાર મારીને ઇજાઓ કરવામાં આવી હતી જે કેસ મોરબીની કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં સરકારી વકીલની દલીલોને ધ્યાને લઈને કોર્ટે 1 આરોપીને 7 વર્ષ અને 3 આરોપીઓને 3-3 વર્ષની સજા અને દંડ ફટકાર્યો છે.

કેસની સરકારી વકીલ પાસેથી મળતી માહિતી મુજબ વર્ષ 2017 માં હળવદ નજીક આવેલ રામદેવ હોટેલના ગ્રાઉન્ડમાં ફરિયાદી પ્રભાતભાઈ લક્ષ્મણભાઈ પરમારને આરોપીઓ અભેસંગ કરશનભાઈ ગોહિલ, પ્રવીણભાઈ ભગવાનભાઈ ઉર્ફે ભગુભાઈ મકવાણા, ઘનશ્યામભાઈ ભગવાનભાઈ ઉર્ફે ભગુભાઈ મકવાણા, મહિપાલ ઉર્ફે મહિપત અભેસંગ ગોહિલ, ખુમાન પથુભાઇ મકવાણા રહે. બધા સુખપર હળવદ ઢીકાપાટુ અને પાઇપ વડે માર માર્યો હતો ત્યારે ફરિયાદીને વચ્ચે બચાવવા માટે પડેલા સાહેદ છગનભાઈ કુકાભાઈને આરોપી મહિપત અભેસંગએ તલવારનો પેટના ભાગે ઘા માર્યો હતો. આ કેસ મોરબીની સેશન્સ કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં એડીશનલ સેશન્સ જજ કે.આર.પંડ્યા સાહેબે મદદનીશ સરકારી વકીલ સંજયભાઈ દવેની દલીલો તેમજ 16 મૌખિક અને 21 દસ્તાવેજી પુરાવાઓને ધ્યાને લઈને પાંચ પૈકીનાં આરોપી ખુમાન પથુભાઇ મકવાણાનું કેસ ચાલ્યો તે દરમ્યાન મોત નીપજયું હતું જો કે, બાકીના ચાર આરોપી પૈકીનાં મુખ્ય આરોપી મહિપાલ ઉર્ફે મહિપત અભેસંગ ગોહિલને 7 વર્ષની સખ્ત કેદની સજા અને 10 હજારનો દંડ કર્યો છે જો કે, આરોપી અભેસંગ કરશનભાઈ ગોહિલ, પ્રવીણભાઈ ભગવાનભાઈ મકવાણા અને ઘનશ્યામભાઈ ભગવાનભાઈ મકવાણાને 3-3 વર્ષની સખ્ત કેદની સજા અને 5-5 હજાર નો દંડ કર્યો છે 






Latest News