લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના ચાર્ટર્ડ સભ્યો તથા સેવાભાવી સક્રિય લાયન સભ્યોનુ શિલ્ડ દ્વારા સન્માન કરાયું મોરબીના ઘૂંટુ ગામે આવેલ પ્રાથમિક શાળામાં ઇનોવેટિવ કાર્યક્રમ યોજાયો મોરબીના નીચી માંડલ ગામે ખેડૂતના ખેતરમાં વધુ એક વખત જેટકોની 220 કેવીની વીજ લાઈનમાંથી વાયર તૂટી પડ્યો મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ અને ડ્રેનેજ સમિતિના ચેરમેને STP પમ્પિંગ સ્ટેશન-નંદીધરની લીધી મુલાકાત મૌલા સાહેબ ડો. સૈયદના આલીકાદર મુફદ્દલ સૈફુદ્દીન (TUS) કાલે સાંજે મોરબીમાં: દાઉદી વ્હોરા સમાજમાં અનેરો ઉત્સાહ મોરબીના કલેક્ટરે જિલ્લા માર્ગ અને મકાન વિભાગ અને કાર્યપાલક ઈજનેર કચેરીની લીધી આકસ્મિક મુલાકાત વડનગર શ્રાવણોત્સવ ૨૦૨૬: રીલ સ્પર્ધામાં ભાગ લેવાની છેલ્લી તારીખ ૧૧ સપ્ટેમ્બર મોરબીની પીએમશ્રી માધાપરવાડી શાળામાં આરોગ્ય અને પર્યાવરણ જાગૃતિ વર્કશોપ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેરના અરણીટીંબા ગામે ત્યજી દેવાયેલ નવજાત બાળકીને શ્વાને બચકાં ભરીને ફાડી ખાધી


SHARE





વાંકાનેરના અરણીટીંબા ગામે ત્યજી દેવાયેલ નવજાત બાળકીને શ્વાને બચકાં ભરીને ફાડી ખાધી

લોકોના શરીરમાંથી કંપારી છૂટી જાય તેવી ઘટના વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામમાંથી સામે આવી છે. જેમાં કોઈ અજાણી મહિલાએ તેની બાળકીને ત્યજી દીધી હતી અને તે ત્યજી દેવામાં આવેલ બાળકીને રખડતા શ્વાનોએ ફાડી ખાધી હતી જેથી લોહીલુહાણ હાલતમાં બાળકી જોવા મળતા આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે ત્યાં દોડી આવી હતી અને મૃતક બાળકીના મૃતદેહને પીએમ માટે ખસેડાયો હતો અને પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરી છે.

વાંકાનેરના અરણીટીંબા ગામની સીમમાં કોઈ અજાણી મહિલાએ કોઈપણ કારણોસર તાજી જન્મેલી ફૂલ જેવી માસૂમ બાળકીને નિઃસહાય હાલતમાં ખુલ્લામાં ત્યજી દીધી હતી ત્યાર બાદ નિરાધાર બાળકીને રખડતા શ્વાને ફાડી ખાધી હતી. આ બનાવની ગ્રામજનોને જાણ થતાં લોકો ત્યાં દોડી ગયા હતા અને બાળકીનો મૃતદેહ લોહીલુહાણ હાલતમાં મળી આવ્યો હતો. જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી પોલીસે ઘટના સ્થળે આવી હતી અને મૃતક બાળકીના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને નવજાત બાળકીને ત્યજી દેનારી નિષ્ઠુર જનેતાને શોધવા માટેની પોલીસે કવાયત હાથ ધરી છે.




Latest News