ટંકારાના વીરપર પાસે આગ લાગતા કાર બળીને ખાખ, કારચાલકનો બચાવ ભારત જન વિજ્ઞાન જાથા દ્વારા કાળી ચૌદશની ગેરમાન્યતા-કુપ્રથા સામે પત્રિકા વિતરણ આંદોલનની શરૂઆત મોરબીથી કરી  ટંકારા તાલુકાના હરબટીયાળી ગામે સાપ કરડી જતા યુવાનનું મોત મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે ભટ્ટ પરિવાર દ્વારા હિંગાળજ માતાજીનાં મંદિરે યજ્ઞ યોજાયો મોરબીની અવની ચોકડીએ બોલેરોએ બાઈકને હડફેટે લેતા ત્રણ યુવાનો સારવારમાં મોરબી-નવલખી રોડ મુદે વિપક્ષના નેતાએ આંદોલનની ચીમકી ઉચ્ચારતા તંત્ર કામે લાગ્યું, થીગડા મારવાનું શરૂ મોરબીમાં સંત જાગા સ્વામી જયંતિ-શરદપુનમની ઉજવણી કરાઇ મોરબીના રામધન આશ્રમ ખાતે શરદપુનમ ઉજવાઇ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનાર યુવતીના કાકા ઉપર છરી વડે હુમલો કરનાર શખ્સની ધરપકડ 


SHARE







માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનાર યુવતીના કાકા ઉપર છરી વડે હુમલો કરનારા શખ્સની ધરપકડ 

માળીયા (મી)ના મોટા દહીસરા ગામે રહેતી યુવતીએ પ્રેમલગ્ન કર્યા હતા જેથી યુવતીના પરિવારને લોખિલ પરિવાર સાથે મનદુખ ચાલતું હતું તેવામાં પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર યુવાનના કૌટુંબિક વ્યક્તિએ છરી વડે હુમલો કર્યો હતો અને યુવતીના કાકાને ખભા, પાંસળી અને ગાલ ઉપર છરીના ઘા માર્યા હતા અને ફેક્ચર જેવી ઇજાઓ કરી હતી અને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જે બાબતે માળીયા તાલુકા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ હતી અને હાલમાં આરોપીને પકડીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.

માળીયા (મી)ના મોટા દહીસરા ગામે રહેતા વિનોદભાઈ ઉર્ફે કાળુ રાણાભાઇ બરારીયા (32)એ કિશોરભાઈ દેવદાનભાઈ લોખીલ રહે. મોટા દહીસરા વાળા સામે ફરિયાદ નોંધાવેલ હતી કે, તેઓના ભાઈના દીકરીએ આરોપીના કુટુંબના છોકરા સાથે પ્રેમલગ્ન કરેલ છે જે બાબતનું મનદુઃખ ચાલતું હતું અને તેનો ખાર રાખીને આરોપી બાઈક લઈને મોટા દહીસરા ગામના ઝાપા નજીક બાપાસીતારામ પાનના ગલ્લા પાસે ફરિયાદી પાસે આવ્યો હતો અને ત્યાં ફરિયાદીને મારી નાખવાના ઇરાદે તેના ઉપર છરી વડે હુમલો કરીને જમણા હાથમાં બગલની નીચે પાંસળીના ભાગે, ફેફસાના ભાગે, જમણા હાથમાં ખભાની નીચેના ભાગમાં માર મારીને ફ્રેકચર જેવી ઇજા કરી હતી અને ગાલ ઉપર પણ જીવલેણ ઇજા કરી હતી તથા ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ હતી અને માળીયા મીયાણા તાલુકા પોલીસ દ્વારા આ ગુનામાં આરોપી કિશોરભાઈ દેવદાનભાઈ લોખીલ રહે. મોટા દહીસરા વાળાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે આ કામગીરી માળિયા મિયાણા તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ કે.કે.દરબારની સુચના મુજબ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી




Latest News