મોરબીની પીએમશ્રી માધાપરવાડી શાળામાં આરોગ્ય અને પર્યાવરણ જાગૃતિ વર્કશોપ યોજાયો મોરબીના ખારચીયા ગામે ગ્રામ પંચાયતની છતમાંથી પોપડા પડતાં ફર્નિચરમાં નુકશાન: કોઈ જાનહાનિ નહીં સાક્ષરતા દિન: મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વિદ્યાર્થીઓ માટે ફ્રી માં ત્રીપલ સી સર્ટિફાઇડ કોમ્પ્યુટર કોર્સનું આયોજન મોરબીમાં અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા પાંચમો સર્વજ્ઞાતિય સમૂહ લગ્નોત્સવ યોજાશે માળીયા (મી)ના ખાખરેચી ગામે જૈન દેરાસરમાં ધોળા દિવસે તસ્કરના ધામા, ભગવાનની મૂર્તિ ઉપરથી આભૂષણની ચોરી મોરબીમાં ઈંડા-નોનવેજની લારીઓ તથા કતલખાનાઓ ચાલુ !: કમિશનરે પ્રસિદ્ધ કરેલ જાહેરનામાની ઐસીતૈસી મોરબી જીલ્લામાં નકલી વિદેશી દારૂ બનાવવાના ગુનામાં પકડાયેલા 5 આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર મોરબી મહાનગરપાલિકા કાલે બાળકોને હવાલે: મેયર-ડેપ્યુટી મેયર સહિતની જવાબદારી બાળકો જ સંભાળશે
Breaking news
Morbi Today

માળીયા (મી)ના મોટા દહિસરા ગામે યુવાનની હત્યાનો પ્રયાસ કરનારા આરોપીના ઘરમાંથી એક પિસ્તોલ-નવ જીવતા કાર્ટિઝ ઝડપાયા, વધુ એક ગુનો નોંધાયો


SHARE





માળીયા (મી)ના મોટા દહિસરા ગામે યુવાનની હત્યાનો પ્રયાસ કરનારા આરોપીના ઘરમાંથી એક પિસ્તોલ-નવ જીવતા કાર્ટિઝ ઝડપાયા, વધુ એક ગુનો નોંધાયો

માળીયા (મી) તાલુકાના મોટા દહિસરા ગામે યુવાન ઉપર હુમલો કરનાર આરોપીની ધરપકડ કર્યા બાદ પોલીસ દ્વારા આરોપીના રિમાન્ડ લેવામાં આવ્યા હતા અને રિમાન્ડ દરમિયાન આરોપીના ઘરની જડતી લેવામાં આવી હતી ત્યારે ઘરમાંથી એક પિસ્તોલ અને નવ જીવતા કાર્ટિઝ મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે 5900 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આ ગુનામાં પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

માળિયાની તાલુકાના મોટા દહીસરા ગામે રહેતી યુવતીએ પ્રેમ લગ્ન કર્યા હતા અને જે યુવાન સાથે પ્રેમ લગ્ન કર્યા હતા તેના કૌટુંબિક વ્યક્તિ દ્વારા યુવતીના કાકા ઉપર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો આ ગુનામાં માળિયા તાલુકા પોલીસ દ્વારા બે દિવસ પહેલા આરોપી કિશોરભાઈ દેવદાનભાઈ લોખીલ રહે. મોટા દહીસરા વાળા ની ધરપકડ કરી હતી અને તેને કોર્ટમાં રજૂ કરીને આરોપીને રિમાન્ડ ઉપર લેવામાં આવ્યો હતો અને રિમાન્ડ દરમિયાન તે આરોપીના ઘરની જડતી લેવામાં આવી હતી ત્યારે ઘરમાંથી દેશી બનાવટની એક પિસ્તોલ જેની કિંમત 5000 રૂપિયા તથા જીવતા 9 કાર્ટીઝ જેની કિંમત 900 આમ કુલ મળીને 5,900 ની કિંમતનો મુદ્દા માલ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો હતો અને હાલમાં માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધીને પોલીસે આ ગુનામાં આરોપી કિશોરભાઈ દેવદાનભાઈ લોખિલ (37) રહે મોટા દહિસરા વાળાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News