મોરબીમાં પેટ્રોલ પંપ ગાડી આગળ લેવાનું કહેતા કર્મચારીને 4 શખ્સોએ ધોકા વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી મોરબીમાં વિજય ટોકીઝ પાસે 108 અને કાર વચ્ચે અકસ્માત થતાં ઇએમટી મહિલા કર્મચારીને માથામાં ગંભીર ઇજા-મણકામાં ફેક્ચર મોરબીનું માર્કેટ યાર્ડ આજેથી ફરી ધમધમતું: મહુર્તના સોદામાં કપાસના 1900, મગફળીના 1600 અને જીરૂના 5400 નો ભાવ આવ્યો મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના નિવાસ સ્થાને સ્નેહ મિલનના કાર્યક્રમનું આયોજન મોરબી જીલ્લાની 349 ગ્રામ પંચાયતના સરપંચ પદ માટે અનામત બેઠકોનું જાહેરનામું પ્રસિદ્ધ મોરબીમાં સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા રવિવારે સ્નેહ મિલન-સંગીત સંધ્યાનું આયોજન મોરબી જલારામ ધામ ખાતે જલારામ બાપાની ૨૨૭ મી જન્મજયંતિએ પંચવિધ કાર્યક્રમનું આયોજન કચ્છના સુખપર (રોહા) ખાતે સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા સ્નેહમિલન-ડાયરાનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં દત્તક લીધેલી વિદ્યાર્થિનીને મુસ્કાન વેલફેર સોસાયટીનો સતત સહયોગ


SHARE































મોરબીમાં દત્તક લીધેલી વિદ્યાર્થિનીને મુસ્કાન વેલફેર સોસાયટીનો સતત સહયોગ

મોરબીમાં સમાજસેવામાં અગ્રેસર મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા અભ્યાસ માટે દત્તક લીધેલી નર્સિંગ વિદ્યાર્થિનીના શિક્ષણ માટે અગાઉ પ્રથમ વર્ષનું સંપૂર્ણ ફી સહાયરૂપે ચૂકવી હતી અને હવે બીજા વર્ષના પ્રથમ સેમેસ્ટરની ફી પણ ચૂકવીને તેની શિક્ષણયાત્રાને સતત મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.  

આ વિદ્યાર્થિની આર્થિક પરિસ્થિતિને કારણે અભ્યાસમાં અવરોધનો સામનો કરી રહી હતી, પરંતુ મુસ્કાન વેલફેર સોસાયટીના સહકાર અને સહાયથી તે હવે નિરાંતે પોતાના નર્સિંગના અભ્યાસને આગળ વધારી રહી છે। સંસ્થાનું આ પગલું માત્ર આર્થિક મદદ પૂરતું નથી, પરંતુ વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ અને ઉત્સાહ વધારવાનું ઉત્તમ ઉદાહરણ છે. આ સંસ્થાના સભ્યોએ જણાવ્યુ હતું કે, શિક્ષણ એ સમાજના વિકાસનો આધારસ્તંભ છે અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને સહાય આપવી એ તેમની પ્રાથમિકતા છે। આવનારા સમયમાં પણ સંસ્થા આવા સેવાકીય કાર્યો સતત ચાલુ રાખશે અને વધુ વિદ્યાર્થીઓને મદદ કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે. 












Latest News