મોરબી જીલ્લામાં નકલી વિદેશી દારૂ બનાવવાના ગુનામાં પકડાયેલા 5 આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર મોરબી મહાનગરપાલિકા કાલે બાળકોને હવાલે: મેયર-ડેપ્યુટી મેયર સહિતની જવાબદારી બાળકો જ સંભાળશે મોરબીમાં પર્યુષણ પર્વ ઉપર કતલખાના બંધ રાખવા અને માંસ-મટન વિગેરેનું વેચાણ બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી જીલ્લામાં અપમૃત્યુના 3 બનાવ: નર્મદાની કેનાલમાં જુદીજુદી જગ્યાએ ડૂબી જવાથી બે યુવાન અને છાતીમાં દુખાવો ઉપડયા બાદ એક યુવાનનું મોત હળવદમાં પોસ્ટના બચત ખાતામાં મોબાઈલ નંબર અપડેટ કરવા માટે દીકરીની ખોટી સહી કરનાર માતા સામે ગુનો નોંધાયો હળવદના ટીકર ગામે ઘરમાં અને મોરબીમાં જાહેરમાં જુગારની 2 રેડમાં કુલ 6 આરોપી પકડાયા મોરબીના સરતાનપર રોડ ઉપર ટ્રક ચાલકે બાઇકને લેતા ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સોનીની દુકાનની દીવાલમાં બાકોરૂ ઉપાડીને તસ્કરે 17.24 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના તથા ભંગારની કરી ચોર
Breaking news
Morbi Today

મોરબીના ખાખરાળા ગામ પાસે બસમાંથી ઉતરીને રોડ ક્રોસ કરતાં બે મહિલા સહિત 4 પૈકીનાં 3 લોકોને કાર ચાલકે ઉડાવ્યા


SHARE





મોરબીના ખાખરાળા ગામ પાસે બસમાંથી ઉતરીને રોડ ક્રોસ કરતાં બે મહિલા સહિત 4 પૈકીનાં 3 લોકોને કાર ચાલકે ઉડાવ્યા

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ખાખરાળા ગામ પાસે બસમાંથી ઉતરીને વૃદ્ધ સહિત કુલ ચાર વ્યક્તિઓ રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે કાર ચાલકે બે મહિલા  સહિત ત્રણ લોકોને હડફેટે લીધા હતા જેથી કરીને તે ત્રણેય વ્યક્તિઓને ઇજાઓ થઈ હોવાથી તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા અને આ બનાવ સંદર્ભે હાલમાં વૃદ્ધે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

 

મોરબીના રવાપર રોડ પર આવેલ મારુતિનગરમાં રહેતા ત્રિભોવનભાઈ સંઘાભાઈ કડીવાર (74)એ હાલમાં કાર નંબર જીજે 4 સીઆર 6890 ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ખાખરાળા ગામ પાસે હનુમાનજી મંદિર નજીક રોડ ઉપરથી તેઓ તથા સાહેબ પ્રભાબેન, ગોવિંદભાઈ તથા રમાબેન બધા બસમાંથી ઉતરીને રોડ ક્રોસ કરી રહ્યા હતા દરમ્યાન આરોપીએ પોતાની કાર પૂર ઝડપે ચલાવી હતી અને બેફિકરાઈથી કાર ચલાવીને સાહેબ ગોવિંદભાઈ, પ્રભાબેન અને રમાબેનને હડફેટે લીધા હતા જે બનાવમાં પ્રભાબેનને જમણા પગના થાપાના ભાગે ઇજાઓ થઈ હતી અને ગોવિંદભાઈને માથામાં હેમરેજ, ડાબી બાજુએ પાંસળી, ખભા અને બે મણકામાં ફેક્ચર જેવી ઈજા કરેલ છે તેમજ રમાબેનને પણ ઇજા થઈ હતી જેથી ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા અને આ બનાવ સંદર્ભે હાલમાં વૃદ્ધે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News