મોરબીના મેયર, ડેપ્યુટી મેયર અને દંડકે કુબેરનગર નવલખી ફાટક પાસે પ્રી-મોન્સૂન કામગીરીનું ચેકિંગ કર્યું મોરબી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર ખાતે ૧૧ માસના કરાર આધારિત ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ ઓફિસરની જગ્યા માટે અરજીઓ મંગાવાઈ મોરબીમાં બીજા માળની છત ઉપરથી નીચે પડી જતા મહિલાનું મોત મોરબીમાં કાલે શ્રી સનાતન યુવા ગ્રુપ દ્વારા રાહત દરે ફુલસ્કેપ નોટબુકનું વિતરણ મોરબીની સિરામિક ટાઇલ્સના ભાવમાં 1 જૂનથી પ્રતિ સ્ક્વેર ફૂટે 5 રૂપિયાનો ભાવ વધારો: એડવાન્સ પેમેન્ટ પછી ગ્રાહકોને માલની ડિલિવરીનો સામૂહિક નિર્ણય મોરબીના માધાપરવાડી વિસ્તારમાં મંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયા તેમજ ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયાના પ્રયાસોથી માધ્યમિક શાળા મંજુર મોરબીના ફડસર ગામે બોલાવીને રાજકોટના યુવાન પાસે વ્યાજના પૈસાની પઠાણી ઉઘરાણી કરીને આપી જાનથી મારી નાખવાની ધમકી મોરબીમાં આઇપીએલની મેચ ઉપર સટ્ટો રમતા એક પકડાયો-બેની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં ત્રણ તાલુકાની 124 બેઠકો માટે ભાજપમાં 237 દાવેદાર: આજે બે તાલુકા પંચાયત, બે તાલુકાની જિલ્લા પંચાયતની બેઠકો અને એક પાલિકાની બેઠક માટે સેન્સ લેવાશે


SHARE











મોરબી જિલ્લામાં ત્રણ તાલુકાની 124 બેઠકો માટે ભાજપમાં 237 દાવેદાર: આજે બે તાલુકા પંચાયતબે તાલુકાની જિલ્લા પંચાયતની બેઠકો અને એક પાલિકાની બેઠક માટે સેન્સ લેવાશે

મોરબી જિલ્લામાં ભાજપ દ્વારા મુરતિયાઓને શોધવા માટેની કવાયત શરૂ કરવામાં આવી છે અને તેના જ ભાગરૂપે આજે બીજા દિવસે મોરબી જિલ્લા ભાજપ કમલમ કાર્યાલય ખાતે પ્રદેશમાંથી મૂકવામાં આવેલા નિરીક્ષકો દ્વારા ભાજપમાંથી ટિકિટની મેળવવા માટે આગેવાનો દ્વારા જુદીજુદી બેઠક ઉપર પોતાની દાવેદારી કરવામાં આવી છે અને આજે બે તાલુકાની જિલ્લા તેમજ તાલુકા પંચાયતની બેઠકો અને એક પાલિકાની બેઠક માટે આગેવાનોની સેન્સ લેવામાં આવી રહી છે. જો કે, બુધવારે જિલ્લાની કુલ 124 બેઠકો માટે સેન્સ લેવામાં આવી હતી તેમાં 237 આગેવાનોએ ટિકિટની દાવેદારી કરી છે.

મોરબી જિલ્લા ભાજપ કમલમ કાર્યાલય ખાતે ગઈકાલથી ત્રણ દિવસ સુધી મોરબી જિલ્લામાં જિલ્લા પંચાયતતાલુકા પંચાયતનગરપાલિકા અને મહાનગરપાલિકાની જુદીજુદી બેઠકો માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. અને સેન્સ લેવા માટે રમણભાઈ વોરાદેવાંગભાઈ દવે અને ગૌરવભાઈ રૂપરેલીયા આવ્યા છે આજે બીજા દિવસે મોરબી જિલ્લામાં આવેલ બે તાલુકાની જુદીજુદી બેઠકો માટે સેન્સ લેવામાં આવી રહી છે જેમાં સવારે 9:30 થી હળવદ તાલુકા પંચાયત અને હળવદ તાલુકામાં આવતી જિલ્લા પંચાયતની બેઠકો ત્યાર બાદ 11:30 થી મોરબી તાલુકા પંચાયત તથા મોરબી જિલ્લા પંચાયતની બેઠકો અને બપોરે 2:30 વાગ્યાથી માળિયા નગરપાલિકાની બેઠકો માટે દાવેદરોની સેન્સ લેવામાં આવશે 

ગઈકાલે માળિયા, વાંકાનેર અને ટંકારા તાલુકા પંચાયતની બેઠકો તેમજ આ ત્રણે તાલુકામાં આવતી જિલ્લા પંચાયતની બેઠકો અને વાંકાનેર તથા ટંકારા નગરપાલિકાની બેઠકો માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી ત્યારે માળિયા તાલુકાની જિલ્લા પંચાયતની 3 બેઠક માટે 15, વાકાનેર તાલુકાની જિલ્લા પંચાયતની 7 બેઠકો માટે 27 અને ટંકારા તાલુકાની જિલ્લા પંચાયતની 2 બેઠકો માટે 11 આગેવાનો દ્વારા દાવેદારી કરવામાં આવેલ છે જ્યારે માળિયા તાલુકા પંચાયતની 16 બેઠકો માટે 40, વાંકાનેર તાલુકા પંચાયતની 24 બેઠકો માટે 45 અને ટંકારા તાલુકા પંચાયતની 16 બેઠકો માટે 19 આગેવાનોએ દાવેદારી કરી છે આવી જ રીતે વાંકાનેર નગરપાલિકાની 28 બેઠકો માટે 35 અને ટંકારા નગરપાલિકાની 28 બેઠકો માટે 25 આગેવાનો દ્વારા દાવેદારી કરવામાં આવેલ છે.






Latest News