મોરબીમાં જિલ્લા કક્ષાની જનજાતિય ગૌરવ દિવસની ભવ્ય ઉજવણી ૧૫મી નવેમ્બરે કરાશે મોરબીની ત્રાજપર ચોકડી પાસે બસ ચાલેકે બાઈકને હડફેટે લેતા યુવાનને માથામાં હેમરેજ: મોઢા, નાક અને દાઢીના ભાગે ફેક્ચર જેવી ઇજા મોરબીમાં ભેંસો ચરાવવા બાબતે યુવાન ઉપર ધોકા વડે હુમલો મોરબીના મહેન્દ્રનગરથી 250થી વધુ શ્રદ્ધાળુઓના સંઘ સાથે બહુચરાજી સુધીની પદયાત્રાનું પ્રસ્થાન ઉત્તરપ્રદેશથી કાવડ સાથે ચારધામ-12 જ્યોતિર્લિંગની પદયાત્રાએ નીકળેલ રોહિતકુમાર નામનો યુવાન મોરબી જીલ્લામાં પહોચ્યો મોરબીના સાહિલ માજોઠીને મુક્ત કરવા માટે યુક્રેન સરકાર તૈયાર, ભારત સરકારના ઈમેલની જોવાતી રાહ: દીપા જોસેફ કાળનો ભેટો: વાંકનેરના જોધાપર પાસે કાર ચાલકે હડફેટે લેતા મોરબીથી માનતા પૂરી કરવા જતી મહિલાનું મોત મોરબીના લક્ષ્મીનગર ગામ નજીક હાઇવે ઉપર ખુટીયા સાથે બાઈક અથડાતા ઈજા પામેલ યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં ત્રણ તાલુકાની 124 બેઠકો માટે ભાજપમાં 237 દાવેદાર: આજે બે તાલુકા પંચાયત, બે તાલુકાની જિલ્લા પંચાયતની બેઠકો અને એક પાલિકાની બેઠક માટે સેન્સ લેવાશે


SHARE































મોરબી જિલ્લામાં ત્રણ તાલુકાની 124 બેઠકો માટે ભાજપમાં 237 દાવેદાર: આજે બે તાલુકા પંચાયત, બે તાલુકાની જિલ્લા પંચાયતની બેઠકો અને એક પાલિકાની બેઠક માટે સેન્સ લેવાશે

મોરબી જિલ્લામાં ભાજપ દ્વારા મુરતિયાઓને શોધવા માટેની કવાયત શરૂ કરવામાં આવી છે અને તેના જ ભાગરૂપે આજે બીજા દિવસે મોરબી જિલ્લા ભાજપ કમલમ કાર્યાલય ખાતે પ્રદેશમાંથી મૂકવામાં આવેલા નિરીક્ષકો દ્વારા ભાજપમાંથી ટિકિટની મેળવવા માટે આગેવાનો દ્વારા જુદીજુદી બેઠક ઉપર પોતાની દાવેદારી કરવામાં આવી છે અને આજે બે તાલુકાની જિલ્લા તેમજ તાલુકા પંચાયતની બેઠકો અને એક પાલિકાની બેઠક માટે આગેવાનોની સેન્સ લેવામાં આવી રહી છે. જો કે, બુધવારે જિલ્લાની કુલ 124 બેઠકો માટે સેન્સ લેવામાં આવી હતી તેમાં 237 આગેવાનોએ ટિકિટની દાવેદારી કરી છે.

મોરબી જિલ્લા ભાજપ કમલમ કાર્યાલય ખાતે ગઈકાલથી ત્રણ દિવસ સુધી મોરબી જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાની જુદીજુદી બેઠકો માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. અને સેન્સ લેવા માટે રમણભાઈ વોરા, દેવાંગભાઈ દવે અને ગૌરવભાઈ રૂપરેલીયા આવ્યા છે આજે બીજા દિવસે મોરબી જિલ્લામાં આવેલ બે તાલુકાની જુદીજુદી બેઠકો માટે સેન્સ લેવામાં આવી રહી છે જેમાં સવારે 9:30 થી હળવદ તાલુકા પંચાયત અને હળવદ તાલુકામાં આવતી જિલ્લા પંચાયતની બેઠકો ત્યાર બાદ 11:30 થી મોરબી તાલુકા પંચાયત તથા મોરબી જિલ્લા પંચાયતની બેઠકો અને બપોરે 2:30 વાગ્યાથી માળિયા નગરપાલિકાની બેઠકો માટે દાવેદરોની સેન્સ લેવામાં આવશે 

ગઈકાલે માળિયા, વાંકાનેર અને ટંકારા તાલુકા પંચાયતની બેઠકો તેમજ આ ત્રણે તાલુકામાં આવતી જિલ્લા પંચાયતની બેઠકો અને વાંકાનેર તથા ટંકારા નગરપાલિકાની બેઠકો માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી ત્યારે માળિયા તાલુકાની જિલ્લા પંચાયતની 3 બેઠક માટે 15, વાકાનેર તાલુકાની જિલ્લા પંચાયતની 7 બેઠકો માટે 27 અને ટંકારા તાલુકાની જિલ્લા પંચાયતની 2 બેઠકો માટે 11 આગેવાનો દ્વારા દાવેદારી કરવામાં આવેલ છે જ્યારે માળિયા તાલુકા પંચાયતની 16 બેઠકો માટે 40, વાંકાનેર તાલુકા પંચાયતની 24 બેઠકો માટે 45 અને ટંકારા તાલુકા પંચાયતની 16 બેઠકો માટે 19 આગેવાનોએ દાવેદારી કરી છે આવી જ રીતે વાંકાનેર નગરપાલિકાની 28 બેઠકો માટે 35 અને ટંકારા નગરપાલિકાની 28 બેઠકો માટે 25 આગેવાનો દ્વારા દાવેદારી કરવામાં આવેલ છે.












Latest News