મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ મોરબીમાં 26 કલાકમાં પોણા બે ઇંચ, હળવદમાં પોણો અને માળીયામાં અડધો ઇંચ વરસાદ હળવદના જૂના દેવળીયા ગામે ઘરેથી આંતર જિલ્લા દારૂના ગુનામાં સંડોવાયેલ રીઢો આરોપી ઝડપાયો હળવદના દુષ્કર્મ-પોકસોના ગુનામાં આજીવન કેદની સજા પામેલ પેરોલ જમ્પ આરોપી મોરબીમાંથી ઝડપાયો મોરબીમાં ઘરમાં જુગાર રમતા 1 મહિલા સહિત 6 પકડાયા: 58,300 ની રોકડ કબ્જે વાંકાનેરના અપહરણ-દુષ્કર્મના ગુન્હામાં ફરાર આરોપી ૧૧ વર્ષે નાગપુરથી પકડાયો વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધને ઘેરી લઈને અજાણ્યા શખ્સોએ રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની કરી લૂંટ ટંકારાના છતર ગામ નજીક 3 પૈકીનાં 2 રાહદારી યુવાનને કાર ચાલકે ઉડાવ્યા: એકને માથામાં હેમરેજ-બીજાને સાથળમાં ફ્રેકચર
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં મહાપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયત અને પાલિકાઓની ચૂંટણી પારદર્શી વાતાવરણમાં સંપન્ન કરવા તંત્ર સજ્જ


SHARE







મોરબી જીલ્લામાં મહાપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયત અને પાલિકાઓની ચૂંટણી પારદર્શી વાતાવરણમાં સંપન્ન કરવા તંત્ર સજ્જ

મોરબી જિલ્લામાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણીઓ અન્વયે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પૂર્વ તૈયારીઓના ભાગરૂપે ૨૧ ચૂંટણી અધિકારીઓ (RO) અને અન્ય મદદનીશ ચૂંટણી અધિકારીઓ (ARO) માટે એક વિશેષ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.

મોરબી મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, વિવિધ તાલુકા પંચાયતો તથા નગરપાલિકાઓની ચૂંટણી પ્રક્રિયા ક્ષતિરહિત અને સુચારૂ રીતે સંપન્ન થાય તે હેતુથી આ તાલીમ યોજવામાં આવી હતી. આ તાલીમ દરમિયાન ઉપસ્થિત અધિકારીઓને ચૂંટણી પ્રક્રિયાના વિવિધ પાસાઓ જેવા કે ઉમેદવારી પત્રો ભરવાની પદ્ધતિ, ફોર્મની ચકાસણી (Scrutiny) અને ઉમેદવારી પત્રો ખેંચવાની પ્રક્રિયા અંગે ઊંડાણપૂર્વક સમજ પૂરી પાડવામાં આવી હતી. આ ઉપરાંત, ટેકનિકલ પાસાઓ પર ભાર મૂકતા EVM ના કાર્યકારી સંચાલન તેમજ મતદાન મથકો પર કાયદો અને વ્યવસ્થા જાળવવા અંગે તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ચૂંટણી દરમિયાન આદર્શ આચારસંહિતાનું પાલન થાય તે માટે જરૂરી કાયદાકીય જોગવાઈઓની પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. વરિષ્ઠ અધિકારીઓએ ચૂંટણીમાં પાયાના સ્તરે કામગીરી કરતા RO-ARO ની ભૂમિકા અત્યંત નિર્ણાયક ગણાવી અધિકારીઓની મુંઝવણો અને પ્રશ્નોનું નિરાકરણ કર્યું હતું.  આ તાલીમમાં મોરબી મહાનગરપાલિકા, મોરબી જિલ્લા પંચાયત તેમજ મોરબી, ટંકારા, માળીયા, વાંકાનેર અને હળવદ તાલુકા પંચાયતના નિયુક્ત અધિકારીઓએ ભાગ લીધો હતો. આ ઉપરાંત ટંકારા, માળીયા અને વાંકાનેર નગરપાલિકાના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.






Latest News